પાંપણ ભીંજાય જાય છે જયારે આવે છે યાદ તારી,
કેમ છે આટલો સ્નેહ મને તારા માટે નથી ખબર.
તારો મારો માર્ગ છે અલગ,તો પણ હરેક રસ્તે શોધે મન,
કેમ છે આટલો સ્નેહ મને તારા માટે નથી ખબર.
મળીશ મને તો કહીશ કેટલી આતુર છું જોવા માટે,
કેમ છે આટલો સ્નેહ મને તારા માટે નથી ખબર.
મારી આંખો માં છે તારા સપના એ જ જોઈ ખુશ છું,
કેમ છે આટલો સ્નેહ મને તારા માટે નથી ખબર.
ભલે મારા થી દૂર છે પણ તારા વિચારો માં ખુશ છું,
કેમ છે આટલો સ્નેહ મને તારા માટે નથી ખબર.
મારો સ્નેહ દુનિયાથી છે અલગ
મારી પ્રીત ને તોલીશ નહીં
ચાહું છું તને મન થી
જેમા મારી અપેક્ષાઓ નથી.-
અઢી અક્ષર નું આયખું ને અઢી અક્ષર નો મારો દેહ..!!
તોય બંધન આપું લખ ચોર્યાશી ,હા હું તો સ્નેહ...!!-
નહતા જેના જાણકાર તેના સલાહકાર થઈ ગયા,
સ્નેહ ની અપેક્ષા એ અમે ગુનેગાર થઈ ગયા...-
બદલતા સમય સાથે બદલવાનું, મે તો ક્યારનું છોડી દીધું..
જેવા હોઈએ એવું જ રહેવાનું , જીવન સાથે જોડી દીધું..
નકાબ પહેરી ફિતરત બદલવાનું, મે તો ક્યારનું છોડી દીધું..
અરીસા પાસેથી પ્રેરણા લેવાનું, નિયમો સાથે જોડી દીધું..
સંબંધે સંબંધે સ્નેહ બદલવાનું, મે તો ક્યારનું છોડી દીધું..
સમભાવે લાગણીઓ વહેંચવાનું, હૈયાં સાથે જોડી દીધું..
નજરિયા મુજબ પૂર્વગ્રહો બદલવાનું, મે તો ક્યારનું છોડી દીધું..
અનુભવથી મંતવ્યો વ્યક્ત કરવાનું, સ્વભાવ સાથે જોડી દીધું..
સ્વાર્થ અનુસાર મહત્વ બદલવાનું , મે તો ક્યારનું છોડી દીધું..
કાયમ સમજણની સીડી ચડવાનું, શ્વાસ સાથે જોડી દીધું..
બીજાના મત મુજબ ખુદને બદલવાનું, મે તો ક્યારનું છોડી દીધું..
સદા વ્યક્તિત્વને શોભતું કરવાનું, અસ્તિત્વ સાથે જોડી દીધું...-
જોને આ વાદળી રાસ આમ આભે રમે છે,
ધરા ની પ્યાસ કંઈક અફાટ લાગે છે.
ક્ષણે ક્ષણે જો ધરા તરસતી ભીંજાવા,
ચોક્કસ એના સ્નેહ માં કંઈક ખાસ લાગે છે.-
નિ:સ્વાર્થ સ્નેહ ની
વ્યાખ્યા "માં"...!
ઈશ્વર સાથે ની
સુખદ યાત્રા "માં"...!!-
લાવ ને આજે કાજળ આંજી દઉં કલમને,
હમણાં તો બહુ નજર લાગી જાય છે ,
નિત નવા રંગોથી શણગારે કાગળનું આંગણું,
હમણાં તો એનું સૌંદર્ય નીખરતું જાય છે,
લાવને આજે નેહથી નિતારી દઉં કલમને,
હમણાં તો એની શ્યાહી સ્નેહથી છલકાય છે,
અવનવા તરંગભાવોથી ચમકાવે કાગળનું શમણું,
હમણાં તો એના હૈયે અપાર હેત ઉભરાય છે...!
-
माता-पिता ना स्नेह मां गोता लगावतो
बाल़क क्यारे जुवान थै जाय छे
खबर नथी लागती,मोटा थया बाद
दुनिया दारी नी ओल़खाण थाय छे.-
આનંદની પ્રતિતી,
પ્રેમનું અભિભૂત સ્વરૂપ એટલે 'સ્નેહ'
જીવતરનું અનેરું સુખ,
માનવી ચહેરાનું ઘરેણું એટલે 'સ્નેહ'
દુઃખનું એક જ દુશ્મન,
લાગણીનું સુખી સ્વરૂપ એટલે 'સ્નેહ'
માનવીનું આ એક લક્ષ્ય,
અદભુત એહસાસનું સરોવર એટલે 'સ્નેહ'
લક્ષ્ય પ્રાપ્તિનો અનુભવ,
જીવનનો ટૂંકો રસપ્રદ સાર એટલે 'સ્નેહ'
કવિઓના આનંદની પરિભાષા,
સુખનું ચહેરા પર આલેખન એટલે 'સ્નેહ'
સંબંધોની મજબૂત સાંકળ,
મહેનતનું છેલ્લું પગથિયું એટલે 'સ્નેહ'
આનંદની અલગ પરિભાષા,
રંગભૂમિનો સૌથી શ્રેષ્ઠ રંગ એટલે 'સ્નેહ'
સુખી જીવનનો આ પાયો,
પ્રેમની ઈમારત નું ચણતર એટલે 'સ્નેહ'
- A.D HIRPARA-