QUOTES ON #પ્રિયતમ

#પ્રિયતમ quotes

Trending | Latest
8 SEP 2019 AT 22:46

દિલમાં મારાં રહે છે ત્યાં પડઘા નાં કર,
ધડકન બની ધબકે છે એને અળગા ના કર...

પ્રેમમાં તારાં તરબર જાણે વરસાદી મૌસમ,
ભીંજવી તારાં પ્રેમમાં ફરી તડકા ના કર...

દૂર નાં કરીશ ક્યારે પણ દિલથી હવે તારાં,
શ્વાસમાં મને સંઘરી પાછાં તું છણકાં ના કર...

તપ્ત ધરા જેવો પ્રીતમ તડપે તારાં પ્રેમમાં,
વરસાવી દે પ્રેમનીર આમ તું ગરજયા ના કર...

શાને રીસાણી તું આમ સાવ અચાનક જ,
માનીજા ઓ દીવાની હવે તું નખરા ના કર...

તારી દરેક વાત માનું છું ને મારી વહાલી...!
ખેલ પ્રેમનો ખેલી મનમાં તું હસ્યાં ના કર...

-


3 SEP 2019 AT 9:21

આંખો ને જ્યારે જ્યારે થાતો
તારા ચેહરા કેરો સ્પર્શ...
છાતી માં બેઠેલા તોફાની શ્વાસ નો
માતો નહીં હર્ષ..

મન ના મોરલા ટહુકી ઉઠતા ને
તન માં અજાણી તરસ..
આવી જા વ્હાલમ સૂકી ધરા પર
મેઘ બની ને વરસ..

ઠેસ જયાં વાગે ત્યાં ઉછળી ને આવતું
તારું નામ છે બેશરમ..
સાવ અજાણ્યા ચેહરા ઓ માં
મને થાય છે તારો ભરમ...

તેજીલુ મુખડું જ્યાં દેખાય
ત્યાં તન નો ઉતરતો સઘળો થાક..
સપના ની વાતો લાલ ચેહરે દેખાય..
આવવા માં માપ તું રાખ..

-



પ્રેમની આ રમત રમતાં , આંખ માં છુપાઈ ગયા
સંતા કુકડી રમતાં રહ્યાં ને, દિલ માં થપ્પો દઈ ગયા

લપાતા છુપાતા રહ્યાં ને પ્રેમ ની ગોષ્ઠી કરતાં ગયા....
લાગણી ની આ રમત માં વાલમ દિલ માં વસી ગયા...

મીઠડી આ રમત છે,રમત માં શોધતી રહી
વિરહ ની આ વેદના માં સંતાકૂકડી રમતી રહી..

જીતી ગયા આ દિલ ને , તડપાવી ને ચાલ્યાં ગયાં
પ્રેમ ની છે આ રમત માં ,લાગણી નો થપ્પો.....

પ્રેમ ના બારણાં ને દસ્તક દીધો તો.... આવો...
વાલમ આવો ને આવો ને...વાલમ આવો ને...!!!




-


31 AUG 2019 AT 19:25

પળ પળ જ્યારે ઉદાસી છવાઈ જાય દિલ પર તું બહુ યાદ આવે છે,
આંખો મારી બંધ થાય જ્યારે આંસુઓ માં તું નજર આવે છે !
સ્મરું તને હું જે ઘડી એ તરત આવી મને મળી જજે પ્રિયતમ...

સઘળાં સંગ હોય છતાં એકલતા અનુભવું ત્યારે તું બહુ યાદ આવે છે,
જ્યારે પોતાનો પોતાને ના હોય સાથ ત્યારે તું બહુ યાદ આવે છે !
આ શ્વાસ ના કણ કણ ખૂટે એ પહેલા આવી મને મળી જજે પ્રિયતમ...

