જોને, લાગણીઓનો પણ કેવો પ્રભાવ હોય છે,
કોઈ ની ગેરહાજરી માં પણ હાજર રાખતું દિલ થી દિલ નું જોડાણ હોય છે..
જોને, ભાવનાઓનો પણ કેવો સ્વભાવ હોય છે,
બસ થોડા સ્નેહ ની આશા અને સામે અઢળક વ્હાલનું વેચાણ હોય છે..
જોને, સમજણનો પણ કેવો સમભાવ હોય છે,
હૈયું અને મન બંને ના સંગાથ થી સંજોગો સામે ઝઝૂમવા સહકાર નું સપ્રમાણ હોય છે..
જોને, આત્મીયતાનો પણ કેવો પ્રતિભાવ હોય છે,
જ્યાં પોતાપણા ના અહેસાસ માં વધારો અને એકમેક પ્રત્યે ના લગાવમાં ઊંડાણ હોય છે..
જોને, સમર્પણનો પણ કેવો સદભાવ હોય છે,
'હું ' અને ' મારું' ની બાદબાકી થઈ જાય અને અન્યના હિત નું સહર્ષ બંધાણ હોય છે...
-
ભીતરમાં હું આગ લગાવી બેઠો છું
બેકાબુ મનની હૃદય પર ધાક જમાવી બેઠો છું
ફસાયા છે અઢળક વિચારો દાવાનળમાં,
વિચારે વિચારે જ્વાલા જલાવી બેઠો છું
શું થશે ? કેવું થશે,કેમનું થશે કાલે ?
એમાંજ અનમોલ આજને હોમાવી બેઠો છું
જાણું છું જે કાંઈ થશે સારું થશે,
પણ સમજણને અધ્ધર માળીયે ચડાવી બેઠો છું
મળે તો આવજો,સમજણરૂપી ઠારણ લઈને,
નહીં માનો,અહીં અંગે અંગ દઝાવી બેઠો છું...!!!-
બહારથી ખુશ ને અંદરથી ટુટેલો છું,
કેમ કરી સમજાવું ખુદ ને,
હું ખુદથી એ રૂઠેલો છું...!!!!-
સમયને અહીં કોઈ અવરોધ નથી હોતો,
મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો
જે કર્યું એ તો ભોગવવું જ રહ્યું,
કર્મફળ થી ઊંચો કોઈ નિયમ નથી હોતો
મુસીબતો તો કેટલીયે આવે ને જાય આ ખેલમાં,
અહીં સમજણથી ભલો કોઈ ગુણ નથી હોતો
શાને ફાંફાં મારે અહીં પોતાનાઓની શોધમાં,
ખુદથી ખરો આ દુનિયામાં કોઈ રાહદારી નથી હોતો
'જિગર' કહે જીવન તો જંગ છે ને આપણે લડવું રહ્યું,
આત્મવિશ્વાસથી મોટો જંગમાં કોઈ સાથી નથી હોતો...!!!-
બેસ મારી સામે બે ઘડી અને' મૌન ને બોલવા દે,
સમજ આંખોની ભાષા તો ઠીક, નહીંતર આમજ ચાલવા દે.
હું જાણું છું કે તું શબ્દો બોલ થી મારા મનને વીંધી શકીશ!
પણ જોજો' ત્યાં પેલાથી જ કોઈ બેઠું છે એને ના મરવા દે.
આમ તો પલળી જાઉં છું વગર વરસાદે તારી વાતોમાં,
પણ! દિલ તો પહેલેથી જ ભીંજાયેલું છે એને ના સુકાવા દે.
કશુક કરામત આ દાજલ હૈયાની પણ રહી છે "ચાંદ"
તે પાનખર નો મોર છે!! એને આમ ના નાચવા દે.
🍁
-
ધરા ઉદર ખોતરિયે, લાવા સંગ હીરા નીકળે.
માનવ ઉદર ચીરીએ, દુવા સંગ હાઈ નીકળે.
ને' ફંફોળીએ દરિયો, દિલના ઊંડાણથી,
તો' કાસમની, વીજળી-વહાણ નીકળે.
ને' સંઘરીયું ખોબલે-ખોબલે આખુંય આઈખુ,
અંતે' કીડી નું સાચવલ, તેતર'નું નીકળે.
ને' સાવ નકામો નાખી દીધા જેવો ઈ માણસ,
કોક'દી ખરાબ સમયે, કેવો મજાનો નીકળે.
ને' લીલી પછેડી પાથરી, ધરા ધરાઈને ઉભી,
ચાંદ" ને ઓઢણે, સુરજ' તારાનું ઝૂમખું નીકળે.
🍁
-Niશા Ahir (ચાંદ)
-
સુવિધા ની દુવિધા કે સમજણ ની પળોજણ,
હૈયે હોવો જોઈ હરખ ને મનગમતું એક જણ,-
સંબંધો ને સાચવવા એક લાગણીઓ નો પિટારો રાખજો,
સમજણ અને સહજતા ના માળિયે એને સાચવી ને રાખજો,
અહમ અને ગલતફહેમી ના અંધકાર થી એને બચાવી રાખજો,
બસ આમજ, સંબંધોને સદા નિ:સ્વાર્થ ભાવ થી કેળવી રાખજો..!-
મૌનને સાંભળવા લાવને થોડી સમજણ
શબ્દો ખૂટ્યા, આ તો છે પ્રેમની અવઢણ
♥️-