એક એવો સંબંધ જેમા જઘડા જ દેખાડાય છે.
પ્રેમ છે જ નહી એમ જ વર્તાય છે...
એક ને માર પડે એમા બીજાને મજા પડી જાય છે શાયદ આવી વ્યાખ્યા બને એને જ ભાઈ બહેન કહેવાય છે..
નાનપણથી જે ખુશીયો તકલીફો જેની સાથે જીવાય છે.
મસ્તી , મોજ તોફાન કેટકેટલુ રચાય છે...
જીંદગી કેટકેટલા વ્યકિતઓમાં વહેચાય છે પણ સૌથી શ્રેષ્ઠ સંબંધ તો ભાઈબહેન જ કહેવાય છે...
નાની વસ્તુઓમાં પણ મારી છે મારી છે એમાં લડી પડાય છે..
આની પાછળ લાગણી કયા જતાવાય છે..
સાગર પડયો છે પ્રેમનો એકબીજા માટે...
આ જાણ છતા એનુ એક બુંદ પણ કયા બતાવાય છે...
વંદના પરમાર
Insta/fb page : jayviruquotes
-
સંસાર નો એક માત્ર નિઃસ્વાર્થ સબંધ એટલે ભાઈ-બેન. ભગવતી મારા બહેનો ને હંમેશા હસતા અને ખુશ રાખે.
-
ભાઈબહેન નાં હેત
*************
એ ધાવણના ઘૂટડા, માઁ ના ખોળલે પીધેલા...
બેનીબા ને ભઈલો એક જ પારણે ઝૂલેલા...
લાખેણા મૂલના એ બબ્બે ફુલ ઘર આંગણે ખીલેલા
અમીયલ ભરેલી આંખડીએ, હેતપ્રીતની હેલીએ ચડેલા
પેલા આંબલીયાની ડાળે બાંધેલા એ હીંચકે હીંચેલા...
બળબળતા બપોરે,એ જંગલમાં મીઠાં બોર ખાધેલા...
માવલડીના હેતાળ હાથે, કેસુડાના કેસરીયા ફુલડે નાહેલા
કાળી વાદળીમાંથી વરસતા, વર્ષાજળ ખોબલે-ખોબલે પીધેલા
બાળપણને પછાડી આવ્યુ જોબનીયુ, ગોરજીએ ચાર મંગળ ગાયેલા
હેતની ગાંઠ્યુ છુટી પડી જાણે!!!, બે'નભાઈ રહ રહ આંસુડે રોયેલા
એ ધાવણના ઘૂટડા, માઁ ના ખોળલે પીધેલા...
બેનીબા ને ભઈલો એક જ પારણે ઝૂલેલા...
- સેવક આંજણા
-
દિવસ આવ્યો આજ ઉમંગ નો., ભાઈ અને બહેન ના ..હેત, પ્રેમ અને સ્નેહ નો..!
ઉગ્યો સુરજ આજ પૂનમ નો, આવ્યો અવસર આજ ભાઈ બહેન ના વ્હાલ નો..!
ભઈલા તારી બેનડી, લઈને બેઠી રાખડી, વહેલો આવજે ભઈલા.. વાટ જુએ બહેન ની આંખલડી...
ગુંથાશે આજ ફરી એક વાર..
રાખડી ને તાંતણે ભાઈબહેન ના પ્રેમ ની અમર કહાની...
નથી જોઇતા હીર ને ચીર..
મારે મન તો તારો વ્હાલ ને સ્નેહ જ હીરા-માણેક ને મોતી..
સો વર્ષ ના થાજો મારાં વીર.. બસ બહેન ના હૃદયમાં ભાઈ
નું સુખી જીવન અને સારું સ્વાસ્થ્ય એ એકજ કામના..😍😍 ખમ્મા મારા વીર ને..🤗
Happy raxabandhan...🤗🤗-
રેતી ના સેતુ પર રચાયેલા..