કરતી રહું છું સામનો એકલી અટુલી આ દુનિયા ના તોફાનો સામે,
પણ જ્યારે તોફાન ઉઠે આ મન ની ભીંતર ત્યારે તું બહુ યાદ આવે છે !
વિરહ ના અખૂટ અરણ્ય માં ભૂલી પડું એ પહેલા આવી મળી જજે પ્રિયતમ...

લખું જ્યારે ગઝલ તન્હાઈ માં કે સંભળાવું એને ભરી મહેફિલ માં,
દાદ કોઈ ની ચાહું હું એક પળ મુજ લેખની પર તું બહુ યાદ આવે છે !
વિશ્વાસ ની આ અતૂટ ડોર તૂટે એ પહેલા આવી મને મળી જજે પ્રિયતમ...

-


7 JUN 2022 AT 15:59

પ્રેમમાં પ્રેયસી એ દાખવેલાં
હક્ક કે અધિકારો નો
જેને બોઝ લાગતો નથી
તે જ ખરો પ્રિયકર..!!

-


3 OCT 2019 AT 1:13

સ્નેહ તણાં અમી છાંટણા છાંટ્યા જીવનમાં,
પાનખરે પણ વસંત બની ખીલ્યાં જીવનમાં...

ઓઢાડી પિયુએ ચૂંદડી એમનાં નામની,
સપ્તરંગી રંગો આજ ઘોળ્યા જીવનમાં...

રંગાઈ ગઈ ગઝલ મારી શાહીનાં રંગોમાં,
મધ ઝરતાં શબ્દો મીઠાં ચાખ્યાં જીવનમાં...

થયું ગાંઠોનું ગઠબંધન ભવોભવનું જ્યારે,
ક્ષણ ક્ષણનાં સંગી બનીને આવ્યાં જીવનમાં...

ભીંજાઈ ગયું આયખું મારું પ્રીતમનાં પ્રેમમાં,
સપનામાં પણ હકીકતથી માંગ્યા જીવનમાં...

-


31 AUG 2019 AT 21:52

એ લહેરાતી હવા,

મારા પ્રિયતમ નો હાથ થામતી આવજે

દેખાતી આ કાળી ઘટાના અમી છાંટણાં,

એની દિલની ધરા પર વરસાવતી આવજે

બિછેલી લીલી જાજમ પર, ઓસના બુંદમાં,

ક્યાંક મારી છબી કોતરતી આવજે

અને એવામાં યાદ, એ; કરે જો મને

એની યાદ સાથે, એને સાથે તું લેતી આવજે

-


24 OCT 2019 AT 11:14

પ્રતિક્ષા

કોની કરે છે મન તું પ્રતિક્ષા
નથી જીવનમાં હવે કોઈ આકાંક્ષા

સમય તો ઘણો ગયો વહી
ભૂતકાળ નાં સંસ્મરણો મહીં

વાગોળે છે હૈયું જૂની યાદ
નહીં આવે એ, ચાહે પાડું સાદ

નથી થવાનાં હવે અંહી કોઈનાં પગલાં
છતાંય કાને સંભળાય છે કોઈનાં ડગલાં

નીરખે નેણ વાટ પ્રિયતમની
અટકી જાય જો સોય સમયની

નથી હું મધદરિયે ડૂબવાની
કે મૃગજળ માં પણ તરી જવાની

વિહવળ છે સારસી હૈયાં કેરી
પ્રિયતમના સ્પર્શે ખીલી ઉઠવાની

આવશે અંત હવે પ્રતિક્ષા કેરો
સ્વપ્ન મહીં લાગ્યો પ્રિયતમનો ડેરો

-- ડૉ. રેખા શાહ

-


2 JUL 2022 AT 14:57

પ્રિયતમા મારી રાખે છે એના પ્રીતમનું ધ્યાન.
કેવીરીતે એથી માંગી લઉં, હું એ જ સમ્માન?!

-


22 DEC 2022 AT 13:17

પ્રેમ બીનશર્તી બેહીસાબ હતો
તુ વસ્તુ નહીં શ્વાસનો પર્યાય હતો.... N++

-