દૂર કે નજીક ભેગો થઈ રહ્યો
આકાશ થી જમીન સુધી ,
શું થયું જાણે વર્ષા એ ત્યાં
રહેનારની ખબર પણ ના લીધી ,
એને ભૂલાવવા ત્યાં બેઠા
એક પ્રાણી એ મદિરા શું પીધી ,
લોકો એ પાણી ને છોડીને
મૃત્યુ માટે એને જ દોષી કીધી ..
-
ગુલાબી આંખની રંગીની શિશામાં નથી હોતી,
નજર માં હોય છે જે મસ્તી તે મદિરા માં નથી હોતી..-
એવો તે શો નશો ચડ્યો છે "રાધે" એમની યાદમાં,
કે વગર મદિરા એ લથળીયા ખાઈ રહ્યો છે એમના પ્રેમમાં...!-
"અને મારી ક્ષમતા છે! એટલે જ પીવું છું,
એમાં કંઈ મારી આનાકાની શેની...?
મારી સમજણની સહજતાએ જ પીવું છું,
એમાં કંઈ મારી ખાનદાની શેની...?
અને સ્વાદથી તો મારામાં કડવાશ જ ભરું છું,
મને એ ઝેર પીવાની મજાની શેની...?
હું જાહેરજીવનમાં જ આખોબોલો વ્યક્તિ છું,
પી'ને બધી ભડાશ કાઢવાની શેની...?
હું શરમ સંકોચે તો આખો ખીલેલો જ છું,
આ બાટલી મારી ફૂલદાની શેની...?
હું મારી ઈચ્છાએ તો ગમે તેમ બોલું જ છું,
એમાં વળી, મારી મનમાંની શેની...?
અને ડર તો ચોક્કસથી મનમાં કંઈક રાખું છું,
ઈજ્જત તો ગઈ હવે સાવધાની શેની...?
મદીરા પછી પણ એમના પ્રેમપુરસ્કાર પામ્યો છું,
"મયુર" હવે જરૂર કોઈકના ચાહવાની શેની...?-
મદિરા નો મોહતાજ ક્યાં રહ્યો છું?
ખાલી પ્યાલે યાદો મધહોશ કરે છે.-