દિલમાં યાદોનો ભૂકંપ શું આવ્યો,
વિચારોનો કાટમાળ તૂટી પડ્યો..!
दिल में बसी यादों में भूचाल जो आया,
और यहां विचारों का मलबा टूट पड़ा।-
જો વિચાર મળતા આવે,
તો સુંદર સંબંધ સર્જાય...
પણ જો વિચારમાં વિરોધાભાસ થયો,
તો-તો બબાલ થાય...
ક્યારેક કોઈક ના વિચારોમાં કલાકો વેડફાય,
પણ જો એ વિચાર કલમને સોંપાય,
તો-તો મજાની કવિતા રચાય...
વિચારોમાં જો દ્રઢતા હોય,
તો ધાર્યા કામ થાય...
પણ જો વિચારમાં આળસ આવી,
તો-તો પથારી ફેરવાઈ જાય...
ઘણા સમય પછી પરિવારને મળવા ના વિચારથી,
ખુશી સાતમા આસમાને જણાય...
પરંતુ સ્નેહીજન ને ગુમાવવાના વિચાર માત્રથી,
આ હૃદય કંપી જાય...
આશાવાદી વિચારો થી,
જીવનમાં સુખી થવાય...
પરંતુ વિચારો માં જડતા,
તો દુઃખ ની ચાવી ગણાય...-
જગત આખું એક,કિરદાર સૌના નોખા છે,
કલમ ઉતારે કાગળે એ વિચાર સૌના નોખા છે
વહે છે લાગણીઓ કવિતા,ગઝલ ને ગીત રૂપે,
શબ્દોમાં છુપાયા છે એ સાર સૌના નોખા છે
લઇ આવે છે દર્દ અહીં સૌ કોઈ એક સમાન,
કેમ સમજાવું એમને અહીં ઉપચાર સૌના નોખા છે
સંબંધ ક્યાંક હોય છે સ્વાર્થનો તો ક્યાંક અતૂટ પ્રેમનો,
એકબીજાથી જોડાયેલા એ તાર સૌના નોખા છે
કોઈને મન છું ગરીબ તો કોઈને મન દિલથી અમીર,
જણે જણે બધાને મન અહીં ચિતાર સૌના નોખા છે..!-
ભીતરમાં હું આગ લગાવી બેઠો છું
બેકાબુ મનની હૃદય પર ધાક જમાવી બેઠો છું
ફસાયા છે અઢળક વિચારો દાવાનળમાં,
વિચારે વિચારે જ્વાલા જલાવી બેઠો છું
શું થશે ? કેવું થશે,કેમનું થશે કાલે ?
એમાંજ અનમોલ આજને હોમાવી બેઠો છું
જાણું છું જે કાંઈ થશે સારું થશે,
પણ સમજણને અધ્ધર માળીયે ચડાવી બેઠો છું
મળે તો આવજો,સમજણરૂપી ઠારણ લઈને,
નહીં માનો,અહીં અંગે અંગ દઝાવી બેઠો છું...!!!-
પ્રસંશા એ હદયમાંથી નીકળતો ઊર્મિપ્રવાહ છે
અને
ખુશામત એ ખબર છે કે મિત્રનો આ ફોટો જરીક પણ નથી સારો છતાં ભાઈબંધ માટે 5-6 coment કરી દેવી .....હા મોજ હા...સુપર ....જકાસ...આને કહેવાય ખુશામત
-
ખુદા વસે છે અહીં દ્વારે દ્વારે
મળે તને જુદા અહીં પ્રકારે પ્રકારે
મોહ સત્યનો આ જગમાં સૌ રાખે સદા,
જુઠાણું વેચાય છતાં અહીં બજારે બજારે
નૈન સામે નજારો સૌને એક હોય ક્યારેક
ફર્ક જડે છતાં અહીં વિચારે વિચારે
સફળતા એમ જ આવીને ના મળે જીવનમાં,
પડી ને પણ ચડવું પડે અહીં વારે વારે
સાચો મર્મ જાણવા ડૂબવું પડે જીવનના સમંદરમાં,
આમ ના ફરાય માત્ર અહીં કિનારે કિનારે...!!!-
વિચારોનું વહાણ મારું બસ એમ જ તણાયા કરે છે,
આવું હજી કિનારે કે ત્યાં,
પેલાં મધદરિયાને એડકી સમું કંઈ આવ્યા કરે છે.....-
આજ એક નવું સોપાન છે..
જીંદગી એ આપેલો એક નવો જ ખ્યાલ છે..
365 દિવસમાં એક નવા પન્નાનો ઉઘાડ છે...
નવી નવી ઘટના બનશે જેનો આવકાર છે...
ડગ માંડી દીધુ છે હવે મને કયા ઈનકાર છે...
જે થશે જોયુ જશે..
મારો તો બસ આ જ વિચાર છે...
જે પણ થવાનુ છે મને તો બધો સ્વીકાર છે...
આ ઘટના પણ ઈશ્વર એ આપેલો અંજામ છે...
બસ જે થશે એ જોવાનો જ ઈંતઝાર છે...
વંદના પરમાર
Insta/fb page: jayviruquotes-
આનંદ એક અનુભૂતિ છે તે મેળવવામાં સમય વ્યતીત કરો તે તમને મળી રહશે.. આપણો દષ્ટિકોણ હકારાત્મક બનાવી કંઈ નવું શીખી લ્યો....
વિચાવલોણું ચાલુ કરો અને એ વિચારો પર પૂર્ણ વિચાર કરો..નિશ્ચેતન મન ચેતન કરી મનના વિચારો વાગોળી લ્યો.....
તમારા વિચારોમાં નવીનતા લાવવા વિચારોને વહેવા દો...જેથી તમને તમારું નવું દર્શન થશે-