Rü$hIT ShùkãL   (Rushit)
76 Followers · 3 Following

Poet by Heart ❤️
Philosopher
Joined 22 September 2018


Poet by Heart ❤️
Philosopher
Joined 22 September 2018
13 JUL AT 11:30

ભૂલીને જૂની યાદો મને આગળ વધતા ના આવડ્યું
ભૂતકાળના એ સૂરજને આજે પણ આથમતા ના આવડ્યું

મુસીબત માં સાથ ના આપ્યો મારાજ કહેવાતા પડછાયા એ,
પછી હસતા તો શું, રોતા પણ ના આવડ્યું

મળ્યા સુરજ, પાણી અને માળી
પણ પ્રેમના અંધકારમાં ફૂલને ખીલતા ના આવડ્યું

બસ જોતો જ રહ્યો એને પણ કંઈ કહી ના શક્યો,
કદાચ મને એને મળતા ના આવડ્યું

આંખોને ને મારી ખબર હતી દગો શું છે,
પણ કોણ આપે છે એ એને પ્રેમ માં જોતા ના આવડ્યું

-


3 JUL AT 20:12

એ ખફા છે મારાથી, તો હવે ખફા જ રહેવા દો
એ માને છે ગુનેગાર મને, તો બસ ગુનેગાર જ રહેવા દો

એ માને છે મેં છોડી એને, વાત તો સાવ ખોટી છે,
પણ હવે ખોટી જ રહેવા દો

દરેક મંદિરે માંગી છે ખુશી એના માટે, જો એને નફરત છે મારાથી,
તો હવે નફરત જ રહેવા દો

સમય આવે હકીકત ખુદ સામે આવશે, ના આવે તો પણ,
અત્યારે મને બસ શાંત રહેવા દો

-


19 JUN AT 22:40

तुम्हें इश्क सिखाता हूं यहां बैठो
कुछ लिखी गजलें सुनाता हूं यहां बैठो

बहुत धूप लग रही है तुम्हें
चलो शाम सजाता हूं यहां बैठो

वो चांद पसंद है तुम्हें
रुको तोड़ कर आता हूं यहां बैठो

परेशान हो परिस्थितियों से
सीने से लगाता हूं यहां बैठो

-


19 JUN AT 22:29

નારાજ છું હું તારાથી એ દિવસ માટે,
હતો જો હું નારાજ તો તે મને મનાવ્યો કેમ નહીં

તું કહેતી હતી તું પ્રેમ કરે છે મને,
હતી જો મારી ભૂલ તો તે મને ટોક્યો કેમ નહીં

મોં ફેરવી તારાથી ઉભો તો હું ત્યાં,
તે પાસે બોલાવી ગળે લગાવ્યો કેમ નહીં

હાથ પકડી તારો તને જ મારે પૂછવું છે,
તે મારા પર હક જમાવ્યો કેમ નહીં

પ્રેમની દોરી નો એક છેડો તો તારી પાસે પણ હતો,
મારાથી જો ગુંચવાણો તો તે ઉકેલ્યો કેમ નહીં

-


15 MAY AT 23:05

जब आपका पसंदीदा शख्स ही आपसे पूछे...
"कौन पसंद है तुझे?"
कैसे बताऊं तुम्हें की तूं ही पसंद है,
तेरा यूं मुझसे हर शाम मिलना पसंद है,
दिन भर की बातें करना पसंद है,
छोटी-छोटी बातों में मुझसे रूठना पसंद है,
मेरी गलतियों पर मुझे तेरा डांटना पसंद है,
तेरी आवाज में 'ऋषला' सुनना पसंद है,
तेरे सिवा हर कोई जानता है की तूं मेरी पसंद है
और तूं मुझे पूछती है "कौन पसंद है तुम्हें?"

