રાજનીતિ અને રમત એકબીજાના પૂરક છે. રમતમાં રાજનીતિ થતી રહે છે અને રાજનીતિ તો રમત વિના ચાલતી જ નથી.
-
રમત ...✍️
જિંદગી એક રમતની જેમ જીવાય તો ઘણું ,
સુખ દુઃખ ખેલદિલીથી સ્વીકારાય તો ઘણું
જિંદગી સાથે તો લડી લઈશ શાનથી..
બસ પ્રભુ, મોત રમતાં રમતાં આવે તો ઘણું.
-
ઢીંગલાને ઢીંગલીની છે રમત,
ડોસલાને ડોસલી થી છે શરત.
ડોસલા એ રોપ્યો છે મોગરો,
શ્ર્વેત વાળે નાંખવાની છે મમત.
લાકડીના ટેકણાથી ચાલતો,
મોતિયો તો આંખમાંનો છે જશત.
લાગણીના માંયરામાં માલતો,
સાત ફેરાના વચનમાં છે શરત.
કાચ માંથી ઝાંખતો કૈં પ્રેમને,
ડોસલીનો પ્રેમપત્ર તો છે સખત.
પ્રેમ છે આ ના રમત કે ના શરત,
હારવામાં જીત પણ સો છે વખત.
ડોસલીને ડોસલાનો પ્રેમતો,
ઢીંગલીને ઢીંગલાની છે ગમત...!
-Bindu✍️
*******
-
કોઈનું હિર લૂંટાય છે, કોઈને રમત થાય છે,
અહીયાં જીવ જાય છે,ને ત્યાં ગમ્મત થાય છે,
શબ્દો બિડી હોઠમાં મૂક બની સૌ જૂએ છે,
અર્થ આનો તો એ જ કે સૌ સહમત થાય છે,
ખૂલેઆમ ઈજ્જત ઉતારી ખૂશ તું થાય છે,
કાલે બહેન-બેટી સાથે એ જ હરકત થાય છે,
કર્મનો સિધ્ધાંત છે બેટાં ચક્ર ફરશે એ જરુર,
કાલે તે બરબાદ કરી આજ તારું કોઈ બરબાદ થાય છે...-
સંબંધો સારું હારી ને દિલ જીતતા થયાં
એટલે જ તો સંબંધો સચવાતાં રહ્યાં-
વોલિબૉલ નો ખેલાડી
આજે શબ્દો થી પણ રમતો થઇ ગયો,
ના જાણે અમારો યાર,કયારે શાયર થઇ ગયો...
ફોટોગ્રાફી પણ કરી લે છે,
એ જ ફોટા પર શાયરી રચી ને,વાહવાહી પણ લૂંટી લે છે
આમ તો છે એ વિતાસ્તા નો બહુ મોટો ફેન,
એના ફોટા પર શાયરી રચી લે છે એની પેન,
શબ્દો થી મચાવે જે ધમાચકડી,
ઓળખાણ એની છે YQ TEDDY🐻-
કોઇ આવી દિલ માં વસાવી આમ અચાનક જ ચુપચાપ ચાલ્યું જાય
આ તે કેવી રમત છે કુદરત ની..?
પળભર માટે મહેકે શ્વાસ એમનાં શ્વાસ માં અને જીંદગી ગુલશન બની જાય
આ તે કેવી રમત છે કુદરત ની..?
સામે આવે તો શબ્દ ખોવાઈ જાય આંખો આંખો માં ગઝલ રચાઈ જાય
આ તે કેવી રમત છે કુદરત ની..?
એની ખુશ્બુ નાં વખાણ શું કરું શરમાઈ ને ફૂલ પણ વિખેરાય જાય
આ તે કેવી રમત છે કુદરત ની..?
પત્થર ને સૌ લાગ્યા છે પૂજવા કોણ જાણે એમાંથી ઈશ્વર નીકળી જાય
આ તે કેવી રમત છે કુદરત ની..?-