QUOTES ON #ગરબો

#ગરબો quotes

Trending | Latest
7 OCT 2019 AT 11:51

રઢિયાળી રાત
----------------

રઢિયાળી રાતમાં, ચાચરના ચોકમાં ,
સહિયરના સાથમાં રે...
હો... મા તું રમવાને આવજે .. .

ચોક સજાવશું, ગરબો પધરાવશું ,
મોતીડાં તારા રાહમાં વેરાવશું,
સહિયરના સાથમાં રે...
હો.. મા તું રમવાને આવજે ...

સોનાના બાજોઠ પર તમને બેસાડશું,
નવલા નૈવેદ્ય મા તમને ધરાવશું
સહિયરના સાથમાં રે...
હો.. મા તું રમવાને આવજે ..

નવરંગી ચુંદડીથી તમને સજાવશું,
સોનાના હાર માતા તમને પહેરાવશું,
સહિયરના સાથમાં રે ...
હો.. મા તું રમવાને આવજે ...

આરતી ઉતારશું અને વંદન કરશું ,
સ્નેહાશિષ માતા, તારા મેળવશું,
સહિયરના સાથમાં રે...
હો.. મા તું રમવાને આવજે...

રઢિયાળી રાતમાં, ચાચરના ચોકમાં,
સહિયરના સાથમાં રે...
હો... મા તું રમવાને આવજે.. 🙏🏻

Jagu kaila

-


26 SEP 2019 AT 20:22

તું ઈન્સ્ટાગ્રામ નું સોંગ વાળું અપડેટ પ્રિયે ,
ને હું ગુજરાતી ગરબે ભમતો દિવાનો કોઈ..

-


1 OCT 2019 AT 23:00

*ગરબો *
-------------

મંડપ સજાવશું ,આંગણ લીપાવશું,
દ્રાર પર અવસરનાં તોરણ બંધાવશું,
વહેલા પધારજો માત ,
માત મારી અંબાજી માતા.
અબીલ ગુલાલથી મા તમને વધાવશું ,
ફૂલડાંનાં હાર માત તમને પહેરાવશું ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
ઝગમગાટ દીવડાંનાં મા પ્રેમે કરાવશું ,
નવરંગી રૂડા માત ગરબા પધરાવશું ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
આરતી ઉતારશું ને નૈવેદ્ય ધરાવશું ,
અંતરના આસન પર તમને બેસાડશું,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
ભૂલચુક મારી મા અંતર નવ ધરશો ,
તારે ખોળે મા ,મને પ્રેમથી પોઢાડજો ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.

Jagu kaila


-


14 OCT 2018 AT 11:44

गरबो घूमे मां ने आंगणिये गरबो घूमे रे....
आल्यो कुम्हार मांनो गरबो लायो...
सुहागण दीप प्रजवायो हो मावड़ी...,
माथे मूकी घूमे सुहागी, गरबो घूमे रे...
आल्यो सुनार मांनो हरवो लायो.,
मांने गल़े पहराउं ओ मावड़ी., गरबो घूमे रे..
आल्यो बजाज मांनी चूनर लायो.,
मांने माथे उढ़ाउं ओ मावड़ी.गरबो घूमे रे...
आल्यो हलवाई मांनो भोग बनाव्या.,
हुं मांड़ी ने भोग लगाउं ओ मावड़ी. गरबो घूमे रे..
गरबो घूमे मां ने आंगणिये गरबो घूमे रे....
जय माताजी 🙏🙏🙏🙏🙏

-


26 JUL 2021 AT 20:36

માં એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર,
હે માં એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.

ગબ્બરની લઈ માંડવી માથે ઘૂમતી મોરી માત,
ચુંદલડીમાં ચમકે ઝાઝી રુપલે મઢી રાત,
જોગમાયાને સંગ નર્યો નિતરે ઉમંગ
કે માં એ પાથર્યો પરકાશ ગગન ગોખમાં રે

ચાર જુગનો ચુડલો માંનો સોળ કળાનો વાન,
અંબાના અણસારા વિના હાલે નહીં પાન
માંના રૂપની જોડ એને રમવાના બહુ કોડ,
કે માં એ ગરબો ચગાવ્યો ગગન ગોખમાં રે,

આપણા ગુજરાતી સાહિત્યનું સુંદર નજરાણું એટલે આપણી ઓળખાણ સમા ગરબા,
મને ગર્વ છે, ગુજરાતી હોવાનો

-



તું ઈન્ડો વેસ્ટર્ન ગુજરાતણ પ્રિયે
હું વાઇબ્રન્ટ નો ખેલૈયો પ્રિયે...😅😂

-


2 OCT 2019 AT 14:18

નવલી નવરાત સાથે ગરબાનું અનેરું મહત્વ અંકાય,
અધ્યાત્મ ને વિજ્ઞાન શ્રધ્ધા-ભક્તિ અનોખા કેવા વણાય...