-


11 MAY AT 14:01

તારા પાયલ ના રણકારથી તને ઓળખી
જાઉં છું મમ્મી
કેમ કહું? બાળપણથી જ તારી આહટ સમજી
શકું છું મમ્મી

પારકા-પોતાના બધાને મેં બદલતા જોયા
સમયના તાંતણે બધાના રંગો બદલાતા જોયા

હું પોતે પણ કેટલો બદલાયો મમ્મી
તારા ખોળેથી, ખભા સુધી પહોંચ્યા મમ્મી

તારાથી જ હું દુઃખમાં હસતા શીખ્યો
પ્રેમથી આંસુઓના ઘુંટડા પીતા શીખ્યો

તને વર્ણવતા કાગળો બધા કોરા રહ્યા 'ઋષિત'
કેમ કહું તને, હું તો પહેલો શબ્દ જ શીખ્યો છું મમ્મી

-


1 MAY AT 17:39

નથી આ સંબંધ લોહીનો આપણો
છતાં પણ વિશેષ સ્થાન ધરાવે છે તું,

હા કરું છું વાતો નાની-નાની મારી
કારણ કે અભિપ્રાય આપે છે નિષ્પક્ષ તું,

મને દરેક દુઃખો માંથી ઉગારી
સંભાળ રાખે છો માં જેમ તું,

પરિસ્થિતિઓથી નાસીપાસ થાવ ત્યારે
હંમેશા હિંમત મને પૂરી પાડે છે તું,

લાગણીઓના બંધનમાં બંધાણો આ અલ્લડ 'ઋષિત'
કેમ જીવશે તારી વિદાય પછી ઓ બેન આવીને શીખવ મને તું!!!

-


1 MAY AT 14:06

વાણીમાં જેની પ્રેમ અને મીઠાશ છલકાય એ હું છેલ-છબીલો ગુજરાતી
ભાષા જ નહીં સ્વભાવમાં પણ સરળતા છલકાય એ હું છેલ-છબીલો ગુજરાતી

આકાશમાં ઉડતા પતંગ માફક સફળતા એ ચડતો એ હું છેલ-છબીલો ગુજરાતી
ધુળેટી ના રંગોએ એક રંગ થતો એ હું છેલ-છબીલો ગુજરાતી

દરેક તહેવારોમાં ગરબે ઝૂમતો એ હું છેલ-છબીલો ગુજરાતી
પણ વર્ષભર આસોની નવલી રાતોની રાહ જોતો એ હું છેલ-છબીલો ગુજરાતી

સાહિત્યના રસપાનમાં ઊંડા ઊતર્યા એ હું છેલ-છબીલો ગુજરાતી
છપ્પા-આખ્યાન જેણે દુનિયાને આપ્યા એ હું છેલ-છબીલો ગુજરાતી

સરદાર, મોદી કે શાહ ઉપર અમને ગર્વ થાય એ હું છેલ-છબીલો ગુજરાતી
ગાંઠીયા, થેપલા, ઉંધીયુ, ખમણ અને ખાંડવી અમારી પહેચાન ગણાય એ હું છેલ-છબીલો ગુજરાતી

-


26 APR AT 21:33

यादों को भुलाने में थोड़ी देर तो लगती है
फिर से मन बहलाने में थोड़ी देर तो लगती है

पहले प्यार को भूला देना
इतना आसान नहीं होता,
दिल को समझाने में थोड़ी देर तो लगती है

जब सजी महफिल में वो एकाएक याद आ जाए,
आंसू छुपाने में थोड़ी देर तो लगती है

जिस इंसान से बेइंतेहा प्यार हो
अगर बिना कहे दूर चला जाए,
तो दिल को यकीन दिलाने में थोड़ी देर तो लगती है!

-


24 APR AT 21:25

હું રીસાણો, તું પણ રીસાણી
તો પછી મનાવશે કોણ?
હું ચૂપ, તું પણ ચૂપ
તો પછી વાતો કરશે કોણ?
ના હું જતું કરું, ના તું જતું કરે
તો પછી માફ કરશે કોણ?
નાની-નાની વાતોમાં ઝઘડો કરશું
તો પછી સંબંધ સાચવશે કોણ?
સંબંધમાં આજે ખટાશ છે, કાલે કડવાશ આવશે
તો પછી મીઠાશ લાવશે કોણ?
જિંદગી નથી બહુ લાંબી,
કદાચ કાલે કોઈ એક ના હોય
તો પછી પછતાશે કોણ?

-


Fetching Rü$hIT ShùkãL Quotes