સમજે છે છતાં છે એનામાં અસમજણ,
'વિશ્વા' તો આ ને શું કહું..!?,
નાસમજ કે પછી ગેરસમજણ..!-
આજ ખાલી કોઈ ભાગ
આકાશનો ન હોય,
પોતાનાઓ વિના પર્વમાં તો
પ્રકાશ જ ન હોય..
પતંગની ઊડાન અધૂરી જ્યાં સુધી
વિશ્વાસ ને દોરનો સાથ ન હોય..
આપણો સ્વાર્થ માત્ર આપણો
ઉલ્લાસનો જ ન હોય,
ખ્યાલ એટલું જ 'વિશ્વા' કે એ કોઈ
નિર્દોષનો આખરી શ્વાસ ન હોય..!-
શું તારું,
શું મારું,
અરે..! આ તો અજવાળું,
'વિશ્વા' એ તો સૌનું સહિયારું...!-
રૂપ રંગ સૌ એક ઓરા છે,
તું ને હું સૌ તો અહીં મહોરા છે..
હું કરું એ તો અહમ્ મારો પણ સાચે તો,
આપણ કઠપૂતળી ને હાથમાં એની દોરા છે..
નક્કી છે જીવન સઘળું પેહલેથી છતાંય,
કર્મ અનુસારના પાનાં તો હજું કોરાં છે..
લાગણીઓ તો જાણે બોજો હૃદય પર,
બાકી એના આપેલ પ્રેમ-સંબંધ તો ખૂબ ફોરા છે..
'વિશ્વા' એણે તો આપ્યું સઘળું સારું જ તારવી,
છતાં પણ આ માનવીના મન જ સાવ ખોરાં છે...!
-
At the end of the life,
No one will be with you
rather than
your OWNSELF...!
So live your life for your ownself only... :)-
જો તુજમાં છે લગન,
કરવું કંઈક સરીખું અગન,
તો 'વિશ્વા' કર એક નજર આકાશ ભણી,
ને થઈ જા ધ્યેયમાં મગન..!-
ખૂબ દોડી દુનિયા પાછળ,
ભાગી-ભાગી ને પણ રહી પાછળ..
કિનારાના સ્પર્શને તડપે મોજાં,
મહત્તા જોઈ કરે એ પણ પાની પાછળ..
ક્ષણોના સાથ માટે મથતા ઘડિયાળના કાંટા,
ફર્યા કરે પરસ્પરની આગળ-પાછળ..
માનવીના મનની એક જ મુરાદ 'વિશ્વા',
બસ હું જ આગળ
ને સઘળી દુનિયા રહી જાય પાછળ..!-
અંભોદ કરી લે પ્રયત્ન વ્યર્થ,
નથી છુપાવવા કોઈ સમર્થ,
જો ઢાંકીને જ રાખવી'તી,
તો 'વિશ્વા',
આ શશીની સુંદરતાનો શો અર્થ?-