કવિની કવિતામાં અને સંગીતકાર ના સંગીત માં
નાના બાળક ના નિર્દોષ હાસ્ય માં,
તો માશૂકાના સુંદર ચહેરા મા,
શિયાળાની ગુલાબી ઠંડીમાં,
ઝરમર વરસતા વરસાદમાં,
કોઈની મીઠી વાતો માં અને કોઈ ની મીઠી યાદો માં,
સુંદરતા તો કણ-કણમાં છુપાયેલી છે,
બસ એ સુંદરતા ને શોધવા માટેની દ્રષ્ટિ ની જરૂર છે.
-
તન ની સુંદરતા પ્રેમ નું પ્રથમ પગથિયું,
મન ની સુંદરતા પ્રેમ ની મંદિર રૂપી મંઝીલ.-
સુંદરતા તો જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે, સાહેબ ..અેટલે તો કોઈ ને ખૂબસૂરતી ની પરાકાષ્ઠા ગણાતાં ચંદ્ર માં પણ ડાઘ દેખાય છે, તો માતા ને તેના અપંગ અને કુરૂપ સંતાન માં પણ વિશ્વની શ્રેષ્ઠ સુંદરતા ના દર્શન થાય છે. 🙏🏻
-
બદલાય છે... ✍️
આજે સરસ્વતી નહીં, સુંદરતા પૂજાય છે,
સત્યથી દૂર બસ ભ્રષ્ટાચાર દેખાય છે.
આજે એક, કાલે બીજી પછી ત્રીજી
એમ હવે તો રોજે રોજ પસંદ બદલાય છે.
પ્રેમ અને મિત્રતા તો બસ વાતો જ છે,
અહીં તો સ્વાર્થ હરદમ પડઘાય છે.
સ્વભાવના તો મૂલ ક્યાં રહ્યા હવે..!
મીઠા બોલ , પાખંડતાથી સૌ અંજાય છે.
જાગુ' કુતૂહલ છોડ હવે તું પણ શીખ,
લોકો અહીં કાંચિંડાંની જેમ બદલાય છે.
જાગૃતિ કૈલા.. 🙏🏻-
આંખોમાં એ રોજ નવી વાત રાખે છે,
જાગતાં સુરજ માટે થઈ રાત રાખે છે,
અગમ્ય છે જાણવું મનમાં શું રાચે એના,
એ તો વાતોમાં રહસ્યોની નાત રાખે છે,
સુંદરતા બક્ષી છે 'ઈશ' એ ભરી ભરીને,
ઘોર રજની માં એ નવલું પ્રભાત રાખે છે..-
તારી ખરતી જુવાની
જોવાની અભિલાષા છે ,
સુંદરતાની એ પણ
એક મારી પરિભાષા છે ..
-
સુંદરતા મારા મહેબૂબ ની જ્યારે જ્યારે દેખાશે
હોશ ઊડી જશે જ્યારે એ બેનકાબ દેખાશે
નૂર એ નઝર તો શું ઇમાન પણ ડગમગાશે
રાત તો ઠીક છે દિવસે પણ એના સપના જોવાશે .-
મનની સુંદરતા = કરુણા, પરોપકારી ભાવના, દયા
બાહ્ય સુંદરતા = ફક્ત એક આકર્ષકતા
(મન+બાહ્ય)સુંદરતા = ઈશ્વરની સુંદર રચના-
ના સુરમો ના કાજળ ના પાવડર ના લાલી
છતાંય એની સુંદરતા લૂભાવે મન ની ક્યારી
ફેશન પાછળ ભાગતી આ દુનિયા ની તોલે
સાદગી માં ઝળકે એની જાહોજલાલી-