"અને હજુયે સંબધોની મહતા,અહેમિયત અને એની સમજમાં
અટવાયો છું,,,
પોતાના જ છો! એટલે જ મનના મોટાપે તમારી સાથે હજુ પણ
સચવાયો છું,,,
આટલું કરતા જસ ક્યાં મળે કદી? ભલે ને મન મૂકીને લાગણીમાં
વપરાયો છું,,,
એમને તો સારુંય લાગશે અને ઓછુંય પડશે "મયુર"
જેમની માટે તું ખાલી છતાંય ખર્ચાયો છું,,,"
-
9924373373
"અને ધરાર! આપેલી લાગણીઓ મેં લઈ લીધી
પરત,
કેમકે,એમની સાથેના સંબધોમાં હતી માત્ર ને માત્ર
શરત"
-
"અને સ્વમાનને ભૂલીને અનહદ માન આપ્યું છે,,,
સામે માનભેર ઇજ્જત મળશે કે એમનું ઇજ્જતદાર કોઈ બીજું હશે...?
ઘણીવાર બેફામ શબ્દોથી ગમ ખ'ઈએ અપમાનમાં,,,
એ સમજણ મારી છે હોં,! કે એમનો સમજદાર કોઈ બીજું હશે...?
ને આટલે સંબધેય પણ, ગણતરી કંઈ ખાસમાં છે ન'ઈ મારી,,,
ખાલી પુંછતો'તો કે જરાક અમથોય હક મળશે કે એમનો હકદાર કોઈ બીજું હશે...?
મેળવવાની ન'ઈ,ચાહવાની જીદે જ છું, તો'ય પામવાની આશમાં નશીબ ખરું?,,,
કે "મયુર" એમને પામનાર એમનો નશીબદાર કોઈ બીજું હશે...?-
"અને આછો પાતળો ન'ઈ હોં! આ જીવનનો એકડો તો
ઘાટ્ટો ઘૂંટેલો છે,,,
કહું તો માણસ છે મજાનો!પણ,એકાદ બે સંબધોમાં
લાગણીએ લૂંટેલો છે,,,
જો'કે હવે કમી કદાચ કંઈ રહી નથી! તો'ય એક જ
ખજાને ખૂટેલો છે,,,
સેવાકીય અને સદભાવીય ખરો! તોય ચાલે ન'ઈ "મયુર"! કેમ કે,
જીભથી સાવ તૂટેલો છે"-
"અને જીવનમાં પાનખર આવે ને ત્યારે,
ભીના પાન શું...? પર્ણો કૂણાય ન મળે...
જો એકલતાનો શિકાર થઈ જાવ ને ત્યારે,
ખભા પર હાથ શું...? રડવા ખૂણાય ન મળે..."-
"અને વિસરી જ જવું સારું,યાદ રખાય એવી,
હવે લાગણીઓ તો અકબંધ ક્યાં છે,,,?
મનસ્વીપણું તો પે'લથી જ છે,તો'ય માન રાખતા!
હવેની મનમાની પર પ્રતિબંધ ક્યાં છે,,,?
હા અને ના માં જ જવાબ આપવાનો સુધાર છે હોં!
હવે લખવા કે બોલવામાં નિબંધ ક્યાં છે,,,,?
પ્રાર્થના છે કે છો એટલા હજુયે દૂર થાવ "મયુર"! કેમ કે
હવે હેત કે હિતેચ્છું જોડે સંબધ ક્યાં છે,,,?"— % &-
"અને આ બંધ આંખે તો એ આબેહૂબ છે જ,
પણ રૂબરૂ..?
એતો ન'ઇ જ ને...!
વૈચારિક વિકલ્પની વાતે તો પાસે જ છે હંમેશા,
પણ વાસ્તવમાં..?
એતો ન'ઇ જ ને...!
મેળવવાની ચાહે તો એ કદી દૂર જ નથી રહ્યા,
પણ હકીકતમાં પાસે..?
એતો ન'ઇ જ ને...!
અને પ્રાર્થના છે એમની "મયુર" કે કોઈક ચોક્કસ મળી જશે,
પણ જીવનમાં..?
એતો ન'ઇ જ ને..."— % &-
"અને એ વ્યક્તિને મારી લાગણીમાં
ઝુલતી જોઈ છે,
આજે એજ વ્યક્તિને "મયુર", મને
ભૂલતી જોઈ છે"
-
"અને એ આવશે એવી અવઢવની અટકળોમાં જ થાય છે જીવન
પસાર,
પણ,લાગતું નથી જરીક અમથોય એમના આવવાનો સે'જે
અણસાર,
થાય આટલી વાર કેમ?અને શું છે એ સમજાતો નથી વિલંબનો
સાર,
ફીકર ન કર "મયુર"!જે પણ આવશે એ હશે તારા જેવું જ
મિલનસાર"
-