એક દૂત બની આજ કોઈ આવે છે ! દેવા એક સંદેશ ભૂમિના ભરથાર ,
મેલ્યો સંદેશ વંચાવી જજે ! આજ આષાઢી બીજે ભૂમિના ભરથાર .
પ્રેમથી લખીને વસુંધરાએ મેલ્યું છે પરબીડિયું એક મેઘદૂતને સંગાથ ,
મેઘ, અંબર તું ગરજાવી જજે આજ આષાઢી બીજે ભૂમિના ભરથાર .
કમાડ દિલનાં ઉઘાડાં રાખીને તને આવકારવા બેઠી છું હું ઘરને ઉંબરે ,
રાજીપે શેરિયુંમાં વરસાવી જજે આજ આષાઢી બીજે ભૂમિના ભરથાર .
હદ છે , શ્યામલ ઘૂંઘટની પેલે પાર કેટલા ભરીશ અમૃત કુંભ હજી !?
અમી આચમન કરાવી જજે આજ આષાઢી બીજે ભૂમિના ભરથાર .
લીલાંછમ તરુવર આજે સાદ કરીને બોલાવે તને , હે દિલના દાતાર !
સખાવત કરી ને ભીંજાવી જજે આજ આષાઢી બીજે ભૂમિના ભરથાર .
~Damyanti Ashani .....🌦️💦🌧️
-
હા, સોબત મને ગમે છે તારી
પણ
મેં લખેલાં છેલ્લા સંદેશા નો તારો જવાબ હજી રસ્તા માં જ લાગે છે ..
-
મોબાઈલ થી પહેલા તારો સંદેશો મનમાં આવે છે...
કોઇ અજાણ્યું નેટવર્ક આપોઆપ જોડાઈ જાય છે....!-
આજે પંખીઓ નો કલરવ જાણે મારા પ્રિયતમ નો સંદેશ લઇને આવ્યા હોય તેવો અહેસાસ કરાવે છે...
-
એક સંદેશ આપું છું..
કાન્હા તારાં નામે વહેવાર ચલાવું છું..
શબ્દોની શોધમાં સુખની પ્રાપ્તિ લાવું છું..-
અસહ્ય પડતી ગરમી ને
ગરમીથી પરેશાન માણસ છે
પર્યાવરણ જળવાતું નથી ને
વરસાદની અછત છે
સંદેશ ઈશ્વરનો એ છે કે
પર્યાવરણ જાગૃતિ જરૂરી છે
ધરતીની ફળદ્રુપતા બચાવો
નવી પેઢી માટે જીવન બચાવો..
- કૌશિક દવે
-
સંદેશ પવન મેહુલનો લાઈ
કહી કાનમાં ઉડી પુરવાઈ.
આકાશે કંઈ ઘટા છવાઈ
જાણે નમણી લટ વિખરાઈ.
રિમઝિમ બૂંદે યાદો સમાઈ
નભના હેતે ધરા ભીંજાઈ.
અનરાધાર આંખો છલકાઈ.
તુજ વિણ હું વિહ્વળ અકુલાઈ
લાગ્યો હૈયે વિરહ અગન થઈ
વરસી જા સાજણ શ્રાવણ થઈ.
-
પોતાના જીવનની સરખામણી
કોઈ ની સાથે નય કરવી જોઈએ
કારણ કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કોઈ
સરખામણી નથી જયારે જેનો
સમય આવે છે ત્યારે એ ચમકે છે
🌞🌚💞💞-
આજે સેન્ટ થાય છે, ડીલીવર થાય છે અને સીન પણ થાય છે ,પણ એ ફકત ફોન સુધી સીમીત રહી જાય છે:
પહેલા ના જેમ હવે કયાં દિલ નો સંદેશ દિલ સુધી જાય છે! 🙂-