પતંગ કહે છે..
હું ગમે અેટલી ઊંચાઈ અે પહોંચુ,
પણ મારા છોર અને અંત તો ધરતી જ છે.
તો માનવ તુ પણ કોઈ ગર્વ ન કર..
તારો અંત પણ એક ગજ જમીન છે. 🙏🏻
-----------------🙏🙏-------------------------
पतंग कहती है कि..
मै आसमान की कितनी ही ऊचाई को छू लू,
पर मेरे दोर का अंत तो धरती ही है।
फिर मानव तु कोई घमंड मत कर..
तेरा अंत ही दो गज ज़मीन ही है।
Happy makarsankrati 🙏🙏-
તું ઉડતો પતંગ અને હું ફિરકીનો છેલ્લો છેડો છું,
હા છું તારો જ અંશ, પણ તુજથી ઘણો છેટો છું,
મુક્ત મને ઉડજે, હું તારા હરેક લ્હેરે જ ન્યારો છું,
નભ છે તારું મેદાન, હું તો અંતે ત્યાંનો ત્યાં જ છું.
-
થોડા કાપ્યા ને થોડા કપાવ્યા ,
પ્રેમ ના માંજે અમે પતંગ ચગાવ્યા .
ઊંધિયું પૂરી ચુરમું ને શેરડી ના કટકા ,
ચીક્કી ખાઈ અમે ટુક્કલ લટકાવ્યા .
હાથ માં માંજો ને પતંગ ચડે આકાશે ,
ઢોલી ના તાલે આજે સૌ ને નચાવ્યા .
અનેકો ની વચ્ચે લહેરાતો પતંગ મારો ,
નીલ ગગન ના આંગણે પેચ લડાવ્યા .
પતંગ ઉડે વ્યોમ માં ને દોર મુજ હાથે ,
દાવપેચ માં સૌ આજ મન મૂકી ગુચવાયા .-
ઢીલ મૂકી દઈએ વધારે તો બધું હાથમાંથી સરી જાય છે,
સંધ્યા ઢળતાં તો રંગ ધરવો પડે છે માત્ર એક સફેદ,
એ રંગબેરંગી આકાશ પણ અંતે વિસરી જ
વાય છે. જો વિસવાનું જ હોય સઘળું
તો શા માટે પમરાઇ જવું, શા કા
જે છે બધું અર્પીને ભલે એ
પછી કપાઈને પણ એ
મુક્ત ગગનમાં જ
બસ લહેરાઈ
જવું.-
ફીરકી પકડીને ઉભી રહી એ મારી પાછળ ;
પેચ લાગી બધાં'ય જમીન ઉપર જ !
✍❣-
"મનની પતંગ"
મનની પતંગને દઉં કલ્પનનો દોર,
મુઠ્ઠી આકાશ લઉં કાગળની કોર.
ભાવ મૂક્યાં છૂટ્ટા ને લાગણીનો શોર,
બાંધ્યાછે કીન્ના તો કાફિયાને છોર.
કાચો માંજો છે નથી શબ્દો ધારદાર,
ઘાયલ કરે ન કલમ રાખું દરકાર.
ઉપમા અલંકારે સજ્યા શણગાર,
એના રંગોએ જાણે વરસે રસધાર.
ઊંચી ઉડાન ભરી કરતી વિહાર,
મારી પતંગ જશે હૈયાંને પાર.-
અટવાયેલા થાંભલા પરથી ઉતારનાર પણ મળી જશે , અભિમાન ના ઓડકાર પણ આવી જશે ,
જ્યારે ગળે મળી ને ગાળા કાપવાની મારી આદત નથી એ વાત જગત જાણી જશે .-