QUOTES ON #દર્પણ

#દર્પણ quotes

Trending | Latest
15 JUN 2021 AT 23:47

સંબંધે સંબંધે જોડેલા સાંધા ના સગપણ,
કેમ માનવી, તું સ્વભાવ માંથી કાઢી રહ્યો છે ગળપણ..?

જ્યાં જુઓ ત્યાં બસ નાણાંનું વળગણ,
કેમ માનવી, તું સમજ માં મેળવી રહ્યો છે સ્વાર્થનું મેળવણ?

વાતે વાતે વર્તાતું બસ હુંપણા નું ગાંડપણ,
કેમ માનવી, તું ભૂલી રહ્યો છે પરાધીન હશે તારુય ઘડપણ?

રોમે રોમે છલકતું બસ ભૂલ ભરેલું શાણપણ,
કેમ માનવી ,તું વહેમમાં ફરે, સત્ય દેખાડશે જોજે તારું દર્પણ..!

દિવસે દિવસે ઘડાતું જાત પર અહંકારનું ઘડામણ,
કેમ માનવી, તું નકાબમાં ફરે, એકવાર બાળી જો અવગુણો નું બળતણ..!







-


10 SEP 2018 AT 8:44

આમ જુઓ તો અપાર ગમો ની બેડી માં જકડાઈ ને બેઠી છું ,
તેમ છતાંય મુખ ને મલકતું રાખી ને બેઠી છું .

નહીં મળે તારો સાથ જીંદગીભર એ જાણું છું હું ,
તેમ છતાંય એકદા મુલાકાત ની રાહ જોઈ ને બેઠી છું .

જોવા નથી શરાફત નું છળ કરતા શરીફો ને ,
એટલે જ તો હું દર્પણ ની ડેલી માં તાકી ને બેઠી છું .

કોને ખબર ક્યારે લૂંટાઈ જાય આ વસંત ની મજા ,
એટલે જ ફૂલો ની થોડી પરિમલ સંઘરી ને બેઠી છું .

ટેવાયેલી છું હું બેવફાઈ ના માર થી એટલે જ ,
જીંદગી માં ફરી એકવાર હારવા તૈયાર બેઠી છું .

સંબંધો ની હારજીત માં અટવાયેલી છે આ જીંદગી ,
એટલે જ વેદના સંવેદનાની હારમાળા રચી ને બેઠી છું .

સુખ દુઃખ થી ભર્યા દિન રાત માં આભાસી જળ બન્યું જીંદગી ,
જીંદગી ના આ રણ સમંદર માં તરણાં ની શોધ માં ડૂબવા બેઠી છું .

જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાતા જીવન માં ,
મૃગજળ સમા સંબંધો ની પરખ ને પારખી ને બેઠી છું

-


20 FEB 2022 AT 0:28

અંતરના ઓરડા ખોલી ને જોયું આજે,
માત્ર ને માત્ર અંધકાર ને અહંકાર મળ્યા...
જિંદગી ની કિતાબ ફંફોળી ને જોયું આજે,
જીવનભર મળેલા નિરર્થક અલંકાર મળ્યા...

લાગણીઓનો હિસાબ કરી ને જોયું આજે,
માત્ર ને માત્ર સ્વાર્થ અને સંતાપ મળ્યા...
સંબંધોના નકાબ હટાવી ને જોયું આજે,
સૌ કોઈ માત્ર સ્વયં સાથે વફાદાર મળ્યા...

મૌન પાછળ ની ચીસો ને છંછેડી ને જોયું આજે,
માત્ર ને માત્ર ખાલીપો અને શૂન્યાવકાશ મળ્યા...
દર્પણ સામે નિરાંતે મળી ને જોયું આજે,
પ્રતિબિંબ પાસે થી પણ આક્ષેપો ભારોભાર મળ્યા..

— % &

-


2 MAR 2019 AT 16:23

મૌન મારુ બોલે છે
કોઈને ક્યાં સમજાય છે
દર્પણ દ્રવી ઉઠે છે
ચહેરો હસતો જોઈ ને..!!

-


24 JAN 2019 AT 11:26

એક એવો અરીસો ગોતું છું
સમય જો વિતેલ મળી જાય..!!

આજ નું હાષ્ય તો બેડોળ છે
કાશ ! એમાં હસતો ચેહરો મળી જાય..!!

-


14 JAN 2021 AT 14:44

દર્પણ જ સાચી દશા બતાવે છે
દ્રશ્ય તો ફક્ત દિલાસો આપે છે..!

-


1 AUG 2020 AT 14:57

દર્પણ માં જોયું
તો નવો ચહેરો દેખાયો ,
જવાની થઈ ગઈ અલોપ
ને બુઢાપો દેખાયો .

-



# દર્પણ #
*******
કેટલાક મંથનો જાગે છે ઉંડા મારા મનમાં
ત્યારે પ્રશ્ર્ન બનીને દઉં ઉતર દર્પણમાં
ગીતા બનીને જ્યારે ઉપદેશું હું દર્પણમાં
મળી જાય છે ત્યારે જીવવાના રંગ દર્પણમાં

મળી તારી સુંદર આંખો ,મારી આંખોને જ્યારે
ત્યારથી જ એ આંખોને જોયા કરૂં હું દર્પણમાં
પ્રેમભીના સ્પર્શથી મળતો રહ્યો જ્યારે મને
તારી યાદોની ભીડમાં ખોવાઈ ગયો દર્પણમાં

રમતો રહ્યો હું દાવપેચ જીંદગીભર ઘણી
હાર હોય કે જીત હોય જોયા કરું દર્પણમાં
મળ્યો છું જ્યારથી ખુદ ને ખુદનાં દર્પણમાં
શોધ્યા કરું હું ખુદને ખુદનાં દર્પણમાં..!!!

-Bindu✍️..
********













-


7 FEB 2021 AT 8:41

હું તો ઘાયલ થઈ ગઈ એની એક ઝલક જોઈ ને,
કોણ જાણે દર્પણ પર શું વિતતું હશે ..?

#૩૮/૩૬૫

-


23 AUG 2022 AT 0:17

ઝાકળના દર્પણમાં જોને સૂરજ હાલ્યો મોઢું જોવા,
ઠંડુ ઠંડુ ટીપડુંક જોઈને સૂરજ હાલ્યો મોઢું ધોવા.

નરમ ધુપમાં ઝગમગ થાતો ઝાકળમાં કેવો ઝળકાયો,
શાંત સવારે બાળપણાંનો સૂરજ હાલ્યો મોઢું જોવા.

ડોકાયો જ્યાં દર્પણમાં તો ઓસ બુંદમાં સાવ સૂકાયો,
બપોર વેળા તપિ તપિને સૂરજ હાલ્યો મોઢું ધોવા.

નીર નદીના નીરખ્યા ત્યાં તો વમળ તણાં વલયોમાં ફસાયો,
સમી સાંજ પ્રેમીની આંખમાં સૂરજ હાલ્યો મોઢું જોવા.

પ્રિયની આંખો જાણે સાગર મઝધારે જઈને અટવાયો,
કાજળઘેરી નેણ ક્ષિતિજે સૂરજ હાલ્યો ડૂબી તરવા.

-