પિતા
જ સ્તંભ ઘરનો જ્યાં
ધ્રૂજે જરાં ધરતી તો ય એ
કેવાં અડગ અડીખમ રહે સદા,
આવે ઘડી વાવાઝોડું તો એનો
ધોમધખતો તાપ ઘડીક ઘરનેય શે
કે પણ પિતાની શીતળ હૂંફની ત્યાં
.:: છત છે સદા , બાળપણનું પીપળ
પાન, આગણાંની તુલસી જેની
સાથે કિલ્લોલતું બાળપણ
વીતી ગયું અને આગણાં
ને માલવામાં
એ મોભનો ભાર જો
ઈને પણ જાણે કદી ખમી
જવાની તતપરતાં દાખવી ન
શકાઈ, છતાં હરેક સ્થિતિમાં કેવું
એ વટવૃ ક્ષ રહ્યુંઅડીખ
મકદીભુ લીને પોતાની
હરએક જરૂરીયાતોને
'ને બાળ માટે એ ઉણાં
કો ડિ યાંમાં તેલ
બોરીને સતત ઉજાસ
પાથરવો એ પિતા તારી
ઓળખ રહી છે તારા થાકે લા મુ
ખને જેમવ્હાલસો યી આત્ મજાનો
ચહેરો આરામ આ પે છે એ સુખ
ભાગ્યવાન પિતા જે કરી શકે દીકરીનું કન્યાદાન.-
પોતાની જ માં વિશેની રચના વિચારી આંખો રડી પડી ,
જ્યારે એક દીકરીની પોસ્ટમાં આજના દિવસે પિતાની મહાનતા જડી ...
જો એકલા હાથે ઘડતર કરવા વાળી દરેક માં જીજાબાઇ હોય,
તો માતા ના ગયા પછી ઘડવા વાળા દરેક પિતા પણ રામ છે .-
ખંજન કેવું ગાલનું હેત ઝરતું જાણે એ વ્હાલનું, નાનકી
આંગળીને સ્પર્શતું ખડતલને ખુમારીથી બાંધેલ બાવળું
મૂંગું મોં મુખપટ સાદગીને સ્નેહથી લ્હેરાતું માસૂમ
સ્મિતને સદા એ ઊંડા ઘા સંતાન ઉછેળે ખેંચતાં
જોને એ તાત સમગ્ર વિશ્વનો પાલનહાર છે જાણે એ બાળ ગળાનો
હાર છે,ન કોઈએ એને ફરિયાદ છે ઝળહળતી ડેલે મશાલ
છે મેલાં ખમીસ ખિસ્સે
લખલૂંટ લાડની બહાર-
લગ્ન પછી ગ્રહપ્રવેશ કરતી પુત્રવધૂ ને કુમકુમ ના પગલા પાડતી જોઈ એક પિતા એ વિચાર કર્યો કે આ પગલા કુમકુમ ના ભલે હોય, પણ હકીકત મા તો એ એક પિતા ના હૃદય મા વેહતા રક્ત ના પગલા છે.
-
હોય એ નાની કે પછી મોટી...
ગણતાં હોય ભલે સૌ એને પારકી...
તોય
થાકેલાં-હારેલાં બાપની હિંમત હોય છે દીકરી...-
આખરે એની પ્રતીક્ષાનો અંત આવ્યો...!!
કેટલાં ખુશ હતા, આજે એ સંઘર્ષશીલ પિતા...
હરખાતા-હરખાતા બધાને કહેતાં ફરતા'તા...
એ વ્હાલસોયા પિતા...
સાથે લઈ જવા માટે ખરીદી કરવા લાગ્યા,
ઘરની એકેક ઘરવખરીની સંભાળી-સંભાળીને...
એ આત્મવિશ્વાસુ પિતા...
ધીમે-ધીમે જવાનો વખત નજીક આવી ગયો...
પિતા જોવા લાગ્યા,
બધું જ આવી તો ગયું છે ને...!!
આંખો ભીની થઈ ગઈ, એ લાગણીશીલ પિતાની,
અચાનક કૈંક યાદ આવતાં જ...
"આજ તો મારો મોટો દીકરો જુદો થાય છે..."
સરકારી નોકરી મળી ગઈ હતી,
પોતાની લાડકવાયી દીકરીને એટલે...-
પિતા🌈
*************
જ્યારે મનમાં એવો ઉત્પાત ઉદ્દભવે છે, કે!
બધું જ છુટી રહ્યું છે, હવે કાઈ નથી ખોવા માટે,
હવે કાઈ નથી પામવા માટે!
શૂન્ય થી શરૂ થયેલો સંઘર્ષ વર્તુળ ની જેમ જ રહ્યો.
ત્યારે આંખો સામે એક ચેહરો અંકીત થાય છે.
અને મનના તરંગો જાણે કહી રહ્યાં છે' બસ!
આના માટે જ બધું પામવું છે,
અને આના માટે સઘળું છોડી પણ શકુ
ભલે તે "આશ" હોઈ કે "શ્વાસ"
એક એ "દિગંબર" છે, એક આ"અંબર" છે.
જે મને હવા મા પાંખો આપીને તરતા શીખાડે છે.
જે મને શીખવે છે, કે' હર એક અંક શૂન્ય વગર અધૂરો છે.
🍁
-
અપાર સ્નેહ
લાગણીનું ઝરણું
એ પિતા હોય
કરુણા મૂર્તિ
મમતાની સરિતા
એ માતા હોય
પિતાને તુલ્ય
વાત્સલ્ય ધરોહર
એ ભાઈ હોય
માતાને તુલ્ય
સુખદુઃખની સાથી
એ બે'ના હોય
અતિ અમૂલ્ય
નહીં રક્ત સંબંધ
એ મિત્ર હોય 🙏🏻
Jagu kaila
-