QUOTES ON #અષાઢીબીજ

#અષાઢીબીજ quotes

Trending | Latest
23 JUN 2020 AT 0:18

સૌથી પહેલા તો અષાઢી બીજનાં જય માતાજી 🙏
શા માટે અષાઢી બીજ કચ્છ તેમજ જાડેજા કુળ માટે નવું વર્ષ ?
આવો ચર્ચા કરીએ....
જામ જાડાજી ને પુત્રની પ્રાપ્તી ના હોવાથી તેઓએ ભાઈનાં પુત્ર લાખાજીને દત્તક લીધાં.
પાછળથી જામ જાડાજીને પુત્રનો જન્મ થયો કુંવર મોટા થતાં જામ લાખાજી અને કુંવર ઘાના વચ્ચે તકરાર સરૂ થતાં જામ લાખાજી પોતાના બેલ્ડા ભાઈ લાખિયાર સાથે કચ્છમાં આગમન કર્યું અને લાખિયારનાં નામ પરથી ઈ.1149મા કચ્છમાં એક ગામ નું તોરણ બાંધે છે. અને ત્યારથી અષાઢી બીજ કચ્છીઓ અને જાડેજાઓ નું નવું વર્ષ છે.
બીજી કથા અનુસાર જામ લાખા ફુલાણી ને પિતા દ્વારા દેશ નીકાલો દેવામાં આવે છે (તેમના પિતાના કોક કાન ભરે છે તે કારણે) અને સમગ્ર કચ્છ દેશમાં દુષ્કાળની સ્થિતી સર્જાઈ છે, જેથી તેઓને કચ્છ માં પાછા લાવવામાં આવે છે અને તે દિવસે સમગ્ર કચ્છમાં ખુબ સરસ વરસાદ આવે છે અને કચ્છ ફરી પાછું ખીલી ઊઠે છે... તેથી પણ આ દિવસ ને નૂતન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે...
🙏માં આશાપુરા આવનારા વર્ષમાં પણ આપડા બધા પર આવી કૃપા બનાવી રાખે.🙏

-


4 JUL 2019 AT 12:04

અષાઢી બીજે આવી મિલન ની ઘડી રળિયામણી,
જુઓ સાક્ષાત જગન્નાથ આવ્યા છે એમના ભક્તો ભણી...

-


12 JUL 2021 AT 10:17

भल घोडा काठी भला पेनीढक परवेश।
राजा जदुवंशरा डोलरीयो कच्छ देश।

-


12 JUL 2021 AT 14:29


હવે
ચોમાસું
શરુ થયું
આવી અષાઢી
બીજ ચમકારા
કરતી વીજલડી
વરસશે વરસાદ
અનરાધાર ધરતીમાં
લીલુડી ચુંદલડી ઓઢીને
આવરણ પાથરશે મેહુલો...
(અષાઢી બીજ)

-


12 JUL 2021 AT 13:15

કચ્છ તથા હાલાર જાડેજા પરિવારનું આજે નવું વર્ષ હોય તેથી મોડેરજામ તથા અબડાવીર ડાડા સૌનું જીવન મંગલમય રાખે તથા આનંદી અને સુખમય થાય એવી પ્રાર્થના.

પૂરા ગુજરાતી પરિવાર ને જગન્નાથ એવા દ્વારકાધીશ કૃષ્ણ સદા સહાયતા કરે અને સદા હસતાં અને પ્રફુલ્લિત રાખે🙏

-


12 JUL 2021 AT 11:20

આવળ બાવળ બોરડી,ફૂલ કંઢાને કખ!
હલ હોથલ કચ્છડે,જેત માડુ સવા લખ!
એવા જગરૂડાં કચ્છ પ્રદેશના નૂતનવર્ષે અષાઢીબીજ તેમજ જગનિયંતા ભગવાન શ્રીશ્રી જગન્નાથજીની જગપ્રસિદ્ધ રથયાત્રાના આજના પવિત્ર અવસરે લખ લખ વધાઈયું સાથે અત્યંત ભાવપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અઢળક ખુશીઓ સાથે ઉન્નત જીવન,પરમ સૌભાગ્યઅને નિરામય દીર્ઘાયુ માટે ખરા અંતઃકરણથી જયમાતાજી!
🙏💫


-



અષાઢી બીજે
જગન્નાથજી પ્રભુ
નગરયાત્રા...!

-


23 JUN 2020 AT 9:12

મોર ટહુક્યા, ઝબકી વીજ, એ તો અલગ ચીજ, પણ
આજે જ કેમ સાંભર્યા આપ એ તો જાણે અષાઢી બીજ

-


4 JUL 2019 AT 12:25

મળવાને રાધા ય બની છે કાન્હ ઘેલી,
હૈયે એના વરસી રહી છે વિરહની હેલી.

-


12 JUL 2021 AT 12:26

આવી આવી અષાઢી બીજ ,
અવસર આવ્યો કંઈ અનેરો. . . મારા વાહ્લા !!
આજ નિકળ્યા જગ ના નાથ ,
મારા ભગવાન નગર પરિભ્રમણ માં . . . મારા વાહ્લા !!
હું પણ છું એની સાથ ,
આજ તું વરસ જો મેહુલ્યા મન મૂકીને . . . મારા વાહ્લા !!
તો મારા ભગવાન પણ ભીંજાઈ
અને હું પણ છું સજ્જ ભીંજાવા દિલ થી . . . મારા વાહ્લા !!

આષાઢી બીજ ના સૌને જય શ્રી કૃષ્ણ 🙏
અને શુભકામનાઓ 🙏

-