आपणै नवी सवार सूर्य नी किरणो
नवां उत्साह ,फूल हवा अने पृकृति नो
स्वागत करीये,प्रभु नो धन्यवाद करीये,
सुप्रभात मित्रो🙏🙏-
જયારે હનુમાનજી લંકાથી પરત ફર્યા...
ત્યારે જે આનંદ સર્વત્ર હતો ....
તે જ આનંદ હિન્દુસ્તાનમાં છે.
જેમ સ્વાગત મારૂતિનંદન નું થયું..
અેવું જ સ્વાગત અભિનંદનજીનું...
આજ મારા હિન્દુસ્તાનમાં છે.. 🙏
-
સ્વાગત તો આજે એનુ છે,
જેણે સરહદની પેલે પાર ભારત ના ત્રિરંગાને ઘણી શાનથી લહેરાવ્યો છે.
સ્વાગત એના સાહસ ને શૌયૅનુ!!
સ્વાગત "અભિનંદન"નુ!!-
દીવાલો પર ભલે " સ્વાગત " નું બોર્ડ લગાવેલું હોય ,
શબ્દોં નું વજન તો જ્યારે બોલાય ત્યારે જ પડે છે .-
*ગરબો *
-------------
મંડપ સજાવશું ,આંગણ લીપાવશું,
દ્રાર પર અવસરનાં તોરણ બંધાવશું,
વહેલા પધારજો માત ,
માત મારી અંબાજી માતા.
અબીલ ગુલાલથી મા તમને વધાવશું ,
ફૂલડાંનાં હાર માત તમને પહેરાવશું ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
ઝગમગાટ દીવડાંનાં મા પ્રેમે કરાવશું ,
નવરંગી રૂડા માત ગરબા પધરાવશું ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
આરતી ઉતારશું ને નૈવેદ્ય ધરાવશું ,
અંતરના આસન પર તમને બેસાડશું,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
ભૂલચુક મારી મા અંતર નવ ધરશો ,
તારે ખોળે મા ,મને પ્રેમથી પોઢાડજો ,
વહેલા પધારજો માત,
માત મારી અંબાજી માતા.
Jagu kaila
-
સ્વાગતમ્.... સ્વાગતમ્......!
અવસર રૂડો છે આજ મારે આંગણિયે,
દિપાવલી છે રૂડી, આજ મારે આંગણિયે,
આરતી ઉતારૂં ને ફૂલડા વેરાવું
ભીંતે રૂડા મોરલીયા ચિતરાવું,
મોરલીયા ચિતરાવું નેઆભલે ટંકાવુ,
તોરણીયા બંધાવું ને સાથિયા પુરાવું,
પધારો આજ મારે આંગણિયે.....!
કંકુ ના પગલે ને ઝાંઝર ના ઝમકારે,
શરણાઈ ના નાદે ને ઢોલ ના ધબકારે,
પધારો આજ રૂડો અવસર શોભાવી,
આવો હરખભેર કરું "સ્વાગત" તમારૂં,
અવસર રૂડો છે આજ મારે આંગણિયે,
પધારો આજ મારે આંગણિયે....!!!
2/3/2019...
-BINDU...
********
-
એક નાનકડું ઘર
સફેદ રંગ ની ચાદર ઓઢી
જોઈ રહ્યું હતું રાહ
એક નાનકડી પરી નાં આગમન ની
નાનકડાં પગ થી આવી જ્યારે એ પરી
સ્વાગત કર્યું એનું ગાતી હવાઓ એ
એક કમરા થી બીજા કમરે બીજા થી ત્રીજા
ખિલખિલાટ સંગ દોડતી કૂદતી એ પરી
દરેક ને પોતાની બનાવતી રહી
પગ માં બાંધી પાયલ ઘર માં સૂર વિખેરતી
આવી જ્યારે ફળિયા માં ઝૂલવા
સ્વાગત કર્યું જુહી નાં વૃક્ષ ની ડાળીઓ એ
આંગણ માં લાગેલ એ તુલસી નો ક્યારો
એના ઉછેર ની ગવાહી દેતો
જે ઘર માં મોટી થઈ
એ ઘર ને અલવિદા કહી ગઈ
અજાણ્યા ઘર સંગ નાતો જોડી ગઈ
સ્વાગત કર્યું નવા ઘર ની દીવાલો એ
સ્વાગત કર્યું એનું બંને માઁ બાપ એ મળી ને-
સઘળી બાબતોથી તું અવગત છે,
આવો મુજ જીવનમાં તો સ્વાગત છે,
વાતો છે ,પ્રેમ છે પણ સ્વગત છે,
અોળંગી તો જતે ઉંબરો ઘરનો,
લાજ ને લીધે જાણે પર્વત છે,
ખલાસી નહી આવી શકે છોડી દામન દર્દનું,
તું ખુશીઓ લઇ આવે તો "સ્વાગત" છે!-
પ્રભુતામાં પગલાં માંડતો
આછી ચારણે કિરણો ચાળતો
ધીમે પગલે સૂરજ આવતો
પ્રભાતફેરી એ સ્વાગત કરતો
પ્રભુલીન મય પ્રભાત લાવતો...!-
દુશ્મનની છાતી પર ખમીરનો ખાધો ખોંખારો,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..
અમે ફકત વાતો કરીશું એનું કર્યુ તે ખંડન,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..
લંકાના પણ લીરે-લીરા ઉડાવ્યા! તે રઘુનંદન,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..
રુવાડે-રુવાડે રાષ્ર્ટપ્રેમના ઉઠ્યા સ્પંદન,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..
માઁ ભારતીના નિર્ભય વીર નંદન,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..
માતૃભુમિના સપુતનું સ્વમાન સાથે સ્વાગતમ,
અભિનંદન તને વંદન સાથે અભિનંદન..-