🙏🙏🦁
-
કાગળ, કલમ અને અઢળક વિચારો ની વણઝાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું..
મૌન રહી મૂંઝાયેલા મન ને વાચા આપવા, શબ્દો નો સથવાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું..
વ્યસ્તતા ની પળો માં રોકાઈ ગયેલી કલમ માં ઉમંગ ની સ્યાહી અપાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું..
વિખરાયેલી આકાંક્ષાઓ ને સમેટવા કોરા કાગળ ની લાંબી કતાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું...
હૈયાં માં ઉમટી રહેલી લાગણીઓ ને ઠાલવવા એકાંત નો આખો દરબાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું...
કાગળ, કલમ અને અઢળક વિચારો ની વણઝાર લઈ ને બેઠી છું,
આજે ઘણા સમયે, ખુદ ને મળવા એક સાંજ ઉધાર લઈ ને બેઠી છું...
-
मैने तुम्हे देखा था उस दौर में,
तब तुम बहोत सुंदर,आकर्षक,भव्य और वैभवशाली हुवा करते थे,
मैने तुम्हे देखा था उस दौर में जब तुम लोगो से भरे हुवे रहेते थे,
मैने तुम्हे देखा था उस दौर में जब तुम्हारे पास सबकुछ था,तुम बहोत शक्तिशाली थे,
मुझे ज्ञात है कई गाथाएं तुमसे जुडी हुई है,तुमने कई नायको को जन्म दिया है ।
इस वेरान जगह पर निष्प्राण खड़े क्या तुम वहि हो...??-
ગમે તેટલી ABCD બોલો સાહેબ પણ...
કક્કા માં તો આજે પણ...
*ક્ષ* એટલે *ક્ષત્રીય* જ થાય છે.
👑👑 Jay Mataji 👑👑-
આન-બાન-શાન છે ક્ષત્રાણી...
ક્ષાત્રત્વનુ સ્વાભિમાન છે ક્ષત્રાણી...
યુદ્ધમાં રણચંડી સ્વરૂપ વિરાંગના છે ક્ષત્રાણી...
શુરવીરોને જન્મ આપનાર જનેતા છે ક્ષત્રાણી...
માન-મર્યાદામાં શોભતી શક્તિ સ્વરૂપ છે ક્ષત્રાણી...
યુગોથી ત્યાગ અને બલીદાનની જ્યોત છે ક્ષત્રાણી...-
વીરતા નો વૈભવ અને શોર્ય નો શૃંગાર,
પરાક્રમ ની પુજા અને ક્ષત્રિય નો તહેવાર, એટલે. દશેરા
-
વીરાંગના સુરજ બની સમાધીએ જડાઈ ગયા,
જામબા ને મુંજાજી ક્ષાત્રધર્મને અર્પણ થઈ ગયા..
વીર સપૂત પરમારો તલવાર ની ધારે અમર થયા,
શરણાગતને બચાવવા અનેક પાળીયા બઠા થયા..
પણ મનમાં મુંજાય માં જામબા, અદ્ભૂત આ અભ્યુદય યજ્ઞ,
ક્યાં શોધું એ ક્ષાત્રત્વ, જે શરણાગત તેતરડાં માટે આપે પ્રાણ..?-
લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર અમે..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે...
મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર અમે..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે...-
ભલે રજવાડું નથી રહ્યું આજે
મન મહેલ માં તારું જ નામ ગાજે
દિલના દરબારમાં કૃષ્ણ તારું જ રાજ રાજે
-
કેમ જોઈએ છે તને સાથ..
લાગે છે બહુ ખાધી છે તે થાપ,
ભુલી ગયો એ દિવસ...
જ્યારે તે જ દિધોતો મારા અપરા
વખત મા મને ત્રાસ.
ખરા વખતે થાય છે સાચા ખોટા ની ભાન.
ઘભરા નહિ ભાયલા!!!
જે કર્યુ છે એ બધુ પાછુ વાળશે
એના દરબારે જરા ઘન્ટિ તો વાગવાદે.
-