QUOTES ON #દીપ

#દીપ quotes

Trending | Latest
12 APR 2019 AT 15:44

🔥
પ્રેમ
માન
સાથ
સંબંધ
સહકાર
કાળજી
લાગણી
સાંત્વના
દોસ્તી
ભાવ
*
બધું જ સાથે મળશે જયારે તમારાં શ્વાસ
કાર્ડિયોગ્રામ પર મપાતાં હશે..!

-


18 OCT 2017 AT 17:29

જેમ દવા કડવી હોવા છતાં અસરકારક નિવડશે...
તેમ દીપ દઝવાડશે તો ક્યારેક પ્રકાશ ફેલાવશે...

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


17 OCT 2017 AT 23:34

ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ
ચાલો આજે રિસાયેલા ને મનાવીએ

લૂછી ને આઁખો માં રહેલ ઉદાસી ને
ચાલો આજે ફરી હાસ્યરસ ફેલાવીએ

પરોવી ને હાથ હાથ માં ફરી થી
ચાલો આજે જખ્મો પર મલમ લગાવીએ

ભૂલી ને બધા દોષો હળીમળીને
ચાલો આજે સાથે દિવાળી મનાવીએ

પ્રેમ ના તાંતણા બાંધી દિલો માં
ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ

-


18 OCT 2017 AT 15:36

દીપ પ્રગટાવ્યાં દ્વારે,મન અજવાળ્યું નહી,
રોશનીથી ઘર ઝળહળ્યું,અંધારું ગયું નહી,
ધૂમાડાં આમતો લાખો રૂપીયાંનાં કર્યાં પણ,
એક પણ ભૂખ્યાંનું પેટ ભરી શકાયું નહી...

કેવી કરુણતા આપણાં સમાજ ની!!

-


28 FEB 2021 AT 22:24

પ્રગટાવશો જો દીપને પ્રેમથી, તો થશે અંધકારનો નાશ,
સળગાવશો જો ક્રોધથી તો જ્વાળા બની કરશે સર્વનાશ.

-


5 APR 2020 AT 20:32

પ્રગટાવી દો દીપ ઘર ઘરમાં,
રહો નહિ તમે કોરોનાના ડરમાં.

-


22 OCT 2020 AT 2:03

ક્ષિતિજે મળ્યા
ધરતી આભ એમ
જેમ હું ને તું

સાંજ વેળાએ
સૂરજ ચાંદો એમ
જેમ હું ને તું

વ્હેલી પરોઢે
પુષ્પ ઝાકળ એમ
જેમ હું ને તું

ઈશ્વર સાખે
દિપક જ્યોતિ એમ
જેમ હું ને તું

શ્વસે વિશ્વાસે
પ્રાણ તનમાં એમ
જેમ હું ને તું

-


5 APR 2020 AT 21:13

પ્રગટી ગયો છે જો દીપ હવે,
કોરોના ને કહો કે ભાગ હવે.

-


18 OCT 2017 AT 17:39

દીપ બની અજવાળા પાથરી જોજો,
રોશની લૂંટનારા હજારો બેઠા હશે...!!!

-


11 JUN 2020 AT 21:49

દુનિયા નમી
જેની વાણીમાં અમી
દીપને ગમી

-