QUOTES ON #પર્યાવરણ

#પર્યાવરણ quotes

Trending | Latest
6 JUN 2022 AT 14:05

આપે મીઠડો છાંયડો
રૂડો, ને લીલીછમ લાગે ધરતી
પણ રૂડી. વૃક્ષો થકી સચવાણી સ્વાસ્થય
ની સારી ગતિ, મીઠા ફળો ને મધુર એનો રસપાન.
અનેકો જરૂરતો પુરી કરે એ આપણી, વૃક્ષો નું સ્થાન
રાખો સવૅપરી. કરો જતન વૃક્ષો નું!અનેકો વેદના વેઠીને આપે છે,
એ મીઠો છાંયડો, ના ભુલો એમના અનેકો ઉપકારો, કોમળ કપંળુ
એનુ! કરીયે મીઠું પાન, હજી નીકળ્યું એ, ત્યાં જ આપણે બનાવીયે
એમને આહાર, કેમ કરીને ભુલાઈ એ, સુરજ નો તાપ વેઠી ને પણ કરે છે
આપણું જતન, કેમ વેરો એમના અંગળા, એ છે અનેકો નો આધાર. આમ
ના કર માનવી તું એને નાશ, જીવ! જગ પર કેમ કરીને રહી સકશે,
🌿🌿🌿 જો નહીં હોઈ વૃક્ષનો આધાર. 🌿🌿🌿

-


5 JUN 2022 AT 18:43

" ભમશું ડુંગળા આસમાની રંગના,
રાખોડી બફ્ફ વાદળ સંગે,

ઝુલુશું ડાળીઓ રાતી અડકેલી,
હરિયાળા કે સુષુપ્ત ફૂલો સંગે,

પવન લહેરાશે કેવો ધગધગતો,
ધુમાડે ચડે સળવળ વાળી સંગે,

તરંગી ટ્રાફિકે નભ દીઠશે કાળુંકાળું,
ધરા પર અગન જવાલા સંગે, "

હણાશે શું પર્યાવરણ સદીઓ પછી?
આવું નવપેઢીની કલ્પના સંગે,

શું આવી જ રચાશે કવિતાઓ ભાવિ?
બેરંગી નાદાન સ્વપ્ન સંગે..

-


5 JUN 2022 AT 12:11

કુદરત ના સાનિધ્યમાં ઘણાંખરાં પ્રશ્નોના ઉત્તર મળી જાય છે..

-


30 APR 2020 AT 11:51

હા માનું છું કે Lockdown થી જનજીવન ખોરવાયું છે
પણ Lockdown થી પર્યાવરણ ને ખુબ સારી અસર થઈ છે

-


5 JUN 2020 AT 10:08

જેનું જતન કરવું ઘડીભર ના ભુલાય,
આ એક દિવસનું તો નથી પર્યાવરણ.

-


5 JUN 2019 AT 12:05

કલરવ કુદરતી જ હોય...!
શીતળતા છાંયા ની જ હોય..!
વનસ્પતિ,ઔષધ,ફળો વૃક્ષો જ આપે...!
વૃક્ષ ધરતી નું આભૂષણ છે ને અલંકાર જિંદગીનો..!
હજુ વખત છે બચાવી લો...કુદરતી સંપત્તિઓ..!
મૂરખ માનવી પછી મથશે ડાઉનલોડ કરવા..!!

વિશ્વ પર્યાવરણ દિન-ઉજવીએ
વૃક્ષ વાવીએ...માત્ર ફોટોમાં નહીં...હકીકતે..!!

-


1 SEP 2021 AT 8:55

લાગણીના વૃક્ષનું જતન એટલી લગન
થી કરો કે એના ઘટાદાર છાંયડા
થી માંગણી તો શું એનો પડછાયો પણ
અદ્રશ્ય થઈ જાય.

-


5 JUN 2021 AT 11:51

કોઈની બળતરા નો કરવી!
એના ધુમાડાથી પણ
પર્યાવરણને નુકશાન થાય છે.
🌸🌱

-


11 JAN 2020 AT 23:36

ઓક્સિજન આટલો કિંમતી હોવા છતાંયે પણ આપણાં ને સાવ મફતમાં આપે છે એ ઝાડ... છતાં પણ એજ ઝાડ ને કાપતા માણસ ક્યાં ખચકાય છે....અને જીંદગીના અંતિમ સમય ટાંણે એજ ઓક્સિજન વહેચાતો લેતા માણસ ક્યાં શરમાય છે..

સાથ હોય કે શ્વાસ
મફતમાં મળતા ની કદર ક્યાં હોય છે
કદર તો ત્યારે જ થાય વાલા
જ્યારે એજ સમયનાં નાણાં ચુકવાય છે

-


16 FEB 2023 AT 22:19

હું છું પર્યાવરણ
હું હવા છું, હું જ વૃક્ષ છું.
હું જ સૃષ્ટિ નો ઉપહાર છું.
હું જ નિર્મળ જળ છું,
હું જ જગત નો આધાર છું.
સ્વચ્છતા સહિત વરદાન સમાન,
દુષિત થતા અભિશાપ છું.
શિક્ષિત અશિક્ષિત બધા જ કરી શકે,
એ જ સ્વચ્છતા નો જાપ હું !
મારામાં બધા નાદ છે.
હું જ સર્જન છું, હું જ સંગીત છું.
હું ચેતન – અચેતના સ્વરૂપ,
હું જ ધારાનો મીત છું.
સાંભળો ને સમજો માનવીઓ !
મારું અમૃત સમાન આવરણ.
હું જ પ્રકૃતિ પ્રબળ છું, હું છું પર્યાવરણ.

-