ગ્લાસ અડધો ખાલી કેમ નજરે ધરશ ?
ગ્લાસ અડધો ભરેલો તો છે !!
આજે એ વિચારધારા ની કમી છે.
અરે!! તુ સમસ્યા થી કેમ ડરે છે ?
સમસ્યા ને તુ ડરાવને !!
આજે એ હિંમત ની જ કમી છે.
સુખ સગવડો માં ક્યા કશો ફેર છે?
પણ પ્રેમ અને શાંતિ કયા એ જ છે!!
આજે એ જ ભાવનાની જ કમી છે.
જિંદગીનો મધ્યાહન હવે જ તપશે..
જિંદગી ને હવે શિતળતા કયાથી મળશે!!
આજે એ જ તરુવરની જ કમી છે.
હા... આજે મારા પપ્પા ની જ કમી છે. 🙏🏻🙏🏻-
કુદરતને ફરી એ જ કાતિલ રીત પ્યારી છે..
પીળા પાન ને બદલે લીલી કૂંપળો જ વ્હાલી છે 🙏🏻
ઓમ શાંતિ 🙏🏻🙏🏻-
तुम थी तो घर सही मायनों में घर था,
आँगन में खिलखिलाता समंदर था माँ ।
कड़ी धूप में जैसे साया सा लहराता था,
सर पे मानों झरमर बादल बरसता था माँ।
सूनापन था जिंदगी में पर तू थी तो दिलासा था,
दिल के किसी कोने में एक उजाला सा था माँ।
दर्द के बीच भी चेहरे पे ख़ुशी का माहौल था,
तेरा चेहरा देख दिल को एक सुकून था माँ ।
फायदे नुकसान का अब क्या करू हिसाब मैं,
बस तेरा होना ही मानों जीवन का अर्थ था माँ ।-
હે પરમાત્મા આ દિવ્યાત્માને સુખ શાંતિ આપજે,
ખૂબ વેઠ્યા છે દુઃખડા હવે મોક્ષ એને તું આપજે.
જ્યારથી જનમ્યા ત્યારથી કષ્ટો અનેક એમને પડ્યા,
હવે હર એક જનમે દુઃખોથી મુક્તિ એમને આપજે.
જીવનના આકરા તાપ આ આત્માએ ખૂબ વેઠ્યા,
હવે મારા પરમ પિતા પરમાત્માને શીતળ છાવડી આપજે.
આજે અમે ઊભા છીએ એ વડલો છે જે પિતા થકી,
આ જ વડલાની છત્રછાયા અમને હર જનમે આપજે.
દિન પછી દિન અને વર્ષો ચાર આમ જ વિતી ગયા,
બાકીના વર્ષો કાપવાની ઈશ અમને શક્તિ આપજે.
🙏💐ચોથી વાર્ષિક પુણ્ય તિથિ એ નમન💐🙏-
દાદ કવિતા નો દરિયો એમાં લહેરો આવે લાખ
આજ વિરામ આપી વાણીને વૈકુંઠ લીધી વાટ..-
દાદાનો ખરખરો🤕
તમે માત્ર દાદ ગુમાવ્યો
ગીરે એનો સાદ ગુમાવ્યો,
તમે માત્ર દાગ ગુમાવ્યો
હીરણ ને એનું લાડ ગુમાવ્યું,
તમે માત્ર દાન ગુમાવ્યું
સૌરાષ્ટ્રના પાળિયાઓ એ એનો શ્વાસ ગુમાવ્યો,
તમે માત્ર દાન ગુમાવ્યો
દીકરીઓએ પોતાની વેદનાને વાચા આપનાર બાપ ગુમાવ્યો,
તમે માત્ર દાદ ગુમાવ્યો
લોકસાહિત્યે એ એનો ભાવ ગુમાવ્યું,
તમે માત્ર દાંત ગુમાવ્યો
ગામડાને એનો ખાસ ગુમાવ્યો,
તમે માત્ર દાન ગુમાવ્યો
ગુજરાતી ભાષા એનો તાજ ગુમાવ્યો,-
સાહિત્ય જગતના એક મહ મૂલોતારલો આજે ખરી પડ્યો...
શ્રી ગુણવંત ભાઈ ઉપાધ્ધાય હવે આપણી વચ્ચે નથી રહ્યા.
ભગવાન દિગંત આત્માને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના
🙏🙏🙏🙏-
ઉડાન ચાહી હતી જેણે સ્વપ્નોના આભે
અનાયાસે ઉડાન આ કેવી ભરી ચૂક્યાં !
હરણ ફાળ આ કારકિર્દીની એવી રહી
સ્વપ્નો દીઠાં પેહલાં ચિર નિંદ્રામાં પોઢયાં.!
તક્ષશિલા આર્કેડ સુરત દુર્ઘટનામાં મૃત્યુ પામેલા
વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ ... 🙏 ૐ શાંતિ 🙏-