अक्सर वक्त और हालात पे हम रो दिया करते है,
कुछ इसी तरह खुशियों के मौके खो दिया करते है।-
માછલી ભૂલ થી જાળ માં ફસાઈ જાય છે
યાદ રાખજો પૂર માં બધું તણાઈ જાય છે
સત્ય રહેજો અને સત્ય નો સાથ આપજો
કેમ કે પાપડી સાથે ઈયળ બફાઈ જાય છે
લોકો તો સુંદરતા ના પ્રેમી બન્યા છે,પરંતુ
ગુલાબ પણ સાંજ થતા કરમાઈ જાય છે
દુઃખ તો ખરેખર ત્યારે થાય સાહેબ જ્યારે
આપણી જીવનરૂપી પતંગ કપાઈ જાય છે
હવે અહીં ઘમંડ ના સિક્કા ઉછળે છે,પરંતુ
ભેજ લાગતા લોખંડ પણ ખવાઈ જાય છે
સાચા પ્રેમ ની શોધ માં ના નીકળતી"સદફ"
અહીં નયન થી જ લોકો પરખાઈ જાય છે-
શિવ નામનું રટણ જ હવે મારું કામ
જીવનરૂપી નૈયા પાર કરાવવાનું હવે તારું કામ-
દ્રઢ ઈચ્છાની સાથે હેતુ શુભદાયી હોય તો કોઈપણ કાર્ય માટે કરેલો પ્રયત્ન હંમેશા મંઝિલ સુધી પહોંચે જ છે.
-
ધસતું આ મારા દિલ પર કોણ આવે,
અળિકળીને જોડી સહિયારું કોણ આવે?
ભ્રમના ભેદ પારખી જાત સોસરવા કને,
આંગળીનાં ટેરવે વિંધાતું આ કોણ આવે?
મન વેરી બની જાત સાથે ભીંસાતું શાને !
ઝાંઝવાના મૂળ ખોદી ફંટાતું આ કોણ આવે?
શમણાઓ બની સમરાંગણ ઊભા છેટે,
લોહિયાળ નીતરતાં સવાલો લઈ કોણ આવે?
ચુકાદાના ખોટા મોભી સમા સમય કાંટા શેઢે,
ઢાળમાં ઢોળી જવાને બની ચુકાદો આ કોણ આવે?
આતમના આયખાને સામી છાતીએ વાર કેવો!
મૃત્યુ, જીવન મુકામ નહીં મારો, ઠાલું ડરાવતું આ કોણ આવે?-
કોઈ એ મને અમસ્તું પૂછ્યું કે..
તુ આટલી હંસતી કેમ રહે છે
મેં હંસી ને જ જવાબ આપ્યો કે..
મેં માંરી જીંદગી ની ગાડી નાં..
Side glass કાઢી નાખ્યાં છે "જનાબ"
જેથી મને પાછળ છૂટેલુ કંઇજ નથી દેખાતું-
એક ક્ષણ કોઈ ને ગમવું સહેલું છે,
મુશ્કેલ તો જીવન ભર ગમતું રહેવું છે...-
ઈચ્છાઓ રાખી અનેક તેની પાછળ હું દોડતો હતો.
જે મળશે નહીં મુજને કદી એને જ પામવા મથતો હતો.-
પરિસ્થિતિ ને મનગમતી કરવા ,
"સ્વ" ને ગુમાવી બેઠો.
પરિસ્થિતિ ને મનગમતો થવા ,
"સ્વ" ને મિટાવી બેઠો.-
શું છે આ જીદંગી?
ઈચ્છાઓની વણઝાર તો નહિ !
કે પછી પ્રેમને પામવાની,
અહેસાસ કરવાની ઝંખના જ !
જીંદગી ને સાવ આમ ખાલી જ રાખવી?
ચુનોતીની બાજીઓ તો રમશું !
કેવી આ સફર જીંદગી ની?
ડર, હાર જીત , મૃત્યુ સુધીની સફર જ !
મુફલિસ જેવી જીવાઈ ગઈ જીંદગી ,
હવે તો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહીએ જ !
રુપ ✍️
-