एक राखी जो मैने बांधी ही नहि
कलाइ वो सुनी तेरी पाइ ही नहि
यु ही जो बह गए है नग्मे कुछ नामके
कोरे उन लफ्जोको समज पाइ ही नहि
ख्वाहिश के पन्नो पर बिखरी कुछ यादे
जज़बात के रिश्ते बना पाइ ही नहि
छोटीसी उमर का थोडासा साथ था
कच्ची सी डोर वो देख पाइ ही नहि-
ભારત દેશમાં ઋષિ મુનિઓએ
સભ્ય સમાજની રચના માટે
અદ્ભૂત વ્યવસ્થા ગોઠવી
સભ્ય સમાજમાં સંબંધો થકી જીવતા માનવીને
સંબંધો જીવીત રાખવા
હરેક સંબંધને તહેવાર રૂપે ઉજવી
સંબંધોનું જોડાણ કાયમ રાખવા પ્રેર્યો
રક્ષાબંધન તહેવારે
ભાઈ બહેન એકબીજાને વિશ્વાસ અપાવે કે,
આપણે સુખે દુઃખે જોડાયેલા છીએ
દુઆ અને સામર્થ્યથી
એકબીજાને સુરક્ષિત રાખવા કટિબદ્ધ છીએ-
ગણિત આવડતું હોય તોય,
તો પણ ભાઈના પ્રેમમાં ગણતરી ના કરે
એને બહેન કહેવાય...!
ભાઈ નો સ્વભાવ ગમે તેવો હોઈ,
પણ તેને પણ હસાવી જાણે
એને બહેન કહેવાય...!
શબ્દોને તો સૌ કોઈ પણ સમજી જાય,
પણ ભાઈના એક ઈશારા ને સમજી જાય
એને બહેન કહેવાય...!
-
જુલાઈ ૩૧,૨૦૨૦
પ્રિય,મોટાભાઈ
આદરણીય મોટાભાઈ,🙏
રક્ષાબંધનના આ પવિત્ર પર્વ નિમિત્તે આ Yq બહેન, તમને હાથે બનાવેલી પ્રેમના પ્રતિક રૂપી રક્ષા મોકલે છે. જેનો સર્હષ સ્વીકાર કરશો.
ફૂલ નહીં તો, ફૂલની પાંદડી માનીને તમારા કોમળ હાથ પર દીપાવશો.🙏
સુતરના પવિત્ર તાંતણે બંધાયેલો પ્રેમ ભગવાન અતૂટ રાખે, ને તમને અયુષ્યવાન,કિર્તીવાન,અને સમૃદ્ધવાન બનાવે.
આ પવિત્ર રક્ષા દ્વારા ભાઈ, તમારું પળે પળનું રક્ષણ થાય, તમને ઉની આંચ પણ ના આવે એવી દિલથી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું..
બસ ..એજ..લિ..
તમારી Yq બહેનના જયશ્રીકૃષ્ણ🙏
તા.ક...
મોટાભાઈ,આ પવિત્ર દિવસે ભાઈ તમારી બહુ યાદ આવે છે...કાશ ભગવાને પાંખો આપી હોત તો ઉડીને આવત...પણ..ખેર..!
પૂજ્ય ભાભીને તથા બાળગોપાળ ને મારી મીઠી મીઠી યાદ આપશો....😘
-Bindu✍️
********
-
દિવસ આવ્યો આજ ઉમંગ નો., ભાઈ અને બહેન ના ..હેત, પ્રેમ અને સ્નેહ નો..!
ઉગ્યો સુરજ આજ પૂનમ નો, આવ્યો અવસર આજ ભાઈ બહેન ના વ્હાલ નો..!
ભઈલા તારી બેનડી, લઈને બેઠી રાખડી, વહેલો આવજે ભઈલા.. વાટ જુએ બહેન ની આંખલડી...
ગુંથાશે આજ ફરી એક વાર..
રાખડી ને તાંતણે ભાઈબહેન ના પ્રેમ ની અમર કહાની...
નથી જોઇતા હીર ને ચીર..
મારે મન તો તારો વ્હાલ ને સ્નેહ જ હીરા-માણેક ને મોતી..
સો વર્ષ ના થાજો મારાં વીર.. બસ બહેન ના હૃદયમાં ભાઈ
નું સુખી જીવન અને સારું સ્વાસ્થ્ય એ એકજ કામના..😍😍 ખમ્મા મારા વીર ને..🤗
Happy raxabandhan...🤗🤗-
યોરક્વોટના સર્વ લેખક મિત્રોને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ..💐💐💐🙏🙏 🙏
Happy Raksha Bandhan..😍
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
-
વિશ્વાસના ધાગાને બંને છોરથી પરોવી રાખવો
તે જ દરેક સંબંધમાં ખરૂં રક્ષાબંધન...!!!-
જે બહેન સાથે નાનપણમાં લડ્યો’તો,
તેની જ વિદાયે ખૂબ રડ્યો’તો…
રાખડીનો તાંતણો એ જ હાથથી બાંધશે,
જે હાથે કાયમ વ્હાલનો સ્પર્શ અડ્યો'તો !!-
હેતના હિલોળે લાગણીની
નૌકામાં તરતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.
શ્વાસના નસકોરે ધબકારની
હારમાળા રચતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.
પ્રેમના પાનેતરે સમજણની
નદીઓ વહાવતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.
વિદાયના પ્રસંગે આંસુઓની
વચ્ચે હુંફમાં જીવતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.
રક્ષણના એક વચને રેશમની
દોરે પ્રસરણ પામતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.-
ભલે ધાગો લાગતો કે ભલે કિંમત પાવલી છે,
બધાંથી ઊંચી જગતમાં સર્વોચ્ચ તો રાખડી છે.-