પાનખર
થોડું ઉજ્જડ થયું છે મન આજ મારું,
શાને રહી આશા કાંઈ હું થોડી જાણું,
વિખરાયા વિચારો અહીં પત્તાની જેમ,
પણ સંસ્કારોનું થડ અડીખમ જાણું,
વાયરો વસમો ધબકારો વધારો કરતું,
પણ તોય અંતરને હું સમજી જાણું,
ખરી ખોટી આ ડમરીઓ જેવી લાગે,
પણ હકીકતએ કહેતી સઘળું જાણું,
સદાય આતો દસ્તુર પાનખર મનનું,
નવ' તોય આશ દિલમાં વસંત માણું.
-નૃપેન વડોદરીયા (નવ)— % &-
નવી સવાર
આ સુરજ એજને તારીખ એજ,
પણ માત્ર વર્ષનો એમાં મોટો ફેર,
આ આંખો એજને શમણાં એજ,
પણ માત્ર અધૂરા રહ્યા એજ ફેર,
આ વાત એજને સંવાદ પણ એજ,
પણ માત્ર યાદમાં વસ્યા એજ ફેર,
આ લક્ષ્ય એજને ખંત પણ એજ,
પણ માત્ર આજ ચુક્યા એજ ફેર,
આ શબ્દ એજને ભાવ પણ એજ,
પણ માત્ર 'નવે' લખ્યા એજ ફેર.
-નૃપેન વડોદરીયા (નવ)-
સવાલ થયો છું!
કોઈ મને પૂછે, "કેમ છે?",
શું એટલે બીમાર થયો છું!
મહેફિલોની રોનક જામે,
શું એટલે બબાલ થયો છું!
હાથતાળીનાં ખેલો ઘડ્યા,
શું એટલે ગાંધાર થયો છું!
ફરી મને તું માત કરી જા,
શું એટલે ગુલામ થયો છું!
લાગણીને લાશ મળી જ્યાં,
શું એટલે જળઘાટ થયો છું!
ભાંગી પડું, તું સમજી જાણે,
શું એટલે શરમાળ થયો છું!
નવ'આધાર નથી ચાહતનો,
શું એટલે સવાલ થયો છું!
-નૃપેન વડોદરીયા (નવ)-
સાંજ
સાંજ તું કાયમ આમ આવતી રહેજે,
થોડીવાર રોકાઈને મને મનાવતી રહેજે,
આંખોને અચરજ કાયમ આમ રહેવાની,
તું પળવાર દિલને યાદ અપાવતી રહેજે,
માનું નહીં તારું તો અબોલા ન લેતી,
ક્યારેક મને રાહ તું બતાવતી રહેજે,
કાલથી કદાચ હું જો પામી ન શકું તને(સાંજ),
પણ ઝાંઝવાની જેમ કાયમ દેખાતી રહેજે,
સમજુ ઘણું પણ ડૂમો ભરીને જીવું 'નવ',
આથમતાની સાથે સઘળું ભુલાવતી રહેજે.
-નૃપેન વડોદરીયા (નવ)-
દરિયો
રાતે દરિયો થોડોક શાંત પડ્યો,
લાગે છે કે એને દિલમાં ડૂમો ભરયો,
વિશાળતા એની કાયમ રહેવાની,
પણ એકાંત રહેવાનો શું ગુનો કર્યો?
ખારાશ ભરીને એતો જીવે સમસ્ત,
ઈશ્વરનો આશરો એને કેવડો રહ્યો?
ભરતીને ઓટ સઘળું એ જાણતો,
છતાંય એ તો કાયમ મૂંગો રહ્યો,
કિનારાનો છોળમાં સઘળું સમાવતો,
મોતીનાં મોલ એ કાયમ દેતો રહ્યો,
ભૂલવું કે ત્યજવું એને જાલ્યું નથી,
કાયમ કિનારેએ બસ ગુંજતો રહ્યો,
તગતગતો ભાનુ ભીંજાય એની કોરમાં,
નવ' મનથી ક્યારે તું દરિયો થયો?
-નૃપેન વડોદરીયા (નવ)-
મદિરા નો મોહતાજ ક્યાં રહ્યો છું?
ખાલી પ્યાલે યાદો મધહોશ કરે છે.-
આવી દિવાળી!?
બસ તારીખયામાં આવી દિવાળી,
આતો મનમાં બે ઘડી લાવી દિવાળી.
સગાને વ્હાલા ઉજવવા ગયા બહાર,
સોશ્યિલ મીડિયા પર ઉજવાણી દિવાળી.
જાત ભાતની વાનગીઓતો મળી,
ઝોમાટોને થઈ આમતો ખરી દિવાળી.
હાથ મિલાવવા આમ પણ નહોતા,
આતો કોરોના બહાને ગઈ દિવાળી.
મુબારક તો સાલનું કરવું પડયું પરાણે,
બાકી દિલથી ક્યાં ઉજવાણી દિવાળી?
કોણ સાચા ને કોણ ખોટા હવે!
બસ નામની જ 'નવ' કરી દિવાળી.
-નૃપેન વડોદરીયા (નવ)-