કૃષ્ણ પ્રેમી તરીકે સૌને ગમે ,
પતિ તરીકે કોણ જંખે !??-
પતિના ફેરા ત્રણ-ચાલશે,,ભાવશે,,ફાવશે,,
ચોથા ફેરે પત્ની કહેશે-"બસ એ મને ગમશે"
@mpandya
-
પત્નિઓ વિશે અને તેના ત્યાગ વિશે તો બહુ સાંભળ્યુ હશે આજે પતિ વિશે સાંભળો
૩૬૫ માથી ૩૨૦ દિવસ ટિફિન જમે તે પતિ
પોતાના ઘર મા ભાગ્યે જ જોવા મળે તે પતિ
પોતાનુ આખુ ઘર સંચાલન એક સ્ત્રી ને આપી દે તે પતિ
એક આખા કબાટ માંથી ફક્ત બે ખાના મા સંતોષ માને તે પતિ
પરિવાર અને પત્નિ ની લાગણીઓ વચ્ચે સેન્ડવીચ થાય તે પતિ
પ્રસંગે કે તહેવારે પોતાના માટે ખર્ચ કરે ન કરે પણ પત્નિ માટે નવા કપડા, દાગીના અચુક લે અને પાર્લર નો ખર્ચ વધારાનો
વેકેશન મા ફરવા જવા બે મહિના અગાઉ ખર્ચા નો પ્લાનિંગ કરે તે પતિ
ઓફિસ મા દિવસ આખો મગજમારી કરીને આવ્યા પછી પણ પત્નિ ને પ્રેમ થી બહાર લઇ જાય તે પતિ
અઠવાડિયું આખુ બહાર જમ્યો હોય તો પણ રવિવારે પણ પત્નિ ના સંતોષ ખાતર બહાર જમવા લઇ જાય તે પતિ
સંતાનો ની ફી અને ફ્યુચર માટે અનેક પ્રકાર ના દેવા કરે તે પતિ
ખુશી ખુશી પત્નિ ને પિયર મોકલી વેકેશન વગર ની લાઇફ જીવે તે પતિ
અને બધું જ કર્યા ઉપરાંત કંઇ ન જતાવી ને આ ફેસબુકીયા સમાજ ના મ્હેણા ખાય તે પતિ-
કાશ કે જીંદગી મારી એવી કમાલ રહે,
મોત આવે ને મનમાં ન કોઈ મલાલ રહે...
- Briyu
કાશ દરેક દીકરીની જીંદગી એવી કમાલ રહે ,,
મોત આવે એ સમયે પણ પિતા કે પતિની નહી ,
પોતાની ઓળખ સાથ રહે ..-
એક કવિની પત્ની એમને કહે છે :
તમે ક્યારેય પણ મને, "યુ આર સો હોટ" ... એવું કેમ નથી કહેતા ???
કવિએ જવાબ આપ્યો :
તને હોટ ના કહું, એમાં કાંઈ વાંક મારો નથી,
તું મારી પત્ની છે, કાંઈ થર્મોમીટરનો પારો નથી ...
બસ પછી શું ??? પતિ ચાર દિવસથી લોજમાં જમે છે ...
😀😀😀-
એક સારો પિતા બનવાની કોશિશ માં
એક સરળ પતિ બનાવનું કેમ ભૂલી જાય...
વારસામાં આપવા ઇમારત ખડી કરે,
પત્નીના પગના દુખાવાને ભૂલી જાય.
જવાબદારી બધી જ નિભાવે પિતાની,
પતિનું પણ પાત્ર છે તારું કેમ ભૂલી જાય?
જીદ બધી પૂરી કરવા માંડી પડે છે બાળકોની,
પત્નીની એક નાની જરૂરિયાત કેમ ભૂલી જાય?
બધું તારું ને તારા બાળકોનું,વધી જાય તો
પુરુષની જાતનું,
વર્ષોથી ઘરને સાચવીને બેઠેલી એ પત્નીને કેમ ભૂલી જાય??
માતા તો એ પણ બની છે,બાળકોને પાલવી એને રાખ્યા છે,
છતાંય પતિની બધી વાતોનું માન એ રાખે છે,
જ્યારે તારી વારી આવે તો કેમ ભુલી જાય?
એક સારો પિતા બનવાની કોશિશમાં
એક સરળ પતિ બનવાનું કેમ ભૂલી જાય?
-
પિતાએ બગીચામાં, પુત્રએ ડ્રોઈંગ રૂમમાં અને પતિએ બેડરૂમમાં પોતાના હોદ્દાને મૂકીને જવું જોઈએ.
#kunjkalrav-
પતિને કામવાળી પાછળ જતા જોઈ ને ઘરવાળી એ પૂછ્યું -
આ તમે શું કરો છો ? ત્યારે ડઘાઇ ગયેલા પતિએ યુક્તિપૂર્વક જવાબ આપ્યો, "તને કેટલી વાર કહ્યું છે તારા જુના પહેરેલ કપડા તું કામવાળીને ના આપ, મને તેમાં તુ જ દેખાય છે".
ત્યારે પત્નીએ હળવેથી જવાબ આપ્યો, "હું તમારી વાત સમજી શકું છું, મને પણ અનેક વખત દૂધવાળા માં તમે દેખાઈ ચુક્યા છો" !!!
પતિને તે દિવસે જમવાનું ન ભાવ્યુ. પત્ની એ તો લાડુ ખાધા.
😀😀😀-
પતિ નું દુઃખ........
આખા ગામ માં નરેન્દ્ર મોદી થઈ ને ફરતો હું.!
ન જાણે કેમ તારી સામે મનમોહન સિહં થઈ જાવછું...?
......પત્ની ને સમરપ્રિત-