ચાલને એક શરૂઆત કરું,
થોડા વિચારોની રજૂઆત કરું,
દીવાની દિવેટે ઘીની ધાર કરું ને,
હૃદયના અંધારે જરૂરિયાત બનું.
ચાલને એક શરૂઆત કરું,
મનમાં ચાલી રહેલી વાત કરું,
જીવને માણસાઈનો ઠાર કરું ને,
ઓચિંતા જ ઉરમાં સંસાર વણું.
ચાલને એક શરૂઆત કરું,
હૃદયથી હૃદયની વાટ ભરું,
મંદિરના ખૂણે જઈ પાઠ કરું ને,
શુદ્ધતાથી જીવવાનો ઘાટ ઘડું.
ચાલને એક શરૂઆત કરું,
તારું ને મારું, બધુંય બાદ કરું
ભાર વિનાનું જીવતર ખાસ કરુ ને,
આ ખરબચડો મારગ સપાટ કરુ.
-
જેની સાથે પ્રેમ હોય એની સાથે મુલાકાત કરી લેજો ,
પ્રથમ કંઈ નહીં કહેતા પછી મોકો જોઈ ને વાત કરી લેજો .
ચૂપચાપ દિલ ના દરવાજે ટકોરા મારવા નો શું ફાયદો
જ હોય હિંમત તો ઘરે જઈ ને એકરાર કરી લેજો .
દિવસો જો પહેલા કરતા હવે રંગીન લગી રહ્યા હોય તમને ,
તો સમય રહેતાં એકાદ હસીન સાંજ ને પણ રંગીન બનાવી લેજો .
મજબૂરી આવી જાય જો અણધારી પ્રેમ ની રાહોં માં કદી ,
મળે જો ગમ પ્રેમ માં તો એને પીવા ની શરૂઆત કરી દેજો .
તૂટે જો દિલ નાજુક અને આંસુ લૂછવા કોઈ ના હોય તમ પાસ ,
તો એવા મતલબી સંબંધો ને જીંદગી થી થોડા દૂર કરી લેજો .
આ પડાવ માંથી પસાર થઈ ચૂકી છું એટલે જ રાહ બતાવું છું તમને ,
જો સાચી લાગે સલાહ મારી તો આજથી જીંદગી ની નવી શરૂઆત કરી લેજો .-
જો તમારે આવતીકાલે
પહાડ ખસેડવો હોય તો,
આજે પથ્થર ખસેડવાની
શરૂઆત કરવી પડશે.-
સારા પરિણામ રૂપી ફળની શરૂઆત હંમેશા સુગંધીદાર સોડમથી જ થાય છે અને એ સોનેરી ફળમાં પરિણમે છે અને સોડમથી જ ભવિષ્ય ભાખી શકાય છે
-
કરવી છે શરૂઆત જીવન ની નવા ,
કે ભૂલી ને ભ્રમિત ભૂતકાળ ને વટ થી વધવું છે સોનેરી ભવિષ્ય માં ..
કરવી છે શરૂઆત જીવન ની નવા ,
કે હસતા ચેહરે સમેટવી છે ખુશીઓ ઘણી મને આજે આ એક પળ માં ..
કરવી છે શરૂઆત જીવન ની નવા ,
કે તન સંગ મન ને સુંદર બનાવી નિખારવું છે વ્યક્તિત્વ મુજ ભીતર માં ..
કરવી છે શરૂઆત જીવન ની નવા ,
કે સાથે ચાલી પ્રકૃતિ ની સાથ મેળવવો છે કુદરત નો ટૂંકા આયખા માં ..-
आज नवा वरश नो पहलो महीनो
अने महीना नो पहला दिवस ना
रोज हुं ईश्वर थी विनंती करू छुं के
आपणो प्रेम,प्यार अने वातसल्य
आखो बरस बनावी राखे,अमोने एक
बीजा नो संगाथ मल़तो रहे एवी
कृपा करजो,नवुं बरस मुबारक हो
आप बधां मित्रों नो जीवन सुखमय
रहे,हंसी खुशी व्यतीत थाय एवी
प्रार्थना करूं छूं
🙏🙏💐💐
-
ચાલને આજ એક નવી શરૂઆત કરીએ,
ભૂલી કાલના પ્રાસ નવી રજુઆત કરીએ,
જીન્દગી તો આમ જ બસ ચાલતી રેવાની,
છોડી પુરાણી રૂઢિ નવી આત્મસાત કરીએ,
નફા-ખોટ ની ગણતરી બહુ કરી સંબંધ માં,
હવેથી માત્ર લાગણીઓની જ વાત કરીએ,
તને પછાડી ઉપર ચડું હું,આ જ વિચાર ખોટો,
હાથ પકડી સાથ આપવાનો ખ્યાલાત કરીએ,
તું છે તો 'ઈશ' છે મારું અસ્તિત્વ દુનિયા માં,
ચાલ ને એવી માનવતા ની ઉભી નાત કરીએ..-
આવ મારા સપનાં માં થોડી વાતો કરી લઈએ
કાલે જ્યાં અધૂરી મૂકી ત્યાંથી શરૂઆત કરીએ-
ફરીથી શરૂઆત કરવી પડે તો,
સહેજ પણ ગભરાશો નહિ...
કારણ કે....
આ વખતે શરૂઆત શૂન્યથી નહિ
પણ અનુભવથી થશે....👍🏻-
કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા
ફક્ત એક જ વસ્તુ કરવી પડે,
" કાર્યને શરૂ કરવું...! "
-