આભે આંબતો ગિરનાર ને કેસર કેરીયુંની મોજું કરાવતી
ને વળી આખી ગાંડી ગીરમાં હાવજોની ત્રાડું સંભળાતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
સાગર તટે સોમનાથ ને કૃષ્ણની દ્વારિકા નગરીય શોભતી
ને વળી તાપી અને નર્મદામૈયા તો બારેમાસ ખળખળ વહેતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
કચ્છે આશાપુરા માત ને પાવાગઢે મહાકાલી બિરાજતી
ને વળી ચૌદ વરસની ચારણકન્યા હાવજોને ભગાડતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ને અખાનાં છપ્પા સંભળાવતી
ને વળી ઝવેરચંદ મેઘાણી થકી કાવ્યમાંય કસુંબલ ઘોળતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
વાર-તહેવારે ડાયરા, લોકગીત ને દોહાનું રસપાન કરાવતી
ને વળી સોળે શણગાર સજીને દાંડિયાની રમઝટ બોલાવતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
અડાલજ અને રાણીની વાવ અવશેષોની ઓળખ આપતી
ને વળી અશોકનો શિલાલેખ તો અનોખી સ્મૃતિ ઉપજાવતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...
દેશને મહાત્મા ગાંધી ને સરદાર પટેલ જેવાં મહાપુરુષ આપતી
ને વળી આજ મુશ્કેલીમાંય અડીખમ મોદીજીની સરકાર ચાલતી
વ્હાલાં, ધન્ય ધન્ય છે ઈ મારી ગુર્જર ભૂમિને...-
એવા મારા ગુજરાત ની અનેરી છે વાત !
આજે દુનિયાના ખુણે ખુણે થાય છે જેની વાત,
અને વિદેશીઓ ને પણ ગમે છે લેવી જેની મુલાકાત.
એવા મારા ગુજરાત ની અનેરી છે વાત !
Full poetry in caption 👇👇👇-
વિસામો...
આ ચીલ ઝડપી દુનિયા માં,
ભાઈ તું જરા વિસામો લઈ લે.
આ ઘોંઘાટિયા કરતા વાતાવરણ માં,
તું નીરવ શાંતિ નો એહસાસ કરી લે.
રોજ બ રોજ ના કકળાટ કરતા,
પક્ષીઓ નો કલરવ સાંભળી લે.
ભાર હળવો કરી દિલ નો,
પ્રિયતમ સાથે બે મીઠી વાત તો કરી લે.
અમાસ જેવી આ તારી જિંદગી માં,
પૂનમ ની મજા તો માણી લે.
ફરજિયાત આરામ નું ફરમાન આવે,
તે પેહલા ઘર માં જપી થોડો 'વિસામો' લઈ લે.-
ધન્ય ધન્ય ગરવી ગુજરાતે, સુરભીએ ગુજરાતની
પ્રાચીન ને અર્વાચીન ગુજરાતે દિપતી એ ગુજરાતની
બેડીઓ એ ગુલામીની હજી પણ ક્યાં ભુલાય છે
આઝાદી ની સૌરગાથા વિસ્તરતી એ ગુજરાતની
લાંબો ડગ ને મૂછો લાંબી,છે છોગાળો એ ગુજરાતી
છેલ છબીલી છે ગુજરાતણ ગરબે રમતી એ ગુજરાતની
સોમનાથ નો નાથ બેઠો ને ,જય જય દ્વારકાનાથની
આતમ કેરા દ્વારે મળે , જે જીવનતૃપ્તિ એ ગુજરાતની
એક આશનું બિંદુ લઈ ને, જીવતી આ ગુજરાતણી
ગરવી માંની ગોદમાં વીતે ને ,મૃત્યુ મળે ગુજરાતની
-Bindu✍️
*******
-
મારી માતૃભૂમિ , આ મારી ગુર્જરભૂમિ
નરસિંહના પ્રભાતિયાં જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
નવરાત્રિનો રાસ જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
અડિખમ ગીરનાર જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
ખળખળ વહેતી નર્મદા જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
