Pragna Dharmendra   (Pragna dharmendra)
554 Followers · 86 Following

Joined 22 March 2019


Joined 22 March 2019
6 SEP 2023 AT 22:57

સમીપ નથી મારી છતાંય અડાઅડ જ બેઠો હોય એવું કેમ લાગે છે?
કોણ જાણે કેમ તું મારો જ પડછાયો બની બેઠો હોય એવું નિત્ય ભાષે છે...

-


24 AUG 2023 AT 15:11

અધરોથી મારા એ રોજ છલકાતી,
મુખને મારા મલક મલક મલકાવતી,
સઘળું સરળતાથી એ મુજને કેવું સમજાવતી!
હું હતી ને રે'વાની ગુજરાતણ ને મારી ભાષા ય રે'વાની ગુજરાતી...

અભિવ્યક્તિને મારી ઉંબરેથી આભ લગી ઉભારતી,
ઉમદા વ્યક્તિ સમ મુજને એ બનાવતી,
અત્યંત વ્હાલસોયી મોહિની મુજને એ કેવી લાગતી!
હું હતી ને રે'વાની ગુજરાતણ ને મારી ભાષા ય રે'વાની ગુજરાતી...

તરસ મારી ઊંચા ઉડવાની સઘળી એ ઠારતી,
મારી મા સમાન એ મારી જાતને મઠારતી,
ગર્વથી મારી ભાષાને લો હું કેટલું આવકારતી!
હું હતી ને રે'વાની ગુજરાતણ ને મારી ભાષા ય રે'વાની ગુજરાતી...

ભૂલી જાઉં તને એવું તું કદી ન ધારતી,
પસંદગીની યાદીમાં મારી તું પહેલી પસંદગી પામતી,
વાચાળ મારી જાતને હું તારી જ તો દેન એમ માનતી!
હું હતી ને રે'વાની ગુજરાતણ ને મારી ભાષા ય રે'વાની ગુજરાતી...

-


23 AUG 2023 AT 22:41

આ ચમકતા ચાંદાને આજ આખોઆખ
ભરી લીધી હરખથી કસીને અમેય બાથ...

-


23 AUG 2023 AT 15:06

હળવેથી હાથ આમ ઝીલી લઇ તારા હાથમાં
જે તું આમ પ્રેમથી પંપાળે રાખે છે
તો એટલું જરા જાણ કે તારા સાથમાં
લે ,મારું મન માઝા મૂકી મરકે જાય છે...

-


6 AUG 2023 AT 16:41


આ મિત્રો, જ્યારથી મળ્યાનો🤝👫
ત્યારથી ભેળાં જ રહેવાનો👫
ભેળાં જ ભણવાનો📚✍️
ને ભેળાં ભેળાં રમવાનો🤼
સંબંધ દોસ્તીનો આ જ્યારથી સંધાયાનો👬
ત્યારથી કાયદેસર કાયમી દિલમાં વસવાનો....💞
પાકા ભેરું એમ જ્યારથી માન્યાનો👍🤝
ત્યારથી ભેળાં હસવાનો ને રડવાનો😀😭
ને ભેળાં ભેળાં જમવાનો🍽️🍟🍱
સાથેને સાથે ચારેકોર રાખડવાનો🌏
જલસો ય ભેળો જ કરવાનો🥂🥃
ને શોકમાં ય અળગે ક્યાં રહેવાનો🤗
વાતવાતમાં આંગળીએ તું મને કરવાનો😳
ને હું ય તે તને જ કરવાનો 😝
મિત્ર ,તું મારો ને હું તારો👫
સારથી કાયમના બની રહેવાનો🏃
સંબંધ લાગણીનો આ જ્યારથી સંધાયાનો💏
ત્યારથી આપણ એકમેકનો 'જીવ ખાનારો' બની જવાનો😅

-


6 AUG 2023 AT 16:17

दिल की गहराई से
तेरा बिना में ना रहूं
न मेरे बिन रहे कभी तू।

-


4 AUG 2023 AT 11:55



મશરુફ હતી મારી જાત સાથે ત્યાં કર્યો એને કોઈ કાંકરીચાળો,
કઈંક દિલના સરનામે હલચલ એવી તે થઈ થયો જ્યાં સ્પર્શ તારો....

મનમંદિરમાં ઉઠ્યો વંટોળને સળવળ્યો શ્વાસ ય મારો,
કઈંક દિલના સરનામે હલચલ એવી તે થઈ થયો જ્યાં સ્પર્શ તારો....

લાગણીઓ ય ઉભરાણી ખોબેખોબાને દિલમાં તારા નામના જ વિચારો,
કઈંક દિલના સરનામે હલચલ એવી તે થઈ જ્યાં થયો સ્પર્શ તારો....

નહોતો કરવોને થઈ ગયો તારાથી જ પ્રેમ હવે તારો જ સથવારો,
કઈંક દિલના સરનામે હલચલ એવી તે થઈ જ્યાં થયો સ્પર્શ તારો....

-


27 JUN 2023 AT 0:18

મન ભરી ભરી ને મારે માણવી હોય તને ને,
તું આવે ને અબઘડી જવાને ધાવે, તો તું જ કહે,
હું તો એમ કહું કે એમ થોડી થોડી શું લઈને આવે છે હવે?
નવરાશની પળો અનંત હોય એવી લઈને આવજે હવે...

હાથમાં જ્યાં લીધો જ હોય મેં હાથ તારો ને,
તું ધીરેથી એને સેરવી સરકી જાય છે,તો તું જ કહે,
હું તો એમ કહું કે ખાલી ખાલી એવા તારા મારા હાથ કઈંક તો કહે છે હવે,
નવરાશની પળો અઢળક હોય એવી લઈને આવજે હવે...

થોડી ક્ષણો માં હું ધરાઈ જાઉં એવું તો વળી કેમ બને?
તું કાયમી મારા દિલમાં ઘર કરી ગયેલી છબી છો,તો તું જ કહે,
હું તો એમ કહું કે હૃદયને મારા તારી વગર તો ટાઢક કેમની વળે હવે?
નવરાશ જ નવરાશ હોય એમ મારી સાથે રહી જાને હવે....!!!

-


25 JUN 2023 AT 21:26

તું આમ રૂપ ન બદલ !
મારુ મન ભૂલું પડી જાય છે...
તું આમ રૂપ ન બદલ !
મારુ મન ભૂલું પડી જાય છે...

પતંગિયું તો શોધે છે એનું પ્યારું સું ફૂલ
ને અનાયાસે ફૂલની છબી પર બેસી જાય છે...

-


13 JUN 2023 AT 9:20

इश्क है अगर तुम्हें बेपनाह मुझसे तो,
एक ख्वाब मेरा भी सही...
ताजमहल बनाओगे जो तुम,
या फिर, छोटा सा घरोंदा ही सही।

कुछ अगर मांग लूँ तुमसे तो,
देर से तो देर से ही सही...
मेरी ख्वाहिशों को पूरा करोंगे तुम,
खेर,अभी इंतजार तो इंतज़ार ही सही।

-


Fetching Pragna Dharmendra Quotes