QUOTES ON #ખુદ

#ખુદ quotes

Trending | Latest
16 APR 2021 AT 8:09

હું ખુદને જ શોધું છું ખુદ માં
તને ક્યાંથી મળું તારી શોધ માં ..

૧૦૪/૩૬૫

-


20 AUG 2017 AT 18:34

હું એવો તે ખોવાય તમારી આંખો ના જાદુ માં,

કે ખુદ ને પણ જોવાનું વિસરી ગયો,

સમય ની પણ ભાળ ના રહી,

ને તમારી આંખો માં વહી ગયો....

-


1 DEC 2019 AT 16:07

તલાશ એવી કે હું ખુદ ખુદ થી લાપતા થઈ રહ્યો છું,
જારી છે 'તલાશ' ખુદા થીયે ઉપરવટ જઈને.

-


20 JUL 2017 AT 21:44

મારી ખુદ ની પણ, ભાળ મને ક્યાં મળી છે?
દરઅસલ, શંકા ય સારી મને ક્યાં મળી છે?
છે વળાંકો જિંદગીમાં એ ખરું, પણ,
તેની કોઈ નક્કર જાણકારી પણ ક્યાં મળી છે?

-


10 JUN 2020 AT 11:45

નીકળી પડી છું
પોતાને જ શોધવા
શું ખબર..
સંપૂર્ણ તો નહીં
પરંતુ લેશમાત્ર પણ મળી જાઉં ખુદ ને....

-



શુ કામ તું તારાથી ભાગે,
બંધ અાંખે શુ કામ જાગે...
કર તુંજથી તારો સાક્ષાત્કાર,
તો જ થશે જીવન સાકાર...

-


22 AUG 2018 AT 22:38

છોડીને સ્વાર્થી દુનિયાના બધા જ સંબંધોને,
ખુદની સાથે એક વાર મુલાકાત કરી જો.
નિરાકરણ છે તારી પાસે બધી જ મુશ્કેલીના,
પોતાના દિલને એક વાર રજૂઆત કરી જો.
તારા આંસુઓથી પણ મૃદુ છે દિલ તારું,
તું માત્ર એક વાર તેને મૃદુ વાત કરી જો.
ન સીમા ન મર્યાદા હશે એ પરમ આનંદની,
બસ તું એક વાર તારી શરૂઆત કરી જો.
મૃદુ વાત થી શરૂઆત કરી રજૂઆત કર ખુદને,
પછી 'મસ્ત' ખુદાની તું મુલાકાત કરી જો.

-


19 AUG 2017 AT 22:56

જીંદગી માં આવી તેની યાદ એવી કે,

સમય પણ વિસરી ગયો ચાલવાનું,

દિલ પણ વિસરી ગયુ ધડકવાનું,

બસ એજ યાદો ના જાદુ માં હું ખુદ ને પણ વિસરી ગયો....

-


15 JAN 2021 AT 21:15

શું લખું શબ્દ!!
દર્દ જ્યારે ઉભરાતું હોય..,
વાત કાંઈ મોટી નથી,
જેને માની સૌથી નજીક,
આજે દૂર એણે જ કર્યો..
દર્દ ઓછું કરવું છે સહેજ,
સાંભળનાર કોઈ જ નહીં,
ખુદ ભૂલી જાત ઘસી,
પરવા એને સહેજ નહીં..
એ ખોવાઈ સ્વાર્થ ભણી,
આટલી આવડત મને નહીં..
દૂધ માંથી માખ જેમ જ,
કાઢી ફેંક્યો એમ મુજ અહીં..

-


6 MAR 2020 AT 20:27

હું પાગલ એટલો હતો તારા પ્રેમ નો,
ક્યારેક ખુદ ને ભૂલી જતો,
ને શોધતો રહેતો સદાય તારા માં!!

-