- મારું પ્રિય પુસ્તક -
.________ "તોત્તોચાન"________.
લેખક:- તેત્સુકો કુરોયાનાગી..-
**માસ્તર**
માં ના સ્તર સમાન
એ માસ્તર.
મારો નાનકડો હાથ પકડી ને
એકડો ઘુંટાવનાર એ માસ્તર.
મને સારા નરસા નુ ભાન
કરાવનાર એ માસ્તર.
વિના સ્વાર્થ મને આગળ
વધારનાર એ માસ્તર.
મારા જીવનમાં સંસ્કાર,શિસ્ત અને શિક્ષણ
નો ત્રિવેણી સંગમ કરાવનાર એ માસ્તર.
જીવનમાં જ્ઞાન જેવી કોઈ ચીજ હોય
એવું સમજાવનાર એ માસ્તર.
_પ્રવિણ લખમણભાઇ રાવલિયા
-
નાનપણ માં જ્યારે સમજણ ની હતી ગેરહાજરી...
ત્યારે એકડે એક થી જીવન માં સમજણ ની જેણે પુરાવી હાજરી..
એ જ તો કહેવાય શિક્ષક....
જ્યારે કોઈ ને માન આપવાનું નહોતું ભાન...
ત્યારે એકડે એક થી શીખવાડ્યું જેમને બધા ને અપાવતા સન્માન.
એ જ તો કહેવાય શિક્ષક....
જ્યારે શૂન્ય હતું ભણતર અને શૂન્ય હતું ગણતર...
ત્યારે એકડે એક થી જેમના માર્ગદર્શન થકી ચણ્યુ જ્ઞાન નું ચણતર.
એ જ તો કહેવાય શિક્ષક...
જ્યારે લક્ષ્ય ની દિશાઓ હતી અનેક અને મુંઝવણો નો નહોતો પાર...
ત્યારે બની અનુયાયી ,દોર્યો જેમણે સાચો માર્ગ,અને સમજાવ્યો જ્ઞાન નો સાર....
એ જ તો કહેવાય શિક્ષક....-
તત્વ નુ સંવહન કરી ને તેને સંવર્ધિત અને જનઉપયોગી બનાવનાર તે શિક્ષક,
સામાન્યતઃ તેનો કોઈ દિન વિશેષ હોતો નથી તેવા શિક્ષક ને મારા સાદર સદૈવ નમસ્કાર-
'શિ' 'ક્ષ' 'ક' ની વ્યાખ્યા ......
શિક્ષણ આચરણે કરી આપે સાર્થક તેમ,
'શિ'કાર શિક્ષણનો કહ્યો આચાર સાથે એમ.
ક્ષણિક ક્રોધ સ્વશિષ્યથી માહે પ્રેમ અપાર,
'ક્ષ'કાર ક્ષણનો ક્રોધ છે ન સહેજે દાજ લગાર.
કર્મનિષ્ઠ સ્વકર્મમાં તથા સિસ્તપાલન,
'ક'કાર કર્મકુશલતા તથા અનુશાસન.
કર્મ નિયમ મનમુક્તતા શિક્ષકનો આધાર
કથિત ત્રણેય લક્ષણોનો શિક્ષક કરે વિચાર.
-
હસી લઉં છું રોજ બાળકો સાથે...
રમી લઉં છું રોજ બાળકો સાથે...
નાચી લઉં છું રોજ બાળકો સાથે...
ગાઈ લઉં છું રોજ બાળકો સાથે...
આમ, હું મારું બાળપણ વારંવાર જીવી લઉં છું...
કદાચ, એટલે જ હું શિક્ષક બની હોઈશ...!!
© Pratiksha Makvana "જ્વાલા"-
સર્વ પાપનું મૂળ વાણી છે
કોઈ દિવસ ઊંચા આવાજે બોલશો નહિ
કર્કશવાણીમાંથી કલહનો જન્મ થાય છે
કર્કશ વાણીએ ઝેર છે-
વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,
તેમના જીવનમાં માતા, પિતા પછીનું જે સ્થાન બનાવે.
ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે,
શીક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.
સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,
એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થી ના જીવનમાં પોતાનું બનાવે.
ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,
જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.
દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,
ખુદને વંદનીય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.
-