ભૂલો ને ક્યાં ભાન હોય છે
બીજાની વર્તાય, પોતાની પર ક્યાં ધ્યાન હોય છે.
માણસોને પણ પોતાના ક્યાં ચહેરા હોય છે
મીઠાશ હોય કે કડવાશ, બધાનાં જ અહીં મુખોટા હોય છે.
સંબંધોના નામે પણ કેટલાં ધતિંગ હોય છે
સ્વાર્થે ચાલતો વહેવાર અને પોતાના જ પારકાં હોય છે.
જિંદગીના નામે પસાર થતો સમય હોય છે,
એકલવાયું જીવન અને મૃત્યુ સાથે પણ મૈત્રી હોય છે.
-
जो थम गए...
तो कुछ नहीं..!!✍️
👉 राजस्थानी..😜
👉 દિલ થી ગુજરાતી..❤️
👉 કા... read more
હૈયે થી નીકળેલી લાગણીઓ સજાવતી હું
કલમ અને શાહી સાથે એને કંડોરતી હું..!!-
મૃગજળ સમી આ જીંદગી,
વહેમ સાથે જ જીવવાનું છે..!
બહું ઉમ્મીદ નાં રાખો અહિં,
જાતે જ પડી ને ઉઠવાનું છે..!-
માંડીશ ને જ્યારે સરવાળો જીંદગી નો
ત્યારે શેષ બચીશ એ તુ જ હોઈશ..
જ્યારે પણ ખાલીપો અનુભવીશ ને
ત્યારે મને પુર્ણ કરવા તુ જ હોઈશ..
વિચારો નાં શૂન્યાવકાશ માં ઘેરાઇશ ને
ત્યારે અંનત બસ તુ જ હોઈશ..
જીવન જ્યારે બોજ લાગવા માંડશે ને
ત્યારે એક હળવાશ તુ જ હોઈશ..
અંતીમ શ્વાસ લેશે ને જ્યારે આ ખોળિયું
ત્યારે આંખો સમક્ષ બસ તુ જ હોઈશ..
કાલે પણ તુ જ હતો ને આજે પણ અને
હું છુ ત્યાં સુધી મારા માં બસ તુ જ હોઈશ..-
કેહવાય છે ને કે અમુક લોકો અચાનક જ મળતા હોય છે અને lifetime માટે તમારા અંગત બની જતા હોય છે....તમે એ જ વ્યક્તિ છો...એક સુંદર લેખિકા ની સાથો સાથ સુંદર અને નિખાલસ વ્યક્તિ છો જે ક્યારેય કોઈની નિસ્વાર્થ મદદ કરવામાં પાછું નથી જોતાં...તમારા જન્મદિવસે તમને world ની બધી ખુશીઓ અને સફળતાઓ તમને મળે એવી પ્રભુ ને પ્રાર્થના...
Wishing u a very Happy Birthday to dear Jagu Di...U r the most amazing person I ever meet...Thank u so much for everything...Keep smiling...Lots of love to u...🎂❤️-
આજે ફરી જબરદસ્તી થઈ, આજે ફરી એ કાંઇ ના કરી શકી કે કહી શકી. તન થી વિખેરાયેલી સ્નેહા મન થી પણ સાવ વિખેરાય ચૂકી હતી.
આજે એણે નક્કી કરી જ નાખ્યું કે મમ્મી ને કહેશે જ.
ફોન લગાડી ને બધું જણાવ્યું એણે એની મમ્મી ને,
મમ્મી એ કીધું," ચુપ રહે, એમ નાં બોલીશ અને કોઈ ને કહેતી પણ નહીં, એ 'પતિ' છે તારો."-
આજ મન કહે છે મારું કે હવા બની જવ
અદ્રશ્ય થઇને હું તારી પાસે આવી જવ
તારા ચહેરા પર સુંવાળો એ સ્પર્શ કરી લવ
થોડી અંચાઇ કરી ને તારો હાથ ઝાલી લવ
વિખરાયેલા આંસુઓને પળ માં સુકાવી દવ
પછી તારા હોઠો પર સુંદર સ્મિત સજાવી દવ
રોકાઈ થોડી વાર તારો અવાજ સાંભળી લવ
વીતેલી એ ક્ષણો ને ફરી ભરપૂર હું માણી લવ
સમયને પાછો વાળી પ્રેમ નાં બે પળ જીવી લવ
મન ભરી નિહાળી મારા લોચન હું બિડી લવ
વધારે નહીં એક વાર ફરી તને મળી જવ
આજ મન કહે છે મારું કે હવા બની જવ-
कोई नज़्म लिखूं मैं तुम्हारी मुस्कराहट पे
तुम्हे नज़र तो नहीं लग जाएगी ना..??
दुनिया से लड़ जाऊ मैं तुम्हे पाने के लिए
तुम उम्र भर का साथ तो दोगे ना..??
आके बैठो ना मेरे सामने तुम्हे नज़रो में भरलु
पर तुम इनकार तो नहीं करोगें ना..??
बाहों में भर के तुम्हे, एक उम्र गुजारलु
ये साँसे मेरी कम तो नहीं पड़ेगी ना..???
-
આજે મારું ફળિયું મને બોલાવે છે
બાળપણ ની યાદો ને તાજી કરાવે છે
પા પા પગલી થી ધીંગામસ્તી સુધી
પકડાપકડી થી દોડકૂદ અને પડવા ની,
બધી શરારત ને ફરી જીવંત કરાવે છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
ચૂંદડી ની સાડી બનાવી ને પહેરતી
ક્યારેક ઘરઘરતા તો ક્યારેક શિક્ષક બનતી,
મારી શાળા નાં ઓરડા ફરીયાદ કરે છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
બેનપણીઓ સાથે ની કચ કચ
ક્યારેક કિટ્ટા તો ક્યારેક બૂચ્ચા,
જૂનાં દિવસો માં ફરી ખેંચી જાય છે
આજે મારું ફળિયું મને બોલાવે છે..!
-