છે પ્રતીક સમગ્ર બ્રહ્માંડનું,આ ગર્ભદિપ સમો ગરબો,
છિદ્રો ગરબાનાં સત્યાવીસ સમસ્ત નક્ષત્ર રુપ મનાય...

થાય આરાધના શક્તિની સ્થાપી ગરબો મધ્યમાં,
ઘૂમીને108 વાર બ્રહ્માંડ પ્રદક્ષિણા ફળ પમાય...

રમે ગરબા સૌ નરનારી ચાંદ-તારાં ને ખુલ્લા આભ તળે,
નવરાત્રિમાં દિ સુર્યવાન ને રાત્રિ પ્રાણવાન કહેવાય...

વિસ્તરે જ્યારે પ્રકોપ જગતમાં આસુરી શક્તિનો,
આસુરી વૃતિનાં નાશ કરવાં શક્તિ સ્વરૂપે જન્મ થાય...

યુદ્ધ થાયું નવ દિવસ રાત, જગદંબા ને મહીસાસૂરનું,
મહીસાસૂર વધ સાથે વિજયા દસમી ઉજવાય...

પુર્ણ શ્રધ્ધા ને ભક્તિ સાથે કરે આરાધના માઁ ની સૌ,
નવ દીવસ આરાધના કરી સઘળા કષ્ટ હણાય...
તરૂ મિસ્ત્રી (સુરત)🙏

-


30 SEP 2019 AT 10:59

નવરાત્રિમાં ખેલૈયા ઓ ,
આવે છે માં અંબે ના દરબાર માં.......
બની-ઠની ને સુંદરતા ની શાન માં......
અનોખા રંગબેરંગી પોશાક માં.........
રમે છે ગરબા મોજ માં..........
અનેરા આનંદ માં.........
તાળી ઓની તાલ માં.......
એકબીજાના સાથ માં..........
ઘુમે છે ગોળાકાર હરોળ માં..........




-


15 OCT 2023 AT 13:58

હાયકુ....
।। નવરાત્રી ।।
।। ગરબો ।।

ગરબો દિપ્યો
ઝળહળ સ્વરૂપ
અંબા નીરખું.

-


4 OCT 2019 AT 0:00

એવી જ્યોત માના સોનેરી ગરબે ઝલકે
માનું તેજના અંબાર સમું મુખડું મલકે

નોરતાની રાતડીના આછેરા અજવાળે, આજ મારું હૈયું ઉમંગથી ગાય
માવડીનું એક એક પગલું ઉપડે ને, આખી આ અવનિ પર કુમકુમ પથરાય
દીવડાથી દીવડા આ પ્રગટે અને, માના અંતરની ગાગરથી આશિષ ઝલકે
માનું તેજના અંબાર સમું મુખડું મલકે

કામણગારી આ રાતની શું વાત કરું, રંગરસીયા સૌ આજ ગરબે ઘૂમે
ધરતીની ધૂળ આજ થઇ ગઈ છે પાવન, સૌની સંગે આજ માડી ગરબે ઘૂમે
સોનેરી ગરબે બાંધી રૂપેરી કોર ને, ગરબામાં લાખ લાખ તારા ચમકે
માનું તેજ ના અંબાર સમું મુખડું મલકે.

ગરબાના તાલે ને ઢોલીના નાદે, રઢિયાળી રાતડીના રંગો બદલાય
ગરબાની રમઝટ એવી જામે કે આજ, એક પછી એક પ્રહર વિસરાતા જાય
નવ નવ રાતોમાં ગરબે રમીને હવે, માના દર્શન માટે હૈયું તલસે
માનું તેજ ના અંબાર સમું મુખડું મલકે.

પૂજન મજમુદાર ૨૬/૦૯/૨૦૦૪

-