કેવાં કેવાં વાકયો બઘાં લઈ આવે છે
અહીં સહુ દુઃખી લોકો મેળો રોજ ભરાય છે. ખોબે ખોબે પાણી ઉલેચવા-
હવે નથી રહ્યું આ આંખ માં પાણી રણ બની બેઠો છે દરિયો.
લાખ તુફાનો સમાવી ખુદ માં છતાં શાંત બની બેઠો છે દરિયો...-
મે દરિયા પાસેથી શીખ્યું છે વિશાળતા દેખાડવાની..
પણ દરિયાની ગહેરાઈ તો ફક્ત તેમાં જ સમાવવાની 🙏🏻-
દંભી રે દુનિયાના શોર કરતા,
ઘુઘવાટા કરતો' લાગે છે રૂડો દરિયો.
ના સંઘરતો પોતાની ભીતર કાઈ,
કિનારે' કિનારો કરે છે દરિયો.
શબદ ની માજા ને નથી હોતા તટ,
પોતાની માજા ના વિહરતો દરિયો.
અભરખા હંધાય તળે પડ્યાં,!
એની ઊંડાણે કેટલો શાંત છે દરિયો.
.
જો મને કોઈ પૂછે કેવો છે દરિયો? તો હું કહું!
ભીતર કોઈ આંખ રડે છે એટલે ખારો છે દરિયો.
🍁-
ઓલા દરિયા નો તો ઝાઝો છે પાણી નો ઠઠારો
ને છતાંય ક્યારેય તમારી તરસ ના છિપાવે ઈ નઠારો ..
-
રણમાં ખીલ્યું ગુલાબ ...
ને દરિયામાં પડ્યો ખાડો ..
તારો થયો હું ગુલામ
ને ખુલ્લાં દિલને કર્યો મેં વાડો ..-
આબ આંખો માં ભરી ગયો એ દરિયો,
કિનારે જ રાખી મને ડુબાડી ગયો એ દરિયો.-
તારાં નામનાં નીરથી છલોછલ...
મારાં પ્રેમનાં દરિયામાં ઉછળતી લાગણીંઓનાં મોજા
તે... જોયા જ હશે.. એ પહેલી મુલાકાતે..!-
નાનો એવો વિષાણુ
બધાથી મોટો થઈ ગયો ,
વિસ્તરતો હતો દરિયો,
હવે બંધ લોટો થઈ ગયો..-
આંસુઓ ને વહેવા નો એક રસ્તો મળી જાય,
એક માત્ર જો તારા નામ નો દરિયો મળી જાય .
-