સ્વમાની માણસને તેના સ્વમાનનો
નશો હોય છે ...-
અંધકારને ઉજાસનો ભય હંમેશ રહેશે પણ,
ચાંદ પાસે આજ લગી યે ખુદની ખુદ્દારી નથી
ઠેરઠેર જોયાં ભગવાનને ઘાટ આપતાં લોકોને,
અફસોસ કે પોતાની જાતના કોઈ કુંભારી નથી
રમી ગયાં લોક સંબંધોમાં કબડ્ડી તણી રમતો,
અભિમાન છે હું કોઈના સ્વમાનનો જુગારી નથી
ઝરતી લૂ'માં વીંઝણો બની ગયાં અમે સાહેબ,
એટલે જ હૈયાની ઠંડકે બળબળતી ઉધારી નથી
ટેવ છે કે કદી કો'ના ખોટાં ગુણ આંક્યાં નથી,
ખેદ છે આ ટેવને મેં હજી લગી યે સુધારી નથી
હજી સુધી તો ખુશ નસીબ છે આ કાગળ કે,
હૃદયમાં વહેતી પીડાને કલમ થકી ઉતારી નથી.
એવું નથી કે માણસાઈ ખૂટી છે જગમાંથી પણ,
'જીનલ' માણસાઈથી વધીને માણસની પૂજારી નથી.-
નેવે મૂકી મારા સ્વમાનનું પોટલું,
તારો પ્રેમ પામવા, હું તો નહિ આવું....!
ખંખેરી નાખી મારી ઇચ્છાઓનું ટોપલું,
આપણો સંબંધ બાંધવા, હું તો નહિ આવું..!
ભૂંસી નાખી મારા શમણાંઓ ના ચિત્રો,
તારી દુનિયા રંગવા, હું તો નહિ આવું..!
ઓસરી જઇ મારી આદતોની નાદાનીઓ,
માત્ર તારા પગલે ચાલવા, હું તો નહિ આવું..!
અળગી કરી દઈ ખુદ પોતાની જાતને,
આપણી કહાની રચવા, હું તો નહિ આવું...!
કાપી લઈ મારી આકાંક્ષાઓ ની પાંખો,
તારા સ્વાર્થની ઉડાન ભરવા, હું તો નહિ આવું..!
-
સ્પર્શ જો પ્રેમથી હોય, તો હું લજામણી જેવી છું,
સ્વીકાર દિલથી હોય, તો હું ગંગાજળ જેવી છું.
હોય જો તું આકાશે તારાઓનો સમૂહ,!
તો આભા-મંડળની હું ચમકતી બીજ જેવી છું.
ને હોય જો તું કાળી રાતનું ઘનઘોર અંધારું,
તો આભલિયે હું પૂનમ 'ચાંદ' જેવી છું.
લાગે લાવા જંગલે જો અતિશય વિકરાળ,
તો સાદળ સંગ હું સલાઈ જેવી છું.
વરસે જો શ્રાવણે તું અમી સમાન આકાશેથી,
ઓઢી ધાબળ લીલુડી! હું ધરતી જેવી છું.
વસે છે ઘણાને' નયનને દંભી દુનિયા,
ખટકે આંખોએ' હું કણા જેવી છુ.
ને' ના છંનછેળ મને તું અબળા જાણી,!
ખીજે હું ગીર સાવજ નાર જેવી છું.
🍁-
તમારા એક બોલ પર ઘણાં હશે જે
માથું ઉતારી લે કે માથું ઉતારી દે..
પણ એવા ઘણાં ઓછા છે જે માથું
વગર વાંકે સ્વમાન ભૂલી ઝુકાવી દે..-
અભિમાન જરાય પણ નથી
કહું જ છું કે પ્રેમ છે,
પણ નજરઅંદાજ તમે કરો તો
સ્વમાન મારું પણ છે..!-
હું તો simple વ્યક્તિ છું..
ના કોઈ માન માંગુ ના અભિમાન કરું.,
પણ સ્વમાન છે મને અઢળક ભરીને !
સદાય તત્પર મદદ કરવા લોકો ને હું.,
છે દિલ મારુ ભોળું અને જીવ મારો સંતોષી.,
બસ સારાં કર્મો કર્યાં કરું જ્યાં સુધી આ શ્વાસ છે.,
કોઈ મોભા ની કયાં મને આસ છે !-
ના મારે દાનવીર થવું કે ના મારે માંગણ થવું,
મારે તો સ્વમાનથી મારુ ઘર ચલાવનાર થવું..-
જરૂર હોય ત્યારે જ સાથે ન હોય..
એવાં સાથી શું કામ ના..!!!
રાહ કોઈ પણ હોય..
અઘરું છે એકલાં ચાલવું
પણ અશક્ય નહિ..!!
ખોટાં વહેમ માં ન જીવવું ...
બેશક કડવી હોય.. પણ જો સ્વિકારી લ્યો.. તો વાસ્તવિક્તાથી સુંદર કોઈ નહિ..અને જો ન સ્વીકારો..તો વહેમ થી ખરાબ કાઈ જ નઈ..!!
નથી નાખતું કોઈ અન્ય તમારા પતન નો પાયો..
ક્યાંક લાગણી તો ક્યાંક મુર્ખામી, ક્યાંક આશા તો ક્યાંક અપેક્ષા.. ક્યાંક અહમ તો ક્યાંક વહમ..
આપણે ખુદ જ ખોદિયે છિયે.. આપડા દુઃખ નો ખાડો..
બહુ કઠોર ન બનવું..પણ હૃદય ને વધુ કોમળ કે નાજુક પણ ન રાખવું.. મતલબ ની આ દુનિયા માં બસ દરેક રમત છે શબ્દો અને લાગણી ની..!!!-