ચોર ચોકીદાર ભેગા થઈ ગયા.
બે અલગ સંસ્કાર ભેગા થઈ ગયા.
કાફલો રઝળે છે રસ્તામાં હજી,
રાહબર ઘરબાર ભેગા થઈ ગયા.
આંગળીને આંગળી અડકી ગઈ,
વીજળીના તાર ભેગા થઈ ગયા.
આપણે ઘરના રહ્યા ન ઘાટના,
સાધુઓ સંસાર ભેગા થઈ ગયા.
ગરદનો ટૂંકી પડી’તી મંચ પર,
એટલા ફૂલહાર ભેગા થઈ ગયા.
ને ખલીલ અફવાને પાંખો આપવા,
શહેરના અખબાર ભેગા થઈ ગયા.
– ખલીલ ધનતેજવી
.-
पूर्ण है वह, पूर्ण है यह
पूर्ण से निष्पन्न होता पूर्ण है।
पूर्ण में से पूर्ण को यदि लें निकाल
शेष तब भी पूर्ण ही रहता सदा।
ओउम् शान्ति, शान्ति, शान्ति।-
પરખાય છે...
જીત સાચાની જ અંતે થાય છે,
સત્યનિ સાથે જ તો જીવાય છે.
હાથ જો પકડી શકો નેકી તણો,
તોજ આબરુ અંતે જળવાય છે.
દુઃખ સમદર નું જઇ કોને કે'વું,
માણસ સમો માણસેય મુંઝાય છે.
જીવન મહી ક્યારે કો અટ્કાઈ જશે,
માનવી ને જાણ ક્યાં એ થાય છે.
'પ્રીતમ' તને છે જગત વિશે જાણ કંઇ?
છે જમિન એવી જ્યાં સત્ય પરખાય છે.-
क़िस्से बनेंगे अब के बरस भी कमाल के
पिछला बरस तो गया है कलेजा निकाल के
तुमको नया ये साल मुबारक हो दोस्तो
मैं जख़्म गिन रहा हूँ अभी पिछले साल के
माना कि जिंदगी से बहुत प्यार है मगर
कब तक रखोगे काँच का बर्तन संभाल के ?
ऐ मीर-ए-कारवां मुझे मुड़ कर ना देख तू
मैं आ रहा हूँ पाँव के काँटे निकाल के-
કાગળની નાવમાં બેસી સાગર પાર ના થાય,
ઝાંઝવાનાં નીર પીવાથી શું તરસ છીપાય?
નેત્રહિનને હાથ ઝાલી સાચી દિશા બતાવાય ,
આંખે પાટા બાંધી ફરનારાને શું રાહ ચીંધાય?
છંદ અને અછાંદસ દ્વારા ગઝલ તો લખાય,
ભાવવિહીન માણસને એનો અર્થ શું સમજાય?
દૂર રહીને પણ પ્રેમનો અનુભવ અવિરત થાય,
પણ લાગણીઓ સાથે રમનારને શું કેહવાય?
સત્કર્મોને સહારે જ તો, મોક્ષદ્વારે જવાય,
મનમાં જો મેલ હોય તો, શું પ્રભુ રાજી થાય?
તરૂ મિસ્ત્રી (સુરત)-
દિલમાં મારાં રહે છે ત્યાં પડઘા નાં કર,
ધડકન બની ધબકે છે એને અળગા ના કર...
પ્રેમમાં તારાં તરબર જાણે વરસાદી મૌસમ,
ભીંજવી તારાં પ્રેમમાં ફરી તડકા ના કર...
દૂર નાં કરીશ ક્યારે પણ દિલથી હવે તારાં,
શ્વાસમાં મને સંઘરી પાછાં તું છણકાં ના કર...
તપ્ત ધરા જેવો પ્રીતમ તડપે તારાં પ્રેમમાં,
વરસાવી દે પ્રેમનીર આમ તું ગરજયા ના કર...
શાને રીસાણી તું આમ સાવ અચાનક જ,
માનીજા ઓ દીવાની હવે તું નખરા ના કર...
તારી દરેક વાત માનું છું ને મારી વહાલી...!
ખેલ પ્રેમનો ખેલી મનમાં તું હસ્યાં ના કર...
-
ગુજરાત સ્થાપના દિવસ
જ્યાં કેસરી સાવજ ની ત્રાડું સંભળાતી
ને ગરવો ગિરનાર ની એ શિખરો દોડતી
સુરતી કચ્છી ઝાલાવડી કે કાઠિયાવાડ ની કેડી
અનોખે એક થઈ ભાષા મીઠડી એ બોલતી
રંગમંચ, કળા ને સાહિત્ય ની એ વિદ્યાનગરી
નર્મદ નરસિંહ ને અખા ના છપ્પા ને વાંચતી
વાવ કુવા ને કિલ્લા ની અનોખી સ્મૃતિ ઉપજાવતી
ભેખડ પાણા રેતી કે દરિયો બધું જ એકમા સમાવતી
શંકર હનુમાન ગણપતિ કે ડાકોર ના રણછોડરાઈ ની ઝાંખી
ગુરુદ્વાર મસ્જિદ કે દેરાસર ની વળી એમાં લાઈનો અનોખી
આવો તમને દેખાડું મારા ગુજરાત ની એ મોંઘેરી પાઘડી
જ્યાં મહેમાન લાગે એમને ભગવાન સમો એ રજવાડી ઓસરી
-
જ્યારે કોઈ પ્રેમની પરિભાષા મારા જીવનની આશા થઇ જશે,
ત્યારે આ સ્વપ્ન ની દુનિયા હકીકત થઇ જશે....-
આપણા મિલનની એ પળ બાંધી રાખી છે
શબ્દોના પુલની એ પળ સાંધી રાખી છે.
ના રાખશો કોઈ વાત કહેવાની બાકી સનમ,
બંધ રાખેલાં હૈયાંની એ કળ બાંધી રાખી છે.
રીતેશ ક્રિશ્ચિયન-