માં અંબાનું ધામ જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
શિવનું સોમનાથ જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
વેપારી પ્રજા જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
માયાળુ લોક જ્યાં, આ મારી ગુર્જરભૂમિ
મારી માતૃભૂમિ , આ મારી ગુર્જરભૂમિ-
જયાં જયાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અહિંસાના માર્ગે આઝાદી અપાવી
દેશના શાસન એ આજ બેઠું ગુજરાત
સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર
બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત
પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી
આજ બધે જ છવાયું ગુજરાત
મોભે માન'ને જીભે રાખી સાકર
દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત
કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી
છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત
ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી
ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત
ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ,
જાણો એ જ મારૂ વતન ગુજરાત..!!-
ગુજરાત સ્થાપના દિવસ
જ્યાં કેસરી સાવજ ની ત્રાડું સંભળાતી
ને ગરવો ગિરનાર ની એ શિખરો દોડતી
સુરતી કચ્છી ઝાલાવડી કે કાઠિયાવાડ ની કેડી
અનોખે એક થઈ ભાષા મીઠડી એ બોલતી
રંગમંચ, કળા ને સાહિત્ય ની એ વિદ્યાનગરી
નર્મદ નરસિંહ ને અખા ના છપ્પા ને વાંચતી
વાવ કુવા ને કિલ્લા ની અનોખી સ્મૃતિ ઉપજાવતી
ભેખડ પાણા રેતી કે દરિયો બધું જ એકમા સમાવતી
શંકર હનુમાન ગણપતિ કે ડાકોર ના રણછોડરાઈ ની ઝાંખી
ગુરુદ્વાર મસ્જિદ કે દેરાસર ની વળી એમાં લાઈનો અનોખી
આવો તમને દેખાડું મારા ગુજરાત ની એ મોંઘેરી પાઘડી
જ્યાં મહેમાન લાગે એમને ભગવાન સમો એ રજવાડી ઓસરી
-
છે ધન્ય ભૂમિ આ ગુજરાતની , અહી વસ્યા હરી ને હર
એક સોમનાથ તીરે રહ્યો, ને બીજાને લાગ્યો દ્વારકા નો રંગ
અજર રહે , અમર રહે, આ પુણ્ય ભૂમિ ગુજરાતની
યશગાથા હવે ગાઇ રહ્યાં છે કવિઓ આ ગુજરાતની
વૈષ્ણવ જન નરસિંહ મહેતાની હૂંડી જેણે સ્વીકારી છે.
બોડાણા ની કૃષ્ણ ભક્તિ તો ડાકોર માં દેખાણી છે.
ધરતી છે આ ભક્તો માટે દોડતા આવતા નાથ ની
યશગાથા હવે ગાઇ રહ્યા છે કવિઓ આ ગુજરાતની
નર્મદ, દલપત, દયારામ ના કાવ્યો અહીં ઘડાયા છે.
કવિ કલાપી ની કવિતાથી હૈયા ઘણા ઘવાયા છે.
મેઘાણી ની રસધારા માં વાત અમર ઈતિહાસ ની
યશગાથા હવે ગાઇ રહ્યા છે કવિઓ આ ગુજરાતની
માતૃભૂમિના વીર સપૂતોએ સિંહત્રાડ સંભળાવી છે.
વીરતાની નવી ભાષા જગને ગાંધીજી એ બતાવી છે.
કર્મભૂમિ આ ભારતમાં ના ઘડવૈયા સરદાર ની
યશગાથા હવે ગાઇ રહ્યાં છે કવિઓ આ ગુજરાતની
અંબાજી અને મહાકાળી અહીં શક્તિરૂપે વિરાજે છે.
સિંહ સમા નરાધમ ને નારી શક્તિશ્ચરૂપ બતાવે છે.
ચૌદ વરસની ચારણકન્યા ને સાવજના એ યુદ્ધની
યશગાથા હવે ગાઇ હ્યાં છે કવિઓ આ ગુજરાતની-