અણસમજુ સંબંધ ને;
સમજણ થી સાચવે એનુ નામ
"લાગણી" ❤️❤️❤️
દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ ને ગણતી હોવ તો એ ભાઈ બહેનો સંબંધ છે. એ ભાઈ સગો હોય કે માનેલો સુ ફેર પડે હા અમુક ને એવું હોય મારે કોઈ ને બેન કરવી નથી કે ભાઈ કરવો નથી ઓલરેડી ભાઈ બેન છે જ મારે આમ તેમ બ્લા બ્લા એ એમની મરજી છે.આ આભાસી દુનિયા માં મને અનેક એવા લોકો મળ્યા છે જાણે ગયા જન્મનું કોઈ ઋણ બાકી હશે એવું સતત લાગે બાકી આટલી બધી લાગણી જેને શબ્દો માં હું વર્ણન કરું તો શબ્દો ભી ખૂટી પડે છે ક્યારેક આ બધી લાગણી જોઈ ને આંખ માંથી આંસુ ભી ખરી પડે છે કે કેવી નસીબદાર છું કે અનેક લોકોના હૃદય નો હિસ્સો બની ગઈ છું. કોઈ ના હૃદય માં સ્થાન પામવું આ નફરત ભરી દુનિયા માં સહેલું નથી પણ મને ગર્વ છે અભિમાન ભી છે કે આ આભાસી દુનિયા માંથી એવા લોકો મળ્યા છે.એવા જ એક ભાઈ કમલેશ છે આ એપ થકી જ ઓળખાણ થયેલી છે મળી ભી નથી એમ છતાં આજ એને મોકલેલ સંદેશ એને મળી ગયો આંખ ભરાય ગઈ કે ત્યાં રહી ને ભી આ બેન નો કોઈ કોન્ટેક નહિ થયો પણ જાડેજા ભાઈ ઐ સંદેશ પહોંચાડ્યો છે. સમજાતું નથી ભાઈ કઈ રીતે આભાર માનું તારો🙏
ભગવાન તમને 100 વરહ નો કરે એવી એક બેન તરફ થી શુભેચ્છાઓ બંને ભાઈઓ ને🙏🤗✌
ખૂબ ખૂબ આભાર વીરા-
लोट कर जब घर आने को जी करता है,
तब दिल दो पल थम जाता है,
क्यूंकि मुझे मेरा typical minded भाई याद आ जाता है,
छोड़ के सारी जिम्मेदारियां जब पापा से मिलने को जी चाहता है
तब चेहरा कुछ उदास सा हो जाता है
क्यूंकि मुझे मेरा typical minded भाई याद आ जाता है,
जब मम्मी को मिलने को जी चाहता है,
तब एक अजीब सा डर दिल को रुलाता है,
क्यूंकि मुझे मेरा typical minded भाई याद आ जाता है ,
लड़की हूं इसिलीये बहूत पाबंदिया वो लगाता है,
उसकी जगह ले ली है वो सहन नही कर पाता है,
दूर रह कर रो लेती हूं पर घर नही जाना है
क्यूंकि मुझे मेरा typical minded भाई याद आ जाता है ।-
ભાઈ બહેન ની નોક ઝોક :
બહેન :
મોમ.. જો..ને..ભાઈ મારી ચોટી ખેંચે
છે.ઉભો રહે મમ્મી ને કહી દઉં છું..😅😂
ભાઈ :
ના..હોં..મમ્મી એ જુઠું બોલે છે ,હું તો કંઈ જ નથી કરતો,જુઠ્ઠી કહીં કી...😝-
બેનબા આજે તમારો જન્મદિવસ
વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો, અને સુખ સમૃદ્ધિ ની બહાર આપના જીવનમાં નિત્ય આવતી રહે..
આપને વિશાળ આયુષ્ય ના લાભો મળે
આજ જન્મદિવસ ની અગણિત શુભેચ્છાઓ 🎂p z-
ભલે ધાગો લાગતો કે ભલે કિંમત પાવલી છે,
બધાંથી ઊંચી જગતમાં સર્વોચ્ચ તો રાખડી છે.-