D J (સહજ)   (સાહજિક કલમ)
195 Followers · 52 Following

read more
Joined 10 March 2019


read more
Joined 10 March 2019
29 MAR 2021 AT 22:48

💓ચરણ મારા સતત તારા ભણી જ હોય છે
કેટલી એને તારા તરફ લાગણી હોય છે
તને મળું એ પહેલાં ,ને તને જોઉં છું હું ત્યારે
હૃદયમાં ઉર્મિઓ કેટલી રણઝણી હોય છે💓

-


28 JUN 2020 AT 23:04

💓💞💓
તમે જરા પાસે આવીને જરીક અમથું અડકો
અમને તો વહાલો લાગે છે ઉષ્માનો ઉમળકો
તમારી ખાતર અમે છે જાત ને અજવાળી
તમે કહો તો કિરણો થઈએ , તમે કહો તો તડકો

-


31 MAY 2020 AT 13:33

✍️❣️✍️
એક ઈચ્છા દિલમહિ સળવળી છે ,અહી હજી
ને ભીતરે વેહતી નદી ખળભળી છે ,અહી હજી

વર્ષો જૂની એક ઈચ્છા જે અધૂરી રહી ગઈ છે
એને જોવા આંખ મારી, ટળવળી છે ,અહી હજી

-


9 APR 2019 AT 23:44

❣✍❣
થોડો થોડો તાવ લાગે છે,
એનું કારણ તારો લગાવ લાગે છે

છે મારુ પણ વશમાં નથી,
આ દિલમાં તારો પ્રભાવ લાગે છે

આખી રાત સુવા નથી દેતા,
સપનાઓની આવ-જાવ લાગે છે

ભૂલો ઘણી કરી પણ દર વખત,
નવી ઘોડી, નવો દાવ લાગે છે

દવા કરવાથી ફાયદો ના થયો,
બહુ ઊંડો કોઈ ઘાવ લાગે છે

છેવટે તો થાકી જવું પડ્યું 'સહજ'ને
શ્વાસોનો અંતિમ પડાવ લાગે છે...!!!

-


22 JAN 2021 AT 22:33

" વિરહ ની ગઝલ "

છૂટા પડવાનું કારણ હતું , છે ને રહેશે
ને તે છતાં એક ગમતું સગપણ હતું , છે , ને રહેશે...!

એક બીજાને મળતા મળતા વર્ષો વીતી ગયા ,
બચપણ થી લઈને ઘડપણ હતું , છે , ને રહેશે...!

ભલે તને મળ્યો નથી, ફરક કશો પડતો નથી
તારા પ્રત્યે સમર્પણ હતું , છે , ને રહેશે...!

તને જોઈ છે હંમેશા મે ઈચ્છ્યું જ્યારે જ્યારે
મારી આંખમાં એક દર્પણ હતું , છે , ને રહેશે...!

છૂટા પડવાનું કારણ હતું , છે ને રહેશે
ને તે છતાં એક ગમતું સગપણ હતું , છે , ને રહેશે...!

-


15 JAN 2021 AT 22:59

✒️✍️✒️

એક તૂટે તો ચાર જોઈશ
હું સપના વારંવાર જોઇશ !

રોકી શકો તો રોકી લેજો
આંખોની પેલે પાર જોઈશ !

તૂટી જશે તો વણાંક આપી
નવા સ્વપ્નના દ્વાર જોઈશ !

નિષ્ફળતાના મારગે થઈને
નિષ્ફળતાની હાર જોઈશ !

હું ખુદને ખુલ્લી આંખેથી
સફળ થતો સાકાર જોઈશ !

-


2 JAN 2021 AT 23:19

~ એક "હીંચકા" ની ગઝલ ~

આંગણિયે મારા મ્હાલે છે હીંચકો
કે તું અહી આવ બોલાવે છે હીંચકો !

થાકી ગયેલાને આશરો એ આપતો
ને પલળી ગયેલાને સૂકવે આ હીંચકો !

એકસરખો આનંદ આપે છે સૌ ને
નાના કે મોટા, જુલાવે છે હીંચકો !

ઉનાળે તાપમાં છાયડો આપે ને
ચોમાસે ભિંજતા બચાવે છે હીંચકો !

વર્ષો નાં વર્ષો સુધી સાથ આપે ને
આયુષ્ય આપણું માપે છે હીંચકો !

-


22 NOV 2020 AT 0:11

✍️❣️✍️

આ દિલ મારું વ્યવસ્થિત રહે છે
જો તું એમાં ઉપસ્થિત રહે છે ..!!

-


8 NOV 2020 AT 23:43

✍️¶¶¶✍️
આંખો ને તો વાચા હોય છે પણ
શબ્દો લુચ્ચા - લબાચા હોય છે

ને મૌન ને જે સમજી શકે
સંબંધો એ જ સાચા હોય છે !!!

-


30 OCT 2020 AT 18:51

❤️✍️❤️
તું સપનામાં આવે સવારોમાં આવે
સમી સાંજે વહેતી બહારોમાં આવે

તું વહેલી પરોઢ નું છો ઊગતું કિરણ
ને તું રાતે ભટકતા અંધારોમાં આવે

તું મન પડે ત્યારે વિચારોમાં આવે
ને આભમાં ચમકતા સિતારો માં આવે

એવી તે કેવી તારી દાદાગીરી કે
તું પૂછ્યા વગર દિલના દ્વારો માં આવે !!

-


Fetching D J (સહજ) Quotes