જાણ કરી દેજો બધાને,
અમને કોઈ નથી જાણતાં
કારણ અમે અમારી લાગણીને,
વ્હોટસપ સ્ટેટ્સમાં ખંખેરી નથી નાંખતા
વંદના પરમાર
@ek_vat_vandana_na_vichar
-
Search my gujrati song on youtube "khabar nathi "
My insta id : @jayviruq... read more
વસવસો રહેવાનો છે અહીં બધાને ,
અહીં તકલીફો આવે તેનો વાંધો છે.,
ભૂતકાળનો ભૂંડો, ભવિષ્યનો બોજો છે.
અહીં વર્તમાન ક્યા કોઈનો સાજો છે. ?
કેવી જનરેશન પાકી છે આપણી,
નાની વાતમાં
કોઈના હાથમાં સિગાર તો કોઈક ના હાથમાં ગાંજો છે.
વંદના પરમાર
( વસવસો = અફસોસ )
-
ચગાવી જોવો મારી અળખામણી ખબરો,
ઉમેરજો જુઠ્ઠી વાતો પણ,
મારે ક્યાં પુરાવા દેવા છે કોઈને,
અહીં મારી જેમ તમને પણ બધાં ઓળખે છે.
વંદના પરમાર-
પ્રચૂરતા ભર્યો પ્રેમ ના જોઈએ મને,
હોશમાં ન રહેવા દે એવી
લાગણીનો વહેણ ના જોઈએ મને,
જોઈએ તો બસ મને એ જે હું બની રહેવા દે,
બાકી મીઠુ બોલી બદલવાની કોશિશો કર્યા કરે
એવું કોઈ ના જોઈએ મને.
વંદના પરમાર
(પ્રચૂરતા = પુષ્કળતા )
-
વેધક શબ્દો બોલી ગયા એ આવીને,
અલોપ થઈ ગયા આ શબ્દો અથડાઈને,
ખૂબ કોશિશ કરી પહોંચે નહિ તે દિલ સુધી,
એની ગતિ તો જો
એ ચાલ્યા ગયા આંખો ભીંજવીને.
વંદના પરમાર
-
આપતાં હરેક જીવને પણ વધી પડ્યું એટલું હતું,
પણ આવ્યો વારો અહમને પોષવાનો ત્યાં જ બધું ઘટી પડયું.
વંદના પરમાર-
તાલીઓના ગડગડાટથી વધાવી લેત લોકોની સલાહને,
જો એની અસર મચ્છરોના ગણગણાટ જેવી ના હોત.
વંદના પરમાર-
ભાઇબંધી કરનાર ભાઇબંધો ઘણાય મળ્યા,
ઘણા યાદ થઈ ગયા ,તો ઘણા ટકી રહી ગયા,
ફર્ક બસ વધારે ને ઓછા નો રહ્યો હતો,
આમાં દગાવાળા જાજાંને, જિંદગીભર એક બે જ રહી ગયાં.
વંદના પરમાર-
શ્વાસ હેઠો બેસી જાય ઘડીક,
મનમાં નિરાંત વળી જાય બે ઘડીક,
બેઠી હતી વિચારવા માટે,
હવે એમ થાય છે,
વિચારોના વમળમાંથી,
નીકળી જવાય તો સારું જરીક.
વંદના પરમાર
(શ્વાસ હેઠો બેસવો = શાંતિ થવી )-
ઉચ્ચારી દીધાં શબ્દો અમે ગુસ્સામાં,
મનમાં એટલું ભર્યું પણ નહોતું.
વંદના પરમાર
-