પ્રવિણ રાવલિયા  
42 Followers · 69 Following

Joined 29 August 2019


Joined 29 August 2019

**જરાય ખબર ના પડી**

કયારે મોટા થઇ ગયા જરાય ખબર ના પડી....

કાગળ નુ વિમાન બનાવી ને ઉંડાવવાનુ કયારે
ભુલી ગયા એ જરાય ખબર ના પડી....

નાનપણ ની વાયડાય અને મશ્કરી ક્યારે
વિસરી ગયા જરાય ખબર ના પડી....

નાકે લટકતી લીર ની પર્સનાલીટી કયારે
વિખાય ગય જરાય ખબર ના પડી....

બાધવુ અને બધાવવાનો ધંધો કયારે
મુકાય ગયો જરાય ખબર ના પડી....

બે દુશ્મન નાવુ અને નિશાળે જાવું કયારે
દોસ્ત બની ગયા જરાય ખબર ના પડી....

બે પળ ભર નુ આ બાળપણ કયારે
વિતી ગયુ જરાય ખબર ના પડી....

_પ્રવિણ લખમણભાઇ રાવલિયા

-



જોવ હું જયારે નિદૉષ બાળક ને
કોક સામે ફેલાવતાં હાથ ,
ત્યારે મારુ હદય દ્રવિને ધબકી ઊઠે છે.

જોવ હું જયારે વૃધ્ધાશ્રમ ના
વૃધ્ધો ને નિસહાય ,
ત્યારે મારુ હદય દ્રવીને ધબકી ઊઠે છે.

જોવ હું જયારે શહેરી ટ્રાફિક માં રસ્તો
ન ઓળંગી શકતા અંધ ને ,
ત્યારે મારુ હદય દ્રવિને ધબકી ઊઠે છે.

જોવ હું જયારે કતલખાના માં
કપાતા પશુઓને,
ત્યારે મારુ હદય દ્રવિને ધબકી ઊઠે છે.

_પ્રવિણ લખમણભાઇ રાવલિયા

-



** એ માઁ મારી **

હે કુદરત કેવી કલા તારી,
જયાં સર્જાણી માઁ મારી.

આ ધરતી ઉપર મને લાવનારી,
હે કુદરત એ માઁ મારી.

રાત-દિનએ મારી વ્યાધિ કરનારી,
હે કુદરત એ માઁ મારી.

સંસ્કાર અને જ્ઞાન આપનારી,
પેલી ગુરૂ એ માઁ મારી.

જેમાં પ્રેમ,લાગણી રોપ્યા કલાથી તારી,
હે કુદરત એ માઁ મારી.

ધન ધન છે કુદરત કલાત્મકતા ને તારી,
ત્યે સર્જી માઁ મારી.

_પ્રવિણ લખમણભાઇ રાવલિયા


-




આજ ભાદરવા ના મેઘ મંડાણા,
જગત ના ઈ તાત હરખાણા.

વીજળી ના કડાકે ને ભડાકે મેહુલયા,
ગાંડોતુર થઈ ધરતી પર ઝળુંબાણા.

નદી,નાળા,તળાવ,વેકરા ને ખેતરુ,
ઈ પલવાર માં છલકાણા.

આકાશ માથી જાણે કોઈ ધોધ પડે,
તેથી તો ધોધમાર કેવાણા.

-પ્રવિણ લખમણભાઇ રાવલિયા







-



વિસરી ગયો જીવન ની બધી
બળતરાઓ આંખો બંધ કરીને.

રુડી નિંદરડી આવી અને
વિરાજયો સ્વપ્નલોક મા.

વ્હાલી લાગે એ નિંદરડી
હરે છે સૌ માનવી ના થાક.

થાક ઉતારી તાજા કરે
સૌ માનવી ને મદમસ્ત.

_પ્રવિણ લખમણભાઈ રાવલિયા





-



શોધું છું હું એક અલગ રસ્તો,
પણ મળવો ખુબ મુશ્કેલ છે.

મળ્યો સથવારો સંતપુરુષ નો,
હવે અલગ રસ્તો દેખાય છે.

આ રસ્તે ચાલવું સહેલુ નથી,
આ અલગ રસ્તો સત્ય નો છે.

ચાલે માનવી સત ના માર્ગે,
ઉધ્ધાર એનો થાય છે.

_પ્રવિણ લખમણભાઇ રાવલિયા

-



હે ઈશ્વર તારી કેવી રચના,
આંખ મીંચીને જોવ ત્યાં સ્વપ્ન ની દુનિયા.

અદ્ભુત છે આ દુનિયા નય,
જયાં બધી કલ્પનાઓ સમી જાય છે.

ખરેખર આંખ મીંચતા તો,
દુઃખ ભુલી સુખ નો અનુભવ થાય છે.

આંખ ખુલી ત્યારે હું ખુબ હસ્યો,
કેવી છે પ્રભુ આ તારી સ્વપ્ન ની દુનિયા.

ત્યારે લાગ્યું કે કોણ બનાવતું,
હશે આ રૂડા સ્વપ્ન ની દુનિયા.

_પ્રવિણ લખમણભાઈ રાવલિયા



-



**માસ્તર**

માં ના સ્તર સમાન
એ માસ્તર.

મારો નાનકડો હાથ પકડી ને
એકડો ઘુંટાવનાર એ માસ્તર.

મને સારા નરસા નુ ભાન
કરાવનાર એ માસ્તર.

વિના સ્વાર્થ મને આગળ
વધારનાર એ માસ્તર.

મારા જીવનમાં સંસ્કાર,શિસ્ત અને શિક્ષણ
નો ત્રિવેણી સંગમ કરાવનાર એ માસ્તર.

જીવનમાં જ્ઞાન જેવી કોઈ ચીજ હોય
એવું સમજાવનાર એ માસ્તર.

_પ્રવિણ લખમણભાઇ રાવલિયા

-



સાહેબ

"જે યાતના ભોગવી જાણે,

તેજ આગળ આવે છે,

બાકીના ને તો ખબર નથી કે યાતના શુ છે."

-



સાહેબ ,

"પોતાનુ ઈ-માન વેચ્યાં વગર ,

બીજા ના ઈ-માન ને ઠેસ ન પહોંચવા દે.

તે જ ખરી ઈમાનદારી છે.

-


Fetching પ્રવિણ રાવલિયા Quotes