પીવે શિવાજી બીડીયું અને ખાય ગુટખા માવા
આમાં શિવાજી અને રાણાને અમારે ક્યાં ગોતવા જાવા?-
તારી દશાનું હજુ તને જ્ઞાન નથી
કરેલી ભુલનું હજુ તને ભાન નથી
કરી લે વિચાર,
તું એક વાર
તારું જ તારી ઉપર સ્હેજ પણ ધ્યાન નથી
કેટલાય તુફાન આવશે ને જાશે
ઉભો રહેજે અડીખમ,
તો જ વાહવાહ થાશે
તમાકુ ને દારુ,
લાગે સારું સારું
ઘડીકની મજા માં,
એ ઘર બાળે તારું
સમજી જા તું સાનમાં,
આવીજા તું ભાનમાં
ચોપડીની થોકડી કરશે હારું હારું
મમ્મી-પપ્પા,દાદા-દાદી,
ભાઈ-બેન નો પ્રેમ છે
સિગારેટ ફૂંકી લાગે સ્વેગર,
એતો તારો વ્હેમ છે
વ્યસન બધા છોડી નાખ,
ખુદને તું રાજી રાખ,
બાકી તો,
સૌના પર કુદરતની રહેમ છે...!!!-
કેન્સર હોસ્પિટલની આગળ પણ "તમાકુ"નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે,
તંત્ર "તમાકુ છોડો" ના માત્ર બેનરો લગાવીને જ ખુશ થઇ રહ્યું છે..?
જાણે છે,"તમાકુ" પણ એક કારણ છે કેટલાય રોગો નું,
ક્યાં પરીણામ મળ્યું છે કાંઈ આ મસમોટા બેનરો નું,
તંત્ર માત્ર અવનવા સલાહ સૂચનો જ દઈ રહ્યું છે..?
સવલતો ઓછી ને દર્દીઓ અપાર છે,
જાણી જોઈને વ્હોરેલી મુશ્કેલીઓ ને ક્યાં કાંઈ પાર છે
કારણ ને છોડી,તંત્ર બસ સુતા સુતા દવાઓ જ કરી રહ્યું છે..?
સલાહ-સૂચનો કાગળ ને બેનરો માં જ સચવાય છે,
આખરે કંટાળી દર્દી પણ પોતાની મનમાની કરી જાય છે
ને તંત્ર બસ ફાઈલો સાચવીને પુરાવાઓ જ આપી રહ્યું છે..?
જાણું છું "વ્યસની" એટલો જ જવાબદાર છે,
તોયે જોને,"વ્યસની પદાર્થો"નું વેચાણ ક્યાં ઓછું થઇ રહ્યું છે..?
હોસ્પિટલ ની આગળ પણ એનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે...!!!-
મને તારું વ્યસન થઈ ગયું છે,
તારી સાથે વાત કર્યા વગર,
Mood નું બનવું અઘરૂ થઈ ગયું છે..-
જિંદગીના ખરા નશાથી એ રહ્યો છે વંચિત,
માટે આ વ્યસનો કરી રહેવું છે એને ચર્ચિત.
ભીતરથી ખોખલો માણસ,દેખાવે નવાબી!
ધીરે ધીરે વ્યસન જ કરે છે એની તબાહી.
સિગરેટ,ગુટકા,તંબાકુ,દારૂ,અરે!હજી કેટલું?
પળ ની મજા,પરિણામે દુઃખ કુટુંબને વેઠવું!
છે ઉચ કક્ષાનો અભણ, કાટ લાગી બુદ્ધિને,
અઘરું છે ખતમ કરવું ચસ્કાની લત ને વૃત્તિને.
કોને દોષી કહેવું!જ્યાં સ્વયં પસંદ કર્યું છે મૌત,
વપરાશનું વેંચાણ વધે,માટે ઉત્પાદનનો નથી ખૌફ.
ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે આ"રક્ષા",
બાળકને ફટકારી શકાય,પણ ન સમજે આ ઢગા!-
ભાંગ માગે રોટીયાં,
અફીણ માંગે ઘી.
શરાબ માંગે જૂતિયાં
સોચ સમજ કર પી....
આ પંક્તિઓ મારાં પાપાની છે....-
વ્યસનની વ્યાખ્યા મને ત્યારે સમજાણી,
મન મારું થયું જયારે તારું બંધાણી...-
દોસ્ત, વ્યસન બની ગયું છે તારું નામ..!
રાત-દિન નાં ચક્ર માં બીજું કાંઈ સૂઝતું જ નથી...
રટયાં કરું છું સ્મરણ માં રહીં ગુમનામ..!
ખ્વાબો માં તારા સીવાય કોઈ આવતું જ નથી...
નામ ન લઈ સકુ એટલે વાપરું સર્વનામ..!
ખરું કહું દિલ ને તારા સીવાય કોઈ ગમતું જ નથી...
છે ખુદ ની પહેચાન તોય રહું છું બેનામ..!
સાચું કહું તારા સીવાય નું નામ હવે જચતૂ જ નથી...-
કોઈ કળા નું વ્યસન સારી વાત છે,
એ તમને ક્યારેય હતાશ થવા નથી દેતું.-