હસ્તરેખાને ક્યા કોઈથી ઉકેલી શકાય... !!
હા.. કર્મરેખા દરેકથી ચોક્કસ રચી શકાય...
-
શું કહે છે તમારી હસ્તરેખા? લાવો, હાથ બતાવો, એના પરથી આજનું ભવિષ્ય જોઈ આપું.
( Read full in caption 👇)-
જાત બાળીને મહેનતની રેખાથી જીવન નીખારતી ગઈ
રાખ્યા જીવન ઉદ્દેશ્ય ઊંચા પણ સ્વયંથી જ હારતી ગઈ
માન્યું સદાયે કર્મો જ શ્રેષ્ઠ, સદાયે સાથે રાખતી ગઈ
છતાંયે શું ધાર્યું અને શું આ જિંદગી કરાવતી ગઈ
અથાહ પ્રયત્ન છતાં આ કેવી દલદલમાં ફસાતી ગઈ
ના મળ્યું ઉગારવા કોઈ હું ત્યાં જ પડી હાંફતી ગઈ
માન્યું સદાએ મનની રેખાઓમાં વસવાટ ઈશનો
’ને જુઓ આ હસ્તરેખાઓ મને જ મિટાવતી ગઈ !!
-
કરામત ગજબની કરી જાય મિત્રો,
બની હસ્તરેખા ફળી જાય મિત્રો...
કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ;
કહે ના કશું, બસ કરી જાય મિત્રો...
ન શબ્દો, ન ચ્હેરા ઉપર ભાવ કોઇ;
છતાં મનની વાતો કળી જાય મિત્રો...
તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છેઃ
નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો...
સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?
સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્રો...-
ઝંખના... પાણી નો પરપોટો જેમ ફૂટી જાય છે
હસ્તરેખા માં નથી જે, હાથમાંથી છુટી જાય છે,
ઈચ્છા ની ગાગર છલકી ને જેમ રાખી હો માથે,
એક નદી આંખ માંથી વહી ને છલકી જાય છે,
મળ્યું એ ગમ્યું નહીં, ને ગમ્યું એ મળ્યું નહીં,
કાચી નીંદર ના સપનાં અધવચ્ચે થી તૂટી જાય છે,
રાજા ને રંક બનાવે ને રંક ને બનાવી રાજા
કોઈ પામે પારાવાર ને કોઈ જીંદગી લૂંટી જાય છે,
જાણે સાપસીડી ની જેમ આ હસ્તરેખા ની રમત,
ઝાંઝવા નાં જળ અહીં જમીન ને છેતરી જાય છે,
કોઈ માગ્યાં વગર પામે કોઈ ને માગ્યાં પછી પણ નહીં,
વ્યાખ્યા હસ્તરેખા ની સમજાવતાં કલમ બટકી જાય છે
-
હસ્તરેખાના ચક્રવ્યૂહમાં કદી ફસાતો નથી...!
જીવન યુધ્ધમાં કર્મવીર કદી હણાતો નથી....!
નસીબ ના ભરોસે બેસી રહેવું શુ કામ...?
સતત પરીશ્રમ કરનાર કદી પસ્તાતો નથી....!-
હસ્તરેખા નો શું ભરોસો,
તું કાંડા માં તાકાત અને હૃદયમાં વિશ્વાસ રાખ,
બદલે છે નસીબ મહેનત થી,
તું ધબકતો હર શ્વાસ રાખ!-
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.-
ગમતા સબંધોને
હસ્તરેખા બનાવીને રાખજો...
બાકી , ક્યારેક
છૂટશે જો એ હાથ
પાણીમાં વમળની
જેમ
ખોવાઈ જશે
સંબંધ-