QUOTES ON #વિશ્વ_ચકલી_દિવસ

#વિશ્વ_ચકલી_દિવસ quotes

Trending | Latest
20 MAR 2021 AT 15:17

Falguni Shah ©

-


20 MAR 2019 AT 1:15

શું આપ પક્ષી પ્રેમી છો ?

શા ની માવજત કરવાનું પસંદ કરશો ?
સો નાની ચકલીની કે સોનાની ચકલીની ?

“ World sparrow day ” .... 🙏🙏🙏

-


20 MAR 2022 AT 16:30

વિતી ધૂળેટી
ઘર ઝાટક્યું, માળો
ફફડે ચીં..ચીં!

-


20 MAR 2020 AT 8:41

World sparrow day _ 20 march

ફળિયા માંથી ફ્લેટ ની સવારી,
માળા માં ખરે કોન્ક્રીટ ની કાંકરી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !

જુવાર બાજરો ની ના કોઈ ઢગલી,
ઠેર ઠેર જોવે સેવ ગાંઠિયા ની રેંકડી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !

-


20 MAR 2019 AT 12:17

હવે ઘરે ચકલી નથી આવતી , કાઢી નાખ્યા ગોખલા ને નળિયાં ;
માળો બાંધશે ચકલી , બાંધો ઘરે ચકલીઘર ને કૂંડાં કેસરિયાં .

-


20 MAR 2020 AT 9:45



આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મારે આંગણે બેસતી ચકલીને કહેવું છે મારે કે -

"ઓ ચકી ! "
તું આમ જ બેસતી રે'ને મારે આંગણે
હું તને શીત લાવી આપું !
તું આમ જ ચહેકતી રે'ને મારે આંગણે
હું તને ગીત લાવી આપું !
તું આમ જ ખીલતી રે'ને મારે આંગણે
હું તને રીત લાવી આપું !
તું આમ જ રમતી રે'ને મારે આંગણે
હું તને જીત લાવી આપું !
તું આમ જ ઊડતી રે'ને મારે આંગણે
હું તને મીત લાવી આપું !
તું આમ જ ઝૂમતી રે'ને મારે આંગણે
હું તને પ્રીત લાવી આપું !

જિગીષા રાજ

-


20 MAR 2020 AT 12:09

સાંજની તાસીર પકડાતી નથી માળા ઉપર,
એક ચોખો લાવવામાં ક્યાં ચકી રઈ ગઈ હશે.

- જલદીપ ત્રિવેદી.

-


21 MAR AT 12:30

ચકલી

નાની પાંખોનું મોટું આકાશ એટલે ચકલી
મારા શૈશવનો શ્વાસ એટલે ચકલી
બાળકને મન કંઈક ખાસ એટલે ચકલી
રમકડાં કેરો અવકાશ એટલે ચકલી.
જેનz(ઝી)ની વાર્તામાં હોય ભલે રહેલી,
મારેતો એક વાસ્તવિકતા છે ચકલી.
ઘરનો ખૂણો કે ગોખલો કે છાજલી,
એ જગ્યાઓનો સાદ એટલે ચકલી.
વિલુપ્તતાને આરે જે નથી માત્ર એકલી,
અખિલ જગત નો આધાર એટલે ચકલી.

-