QUOTES ON #હિસાબ

#હિસાબ quotes

Trending | Latest
11 JUL 2019 AT 14:27

ગુમાવ્યા નો હિસાબ રાખીશું
તો.. હિસાબ મોટો થઈ જશે.
આંસુ નો હિસાબ રાખીશું
તો.. તળાવ નાનું થઈ જશે.
દુઃખ દર્દ નો હિસાબ રાખીશું
તો... દિલ દુઃખી થઈ જશે.
દેવાનો હિસાબ રાખીશું
તો.. અભિમાન વધી જશે.
લેવાનો હિસાબ રાખીશું
તો..કર્જ નો ભાર વધી જશે.
મિત્ર નો હિસાબ રાખીશું
તો.. મિત્રો ના નામ વધી જશે.
કર્મ નો જ હિસાબ રાખીશું
તો..હિસાબની ઝંઝટ મટી જશે. 🙏🏻

-


7 DEC 2019 AT 23:06

ચિત્ર પરથી રચના :

-


20 FEB 2022 AT 0:28

અંતરના ઓરડા ખોલી ને જોયું આજે,
માત્ર ને માત્ર અંધકાર ને અહંકાર મળ્યા...
જિંદગી ની કિતાબ ફંફોળી ને જોયું આજે,
જીવનભર મળેલા નિરર્થક અલંકાર મળ્યા...

લાગણીઓનો હિસાબ કરી ને જોયું આજે,
માત્ર ને માત્ર સ્વાર્થ અને સંતાપ મળ્યા...
સંબંધોના નકાબ હટાવી ને જોયું આજે,
સૌ કોઈ માત્ર સ્વયં સાથે વફાદાર મળ્યા...

મૌન પાછળ ની ચીસો ને છંછેડી ને જોયું આજે,
માત્ર ને માત્ર ખાલીપો અને શૂન્યાવકાશ મળ્યા...
દર્પણ સામે નિરાંતે મળી ને જોયું આજે,
પ્રતિબિંબ પાસે થી પણ આક્ષેપો ભારોભાર મળ્યા..

— % &

-


31 MAR 2020 AT 16:06

પ્રમાણ.. ✍️
----------

ગુણોનો ગુણોત્તર કરી લો,
તો, સંબંધોમાં પ્રમાણ જળવાઈ રહે .

કોઈ નમે અને તમે નમો, તો..
સબંધમાં સમ પ્રમાણ જળવાઈ રહે.

કોઈ નમે છતાં તમે ન નમો, તો..
સબંધમાં વ્યસ્ત પ્રમાણ જળવાઈ રહે .

જે સંબંધ.. પ્રમાણ ન માંગેને સાહેબ..
એ જ સબંધમાં મીઠાશ જળવાઈ રહે.

જાગૃતિ કૈલા.. 🙏🏻


-


10 SEP 2020 AT 0:19

બેહિસાબ યાદોને મેં હૈયે સંભાળીને રાખી છે,
કાગળે લખાયેલી વાતો જોને લાગે તારી ને મારી છે..!

-


9 SEP 2020 AT 21:35

ઘણાં દિવસોનો હિસાબ બાકી છે,
આવીને જોજો જરા,
અહીં અધૂરી વાતોની કિતાબ આખી છે...!!!

-


31 MAR 2021 AT 12:01

હિસાબમાં આજે જેણે જેણે નુકસાન આપ્યું
ત્યાં સમયનો ખર્ચ હવે ઓછો કરશું...

નફાકારક સંબંધો જે રહ્યા અમારા માટે
ત્યાં આજી વખતે વધારે રોકાણ કરશું.

આવે તે ઉધાર, જાય તે જમાં નાં નિયમ હવે વાપરો
કોઈ રિસામણે જાય તો તો ચોકકસ જવા દઈશું

સંપતિ સંબંધ કેરી ખૂબ વધારી છે અમે
હાસ્ય કેરો નફો હમેશ વધારીશું

જો થાય નુકસાન અઢળક અમને તો થવા દઈશું
નિસ્વાર્થ ભાવને અમે હંમેશ અનામત તરીકે રાખશું




-


14 OCT 2020 AT 15:28

કંઇક એવી રીતે મે તારી યાદો સાથે નાતો નિભાવ્યો છે,
મારા એક એક અહેસાસ ને તારી હાજરી માટે ભાડે રાખ્યો છે..

શું ફરક પડે છે કે તું સાથે હોય કે ના હોય,
મારા એક એક સ્પંદન ને તારા આભાસ સાથે ધબકાવી રાખ્યો છે..

અરે ના કોઈ શિકાયત છે ના કોઈ અફસોસ,
મારા એક એક આઘાત ને તારા સ્મરણો ની સોગાત બનાવી રાખ્યો છે..

દિવસ છે કે રાત કોને ખબર છે અહી,
મારી એક એક પળ ને તારી સ્મૃતિઓ ના ચોપડે હિસાબ નોંધવા મનાવી રાખ્યો છે..

જીવું છું કે બેજાન ફરું છું ક્યાં કઈ હોશ છે,
મારા એક એક શ્વાસ ને તારા નામ નો દસ્તાવેજ કરાવી નાખ્યો છે...

-


1 APR 2021 AT 12:00

એ તમામ ઈચ્છાઓ જે પૂરી નથી થઈ જીંદગી ની,
આવે છે હિસાબ કરવા ક્યારેક ક્યારેક આમ અચાનક .

#૮૯/૩૬૫

-


8 MAR 2022 AT 16:19

"બા ની રોજનીશી"
બા ના હિસાબની રોજનીશી!
મળી એક દિ, એક જુની ડાયરી.
કૈં કેટલાંય હિસાબ ને સરવાળા,
બાના અક્ષર તો જાણે પરવાળા.
દૂધ, શાકભાજી, ફળો ને દળણાં,
વર-વહેવાર, લગન, સીમંત, મૈણાં.
બા ટૂંકામાં'ય સારી રીતે ઘર ચલાવે,
પોતે ઓછું ભણેલી તોય અમને ભણાવે.
ખોખા, કોથળા, તેલના ડબલાં ખાલી,
મદદ કરે એપૈસા ભાણીનો હાથ ઝાલી.
આટલું કરીને'ય બચત! બા કરી જાણે,
સાંધેલ સાલ્લાના છેડેથી બાંધેલું દસીયું આણે.
કોક પાને રેસિપિ, ભજન, કે કવિતાઓ સીધી સાદી,
ટાણે પ્રસંગે વહેવાર આઇવા ગ્યા'ની વિગતે યાદી.
છેલ્લા પાને તો બા એ જે લખ્યું, હદ કરી નાખ્યું!,
એના કારજમાં કેમ કરવું? એ'ય લખી રાખ્યું!.

-