સાથે બીજુ બધુ પણ લાવ્યો.
પેહલા તો બસ ગરમી જ હતી,
પણ હવે કોરોના થી રૂબરૂ કરાવ્યો.
વાક્શન માની ને મસ્ત આમરસ પીતા,
પણ હવે એવું કરતા પણ ગભરવ્યો.
હા સાચે વીનાશ કારી ઉનાળો કહે છે હું આવ્યો.-
ઉનાળો આવ્યો છે તો સારુ છે
બાકી જો શિયાળો હોત અને
આ આત્મનિર્ભર થવાનુ આવ્યું હોત તો
ગરમ પાણી મુકાવામા જ
આપણે ઘણું સાંભળવુ પડત😂
મોટા ભાઈ-
સૂરજ પર સવાર થઈ ને,
રે આવ્યો કાળઝાળ ઉનાળો...
પ્રસ્વેદબિંદુથી ભીંજવતો,
રે આવ્યો કોઈ જોગી જટાળો...
સૂકાઈ ગયાં સર્વે વૃક્ષો ને,
રે ફૂલ્યોફાલ્યો ફક્ત ગરમાળો...
સૂકાયાં ધરતી કેરાં નીર,
રે પંખીઓએ તો ભર્યો ઉચાળો...
વનવગડાં સૂના પડ્યાં ને,
રે સૂની-સૂની દીઠી સરવર પાળો...
કુંજે ટહૂકતી કોયલડી ને,
રે લાવ્યો કાચાં-પાકાં કેરીનાં ફળો...
વેકેશનનો આનંદ લૂંટવાં,
રે જામ્યો મામાને ઘેર બાળમેળો...
રંગબેરંગી ચાસણીથી તરબોળ,
રે લાવ્યો ઠંડો-ઠંડો બરફનો ગોળો...
ખાલીખમ ભાસતી સડકો,
રે આવ્યો ધોમધખતો ઉનાળો...-
ઉનાળો તું ,આવ્યો, ખાલી
ગરમ સડકોને, સન્નાટો બાકી
ક્યાં છે? તડબૂચના લાલચંદરવા
ને શેરડીના કોલા ખાલી ખાલી
ઠંડા બરફના ગોળાની ચુસકી
મધુરમિલન એ રાત વિનાની
રંગબેરંગી શરબત પીણાની
કોકાકોલા, પેપ્સી, લીમ્કાની
નીંદર માં પણ તાણા તાણી
ગુલ્ફી વિના છે ખાલી ખાલી
પરસેવાથી રેબઝેબ પાણી પાણી
ઉપર ભારી છે, કોરોના મહારાણી
ગરમ સડકોને સન્નાટો બાકી
લાગે ફીક્કો, લાગે ખાલી
આવ્યો ભલે તો સહેજે જાણી
કોરોના ને દે જે મારી.....!!!
-Bindu✍️
********-
કોરોનાની મહામારી માં ફસાયો શિયાળો,
ને આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
થીજી ગયેલા અર્થતંત્રને ગરમાહટ આપવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
થંભી ગયેલા જનજીવન ને ધબકતું કરવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
મૂંગા બની ગયેલા આ શહેરોને વાચા આપવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
બંધ પડેલા ઉદ્યોગો ને ફરી દોડતા કરવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
લોકડાઉન માં કંટાળેલાને કેરીનો આસ્વાદ આપવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
ખોવાઈ ગયેલા આઈસ્ક્રિમ-શ્રીખંડ ને માણવા,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
દુર્લભ બનેલા રંગબેરંગી બરફગોલા ને લઇ,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
ઘરમાં બેસી હેબતાઈ ગયેલી પ્રજા માટે નવો સંદેશ લઇ,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે બહાર જવાની મંજૂરી લઇ,
આ ઘગધગતો ઉનાળો કહે હું આવ્યો,
જોમ જુસ્સો અકબંધ રાખી કોરોના ને હરાવવા,
આ ઘગઘગતો ઉનાળો કહે હું આવ્યો..!-
// ગરમી //
ગરમીના ગોટલા 'ને તડકાનું તડબૂચ..
કિરણોનું કચુંબર કર્યું છે મેં...
હાશકારો ન હામમાં લાલ એવી લાય..
સૂતરનું અંગીકરણ કર્યું છે મેં..
કાચી કેરીનો કશ'ને લીંબુનો નિચોડ,
હાઇડ્રરિકનું જોગણ કર્યું છે મેં..
અકરામણનું ઓસડ એ એસી ભલે,
બીલનું ચિંતામણ કર્યું છે મેં..
પંખીને માળો 'ને મુજને ઘર મંઝિલ..
પસીને તળબળ તરણ કર્યું છે મેં.
હું હું ન્યારો કહેતો આ ઉનાળો ભલે,
વાદળોને નિમંત્રણ દીધું છે મેં..-
થોભીજા તું ઉનાળો કોરોના માં હું ફસાયો
દિનચર્યાની ક્યાં વાત કરું ઘરમાં હું ફસાયો
અન્નની છે મોકાણ ને ઉપર પાણીનો વહેપાર
ધગધગતો તું ગોળો છે, તારા અગનમાં હું ફસાયો
એક નહીં બે નહીં મહીનાઓ સાત સાત થયાં
હજી ક્યાં છે છૂટકારો આ ફંદામાં હું ફસાયો
જોયો નથી કે માણ્યો નથી એવો આ છે ઉનાળો
ભુતીયા નગર જેવો તું ભાસે, કુંડાળામાં હું ફસાયો
આવ્યો છે તો ભલે આવતો, ઉનાળો તું બળબળતો
રહેમ કરજે તું બિંદુ પર આ , મોતમાં હું ફસાયો
-
Thandi ni humf vatavi... baaf laine aavyo ..
Rajai mukai gai madiye.... sutraau ni chadar laine aavyo ...
Tharr tharr mathi ... baap re su garmi ... eva vahen laine aavyo ...-