They are always hanging with so many things
-
વાંચન, સંગીત, નૃત્ય, પ... read more
ઈચ્છાઓ આળસ મરડી બેઠી થઈ,
સ્વર્ણ કિરણોને સ્પર્શી સોનેરી થઈ.
રાત આખી જાગીને ખરી પડેલાં પેલાં,
પારિજાતને અડકી જાણે સજીવન થઈ.
પતંગિયાની પાંખો પર થઈને સવાર ઉડી,
ફોરમાતાં પુષ્પદલમાં જઈને સુગંધા થઈ.
કલરવ કરતાં પારેવાઓની બોલી ઝીલી,
મીઠા રાગ ભરી સપ્તસૂરોની એ હેલી થઈ.
પામવાને મૂકામ ફરી અડીખમ આજે ચાલી,
અવિરત વહેતી નદી, જાણે આજે સાગર થઈ.-
વેરાઈ ગયેલાં શબ્દોને સમેટી રહી છું,
મૌનમાં એને હવે સજાવી પરોવી રહી છું.
હ્રદયનાં કોમળ સ્પંદનોથી કદાચ સ્પર્શે તને,
હું અકબંધ ઘટમાળમાં અવિરત વણી રહી છું.-
કિનારા પર લખાયેલું હું નામ નથી,
તેથી જ ભૂંસાઈ જવાનો ભય નથી.-
શ્યામલ છબી મોહિત મન મહીં ઉતરી ગઈ,
આંખો વાટે હ્રદયાતલે અકબંધ સમાઈ ગઈ.
મનની ખડકી પર ટકોર કરી ધબકાર બની,
શ્વાસો સાથે વણાઈ જીવન એ બની ગઈ.
-
અનુભવોની શાળામાં જીવન જીવવાની કળા શીખી ગયાં,
વાગી ઠેસ જ્યારે જ્યારે અમે દવા કરી ઊભા થઈ ગયાં.
મનની મક્કમતાને નખશિખ તે અમે એવાં વરી જો ગયાં,
કદી કરી નહીં પાછી પાની , પછી પરિણામની ચિંતા ખાઈ ગયાં.
થયાં ઉજળાં આજ શમણાઓ અને જીવનનાં પથ સુંવાળા,
અમે રાત-દિવસનો ભૂલી ભેદ અસ્ખલિત કર્મઠ કર જોડી ગયાં.
ઘર્ષણ વિના પથ્થર પણ ક્યાં હીરો બની ચળકે બોલો !
પળે પળે ઘસાયાં, પરખાયાં પોતીકાનાં હાથે પછી સફળ થઈ ગયાં.-
હું અંતમાં એક નવો આરંભ શોધું છું,
આ પાનખરમાં છૂપાયેલી વસંત શોધું છું.
સૂકા સરકતાં પાંદડાઓનાં સિસકારામાં,
ફૂટેલી કૂંપળોની એ સઘળી રંગત શોધું છું.
ઉજ્જડ ભાસતાં વનવગડાઓની ભયાનકતામાં
રંગોની રેલમછેલ કરતાં પૂષ્પોની પગંત શોધું છું.
મૃતપ્રાય સમ નજર આવતાં પ્રકૃતિનાં આ સમયમાં,
મૂળમાં વિશ્ર્વાસ ધરી બેઠેલાં વૃક્ષોનાં એ મહંત શોધું છું.
હું અંતમાં એક નવો આરંભ શોધું છું....-