QUOTES ON #મનનીવાતો

#મનનીવાતો quotes

Trending | Latest
18 DEC 2019 AT 11:17

આપણી જ જિંદગી છે, 'ને આપણી રીતે જ જીવવાની...

(Read Full in Caption...)

-


29 JUN 2019 AT 19:07

કોઈકવાર હાલાત એવા સર્જાય,
ભૂલ ખુદની ન હોવા છતાંય મન ગભરાય!!

ના રડી શકાય કે ના કોઈને કહી શકાય,
હવે કરવું શું એનો જડે ના ઉપાય!!

પોતાના જ વાત ન સમજે ત્યારે થોડી લાગણી દુભાય,
મન પણ કેવું નાદાન વગર વાંકે મુંજાય...

-


27 OCT 2018 AT 23:41

ઇચ્છાઓ તો ઘણી છે , પણ કેહવુ કોને?
એમ તો વાતોય ઘણી કરવી છે, પણ વ્યક્ત કરુ કોને?

અરે ઓ આંખલડી! તુ પણ સાંભળી લે, તારા અશ્રુંઓ ને તારા માં જ સંતાળી દેે!!
અરે ઓ હ્રદય તૂ પણ જાણી લે, તારી ઇચ્છાઓ ને તારા મા જ સમાવી લે!!

હવે તો આંસુડા ને ય અનુમતી નથી, ઇચ્છા અનુસાર વહેવા ની! પછી મારી શૂં ઔકાત ઇચ્છા ઓ વ્યક્ત કરવાની!!!

ક્યારેક કહુ છું કે મારી પણ ઇચ્છાઓ છે ઘણી,
સામેથી જવાબ મળે છે કે, શું બધાની ઇચ્છાઓ પુરી થાય છે ખરી???

માટે જ હવે ઇચ્છાઓ વ્યક્ત કરવા કલમ નો સહારો લઉં છુ, ઇચ્છાઓ પણ બધી એમાં જ ઠાલવુ છું!!!

-


9 JUL 2018 AT 19:23

સ્ત્રીના શરીરને પામવા કરતા તેની આત્મા સાથે એકાકાર થઈ જાવ એ તમને માત્ર એક મિત્રના રૂપમાં જોવા ઇચ્છે છે અને મિત્રનો સંબંધ એ બધા જ સંબંધમાં સર્વશ્રેષ્ઠ છે ત્યાર જ તમે સ્ત્રી ને સમજી શકશો નહીં તો સ્ત્રીને સમજવું ખરેખર મુશ્કેલ છે.

-વૈશાલી ગોસ્વામી (પ્રેમાકૃતિ)

-


11 SEP 2022 AT 9:39

जिस मनुष्य में अकेले रहने
की क्षमता नहीं है,
उसका व्यक्तित्व प्रगतिहीन है...!!!
🍁

-


27 APR 2021 AT 23:34

મારું મન

કેટલું બધું વિચારશીલ છે આ તારું મન?
ધરાતુંય નથી વિચારોમાં જ મગ્ન એ મનોમન!

પોરો ખાને રાહતનો શ્વાસ તો લે એક પળ!
અતિરેક નથી લાગતો તને વિચારતું રહેવું પળેપળ?

ધરબી રાખવા તારે અંતરના ઊંડાણમાં વિચારો સકળ.
નાજુક હૃદયને એમ તો કેમ કરી વળશે કળ?

-


3 MAR 2021 AT 12:08


શબ્દો ને લાગણી સમજી ખેંચાઈ જાઉં છું,
સમજણ ના શીર્ષક હેઠળ સતત જીવવું શક્ય નથી...!
હું પણ ક્યારેક મન અને મગજ વચ્ચે વહેંચાઈ જાઉં છું...

-


8 JUL 2018 AT 10:38

આજે એક સ્ત્રી ને સમય ના હાથે મજબૂર થતાં જોઈ ,
ખુદ ના અસ્તિત્વ ને આજે ઓળખ આપવા પોતાના માટે લડતા જોઈ .

કેમ એની નાની એવી ભૂલ બની જાય છે ગુનાહ સમાજ માં ,
આજે જ્યારે એને તમારી દરેક ની બધી ભૂલો ને માફ કરતા જોઈ .

આંખો માં આંસુ ની બુંદો જોઈ દ્રવી ઉઠતું હતું દિલ જેનું ,
આજે એ હસતી આંખો ને તન્હાઈ માં આંસુ વહાવતા જોઈ .

દરેક સંબંધ પાછળ છોડી આવી એ જે નવા સંબંધ બાંધવા માટે ,
આજે એ જ સંબંધ માટે ખુદના અસ્તિત્વ પર સવાલો ની વર્ષા થતાં જોઈ .

કેમ એ જીવી નથી શક્તિ પોતાની જીંદગી પોતાની શરતો પર ,
જ્યારે દરેક પળે એને બીજા માટે સર્વસ્વ ત્યાગી ને જીવતા જોઈ .

જે સ્ત્રી ને આજે સમાજ આખી દુનિયા માં બદનામ કરી રહ્યા છો ,
એની જ કોખ માંથી આ નિર્લજ દુનિયા ને જનમ લેતા જોઈ .

શરમ કરો સમાજ ના ઠેકેદારો, ના લલકારો એક સ્ત્રી ના અભિમાન ને
આવી ગઈ જો જીદ પર તો દુનિયા ને તબાહ થતાં જોઈ .

મન ની વાત જો આવે સમજ માં તો સ્ત્રી ના અસ્તિત્વ ને સમજ જો ,
સ્ત્રી હોવાની ગરિમા ને આજે એક લાચારી માં તબદીલ થતાં રોક જો .

-


29 AUG 2020 AT 13:10

વિખેરાઈને એ કિતાબોને લાગે છે,
માટીએ ફરીને ગુલાબોને લાગે છે.

મળાવી દે આંસુઓ અને તોડી નાંખે,
હકીક્ત જ્યારે પણ ખ્વાબોને લાગે છે.

ઇબાદતથી રહ્યાં જ્યારે હાથ ખાલી,
તો થાકીને પછી શરાબોને લાગે છે.

મહોબ્બત જીતવાવાળા છે ખુશ પણ,
જે હાર્યા છે એ ઈંકલાબ ને લાગે છે.

સવાલો પર રહીએ ચૂપ કે નહિ “સિદ્ધાર્થ”
જરૂરત એ હવે જવાબોને લાગે છે.

-


10 JAN 2022 AT 22:20

હૃદય ને ચાહે તે પ્રેમ નહીં,

હૃદય ને સમજે તેનું નામ પ્રેમ.!

-