ગોવર્ધન પર્વત એક આંગળી થી પકડી
વાંસળી ના સુર થી મન સૌનુ મહેકાવાતો-
કેવું સોહે માધવ મુગટ મોરપીંછને સાથ,
મોરપીંછ વગર અધુરો રહે માધવનો શણગાર...
કેમ ધરે માધવ મોરપીંછ વાત કહું આજ,
માત્ર મોરપીંછ શા માટે માધવના શિરનો તાજ...?
એક માત્ર મોર કે જેમા બ્રહ્મચયૅનો વાસ,
વાસના રહિત રહે જે શિર પર કરે એ રાજ...
કાનુડાની બંસરી પર મુગ્ધ બની ઝુમે મયુર અપાર,
રાધાજીનું પ્રેમ પ્રતીક માટે શિરે ધરે શ્રીગોપાલ...
મોરપીંછના રંગો પણ શીખવે જીવન સાર,
ઘેરા-આછા રંગસમ સુખ-દુઃખનો કરો સ્વીકાર...
તરૂ મિસ્ત્રી ( સુરત)-
રાધાને કાનનો પ્રેમ કયાં વિસરાય છે,
રાધાના હર રોમમાં કૃષ્ણ સમાય છે.
રાધાના હ્દયમા કૃષ્ણ જ એક નામ છે,
કૃષ્ણની પ્રેમ સમાધિમાં રાધાજપ નામ છે.
જમનાના તટ પર ગોપીરાસ રચાય છે,
કૃષ્ણનાં બંસી સૂરમાં રાધા નાદ સંભળાય છે.
કૃષ્ણનાં પ્રેમહ્દયમાં રાધા સમાય છે
તેથી ગરમદુગ્ધથી કાયા દઝાય છે.
એક નજરથી રાધા કાન અલગ જણાય છે,
પણ સાચે રાધાકાન એક જ મનાય છે.
પ્રેમ તો રાધાકૃષ્ણનો અમર ગણાય છે ,
નામમાં પણ રાધા વિણ કૃષ્ણ આધા જણાય છે.
નિર્મળ નિર્દોષ પ્રેમની આજે અોછપ જણાય છે,
એટલે જ પાક પ્રેમ આજે બદનામ ગણાય છે.-
કાનુડા તને ફરી યાદ કરી એ..
તને કેમ અમે ફરિયાદ કરી એ..
મામા કંસનો ઉધ્ધાર કર્યો
માસી પૂતનાનો સંહાર કર્યો
એમના કર્મોનો હિસાબ કર્યો
એમાં તને કેમ ફરિયાદ કરી એ..
હા.. કાનુડા તને ફરી યાદ કરી એ..
કેસર ચંદનનો સ્વીકાર કર્યો
કુબ્જા ની કુરૂપતા ને વર્યો
એની સેવાનો સ્વીકાર કર્યો
એમાં તને કેમ ફરિયાદ કરી એ ...
હા.. કાનુડા તને ફરી યાદ કરી એ..
તાંદુલ નો સ્વીકાર કર્યો
સુદામા ને ખૂબ સત્કાર્યો
દરિદ્રતા નો ભાર ઉતાર્યો
એમાં તને કેમ ફરિયાદ કરી એ..
હા.. કાનુડા તને ફરી યાદ કરી એ...🙏🏻
-
રહું દિન રાત પ્રેમમાં તોય વૈરાગી કહેવાઉં,
શ્યામ તારા પ્રેમમાં હું ડુબૂ તોય તરી જાઉં...!!-
તું કૃષ્ણ, તું નાથ, તું તારણહાર છે
તું લાલ, તું કાળોકાન, તું માખણચોર છે
તું શ્યામ, તું નટખટ, તું રણછોડ છે
તું મનોહર, તું સંહારક, તું સર્જનહાર છે..!
તું ગોવાળ, તું ગિરિધર, તું નંદ નો લાલ છે
તું ગોવિંદ, તું ગોપાલ, તું રાધા નો પ્રાણ છે..!
તું ગોપી પ્રિય, તું બ્રિજવાસી, તું શ્રીનાથ છે
તું મીરાં પ્રભુ , તું બંસીનાથ, તું રુકમણી પતી છે..!
તું શ્રેષ્ઠ, તું દુઃખહરતા, તું માર્ગ ચિંધનાર છે
તું પ્રેમ, તું સખા, તું મને જાણનાર છે..!!-
નયન મતવાલા વ્હાલા ના પેચ લડાવે કૃષ્ણ કાનુડો
ગોપીયું લજાયે કરી નીચી નજર..
ચૂકવી નજર હૈયું ઉડાવી લઇ જાય કૃષ્ણ શામળો..-
यमुना कांठे रास रचावे, मारो कानुडो,
बंसी मधुर वगाडे छे, छलिया कानुडो,
माटकी फोड़े-माखन चोरे, हाथ नही आवै,
राक्षसों नो दमन करै छे नानो कानुडो,
भक्तों ना हृदय मां वसी सतावै कानुडो,
यमुना तीरे रास रचावै नटखट कानुडो.
🙏🙏जै श्री राधाकृष्ण🙏🙏-