માંગી એને મારી પાસે,
મારા મન ની દોલત
" ભરોસો"-
સબંધના અંતની શરૂઆત હવે ખરેખર થાય છે
કે અપેક્ષાઓ એના થી હવે કમ થી કમતર થાય છે
કતલ ભલે ને કર પણ પ્રેમ તો નહીંજ
નાની અમસ્તી વાતનુંજ અહીં વતેસર થાય છે
તમેજ કહો, એના પર કરું ભરોસો?
માણસ એ વાત-વાતમાં તો સમ ખાય છે..
..... ©દિશા 'અઝલ'-
દુનિયા પર કરેલો ભરોસો જીંદગી માં ક્યારેય પણ તૂટી શકે છે,
પણ દુનિયા જેણે બનાવી છે એના પર કરેલો ભરોસો કદી નહીઁ તૂટે.-
વફાદારી ને ભરોસો બે વ્યક્તિઓ માટે હોય એવું જ લાગ્યુ છે.
ત્રીજાની હયાતી પણ અસર કરે, એ આજે સમજાયું છે.-
મારી આંખોની ઊંઘનાં ઊજાગરાનું કારણ..
મારી આંખોમાં આંસુના ઊભરાનું કારણ..
આ એક સંશય જ છે......
-
REALITY
ધણાં લોકો
ભરોસા માટે રડે છે.. 😔
તો ધણાં લોકો
ભરોસો કરીને રડે છે...!!-
થોડો ભરોસો ખુદ પર રાખી તો જો
બીજા ને તારા સંજોગ ની શી ખબર
સથવારો લઈ પોતાના નો
એક વાર તું ખુદ તારી મુસીબત
દૂર કરવા પ્રયત્ન કરી તો જો....
તારા પગરખાં છે તારે જ પહેરવાના છે
કોઈ ભલે મદદ કરી જાણે
પણ અંતે તારે જ ચાલવાનું છે જીવન માં
સાંભળી ને બધું, સમજી ને બધું, જોયા પછી
એક વાર ખુદ પર ભરોસો કરી તો જો....
કોઈક વાર સાચા તો કોઈક વાર ખોટા
પણ પડવાના છે નિર્ણય, શીખવા મળ્યું તે જાણી
આગળ વધતું જવાનું ધીમે ધીમે
એક ને એક ભૂલ પાછી ના દોરાવી,
એક વાર ખુદ ના નિર્ણય લઈ તો જો.....
-
હે માનવ..
તું કેમ આમ નિર્બળ બને છે.
પોતાના પ્રાણ આમ નાનકડી વાતમાં
આપી દે છે.
સમય પર તો ભરોસો રાખ.
-
મારી ઈચ્છાથી...
તને મારી કિતાબના બધા પાનાં સુધારાં વધારા કર્યા વગર વંચાવી
દિધા છે..હવે ,
મારા પર "ભરોસો"કરવો કે કેમ? એ
તારી ઈચ્છા..!-