બાર ગામે બોલી બદલાય વાતો નું વંટોળુ થાય
ભાત ભાત ના ભાવ ભરી એક અલગારી સંધિ સર્જાય
જ્યાં હાથો ની સંગાથો થી બાહો ની ઝોળી બંધાય
પગરવ ના રણકારે ઝાંઝર હરખ નિરખ માં ઘેલા થાય
જ્યાં મણિયારી પનીયારી જોઈ માલણ મેરુ ન અચકાય
આ વણઝારી નો વાલમ ભા' તેણી ને ઘેરે લેવા જાય
આ આર્યો નો સમાજ છે જ્યાં દીલડા ની દિવાળી થાય
આ અધરો નો સરતાજ છે જ્યાં હર ગઝલ રસવાળી થાય
આ ગાંધી નો ગર્વાનવિત દાંડી સમો અધ્યાય છે
આ અભ્યારણ છે ધર્મ નું આ શસ્ત્રો નો પર્યાય છે
આ મનમંથન છે શબ્દો નું જ્યાં દેવો પણ હરખાય છે
આ ભાષા નું વરદાન છે વેદો પર પણ વર્તાય છે-
સમાજ શું છે ?
✍❣✍
કોઈ મને ઓળખે છે , તો કોઈએે મને ધાર્યો છે
આમ જ પોતપોતાની રીતે સૌ એ મને વિચાર્યો છે
હું સારો છું , હું માણસ છું, એ બધું પછીની વાત
પહેલા મારી જાત જોઈ, પછી મને આવકાર્યો છે
એમ જ અહીં ક્યાં કોઈએ વાત મારી કાને ધરી ?
પહેલા હું સાબિત થયો, પછી મને ગણકાર્યો છે
મારે જો જરૂર પડી તો કાન બહેરા થઈ ગયા
પોતાના જ્યાં સ્વાર્થ આવ્યો, હંમેશા પૂકાર્યો છે !
કહેશે કંઈક, કરશે કંઈક અને પછી બોલશે કંઈક
અહીં કોઈનો ભરોસો નહિ, આ સમાજ અણધાર્યો છે !-
જ્યારે વ્યક્તિ પરિવારની ઈચ્છાઓ કરતાં સમાજ શું કહેશે એ ડર અને સામાજિક રૂઢિચુસ્તતાઓ ને વધારે મહત્વ આપે છે,
ત્યારે તેને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સ્થાન તો મળી જાય છે,
પરંતુ સમય જતાં તે પરિવારજનોનાં પ્રેમ અને લાગણી માં ખુદ નું સ્થાન ગુમાવતો જાય છે...-
સાટા પાટા માં બહેન ભાઈના લગ્ન પછી છુટાછેડા નો સ્વિકાર કરનાર આજ સમાજ છે
અલગ અલગ સમાજમાં પ્રેમ લગ્ન કરેલા જોડલા નું તિરસ્કાર કરનાર પણ આજ સમાજ છે
દેખાવે સુખી અને વૈભવદાર દેખાતા ઘરે જબરદસ્તી સંબંધ જોડતો આજ સમાજ છે
ગરીબ પણ મોભાદાર વ્યક્તિના ઘરથી સંબંધ છુપાવતો અને પીછો છોડાવતો આજ સમાજ છે-
શ્વાસ થાંભ્યા વિનાં પુષ્પ હથેળીએ ઝીલાય ખરા?
તો ધરાની સઘળી ફૂલછાબ એક મૂરતને જઈ અર્પું!
કંકુથાળ પાથરતી સંધ્યારાણી સ્પર્શી શકાય ખરા?
તો વિધવાને માઠો શુકન માનતાંને કંકુચાદર પાથરું!
નીરથી તૃપ્તતા દેતી નદી સારુ માટી બનાય ખરા?
તો પાતાળની કૂખે જન્મી એ માતને હેતે મનાવું!
વ્હાલવર્ષા વરસાવી બીજમાં પ્રાણ ઉમેરાય ખરા?
તો ચેહ રાખ થતાં અગાઉ એક ખેડુને જઈ ભીંજવું!
ઓ આભ!તારો ચાંદલો આજ ઉધાર આપીશ ખરા?
તો જડે ફાનસ ત્યાં લગી કેટલીક આંખે પ્રકાશ રેલાવું!
-