આ ભીંત ની વાત તમે ખોટી કરી...
સાહેબ.
સાલુ, રોજ કંઈક ભટકાતુ 'તુ, આજે એનું નામ આવી ગયુ.
✍@Diglo_-
ખોટું બોલીને મિત્ર બનાવવા
કરતાં સાચું બોલીને દુશ્મન બનાવવો
સારો..કેમ કે "વિશ્વાસઘાત"તો નહીં થાય.!
-
પ્રયત્ન એવા મારા કે ,
પ્રશંસકો મળે ના મળે ,
પણ દુશ્મન કોઈ ક્યારેય ના બને.-
પડછાયાને ઘાયલ કરવો કંઈ રીતે.
હૈયાને ખોબામાં ભરવો કંઈ રીતે.
એકલો જ દુનિયાથી લડવા તૈયાર છું સાહેબ.
પણ દુશ્મન જ અંગત હોય તો લડવું કંઈ રીતે.-
"જીરાજ" કેવો સમય લાવ્યા કુદરત,
દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડશે..!
-✍️જીરાજ© 🙏-
કોને જઈને કહિશ તું જખ્મો તારા??!
ભલેને દોસ્ત ના સમજ,દુશ્મન સમજ તો પણ તારા!!-
હું તો દુનિયાની સામે એકલો જ લડવા તૈયાર છું,
આપણા દુશ્મન જ અંગત હોય તો લડવું કઈ રીતે...
પોતાના સ્વાર્થ માટે આપણી સામે સારો દેખાવ કરે,
આ સ્વાર્થી દુનિયામાં દુશ્મન વચ્ચે જીવવું કઈ રીતે....
દોસ્તને બધું કહિશ તો એ પણ મારાં દુશ્મન બનશે,
મારાં જખ્મોની વાત ને મુંજવણ કહેવું કઈ રીતે....
ચહેરા પર મુખોટા પહેરીને ફરે છે બધાં તો અત્યારે,
દોસ્ત કોણ અને દુશ્મન કોણ છે એ ઓળખવું કઈ રીતે.....
કેવો સમય આવી ગયો દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડી,
વર્ષોથી અબોલા હતાં એમની સાથે હવે બોલવું કઈ રીતે....
મિત્રતા કરી કે દુશ્મની નિભાવી એ જ ખબર ન પડી ,
મનની મથામણમાં તો હવે ખૂશ રહેવું પણ કઈ રીતે....-
ઈશ્વર દુશમનો હજાર દેજે
પણ મીંઢું બોલી પાછળ થી
વાર કરે એવા દોસ્ત ના દેજે-