જનતા આપે ટેક્સ બિચારી ,નેતા ફરે એમની મોજમા
લોકો પડે ખાડામા ભલે, ક્રોન્ટરાકટર આવે ખુદના ગેલમા,
પેપર જાય ફુટી હર વાર ને વારંવાર ,બેરોજગારીના આવે વિધાર્થિ ડિપ્રેશનમા
ખેડૂત કરે આત્મહત્યા બિચારો ,ભાગે ધંધાદારી મોટા વિદેશમા,
લોકો ભોગવે હાલાકી ને,સિયાસતદાર યોજે રેલી પુરજોશમા
મરેલાનુ કરે ઓપરેશન, લૂન્ટે હોસ્પિટલ લાખ ને કરોડમા,
બનાવે ધંધો મોટો શિક્ષણને,રચે કમિટી ખાલી ફોકટમા
લગાવે બંદી લઈ નામ ગાંધી-સરદારનુ,પિવાય બાકી "સોમરસ" ગામેગામમા,
થાય લડાઈ રોજ જ્ઞાતિ-જાતી નામે,બતાવે સલામતી શાંતિ ફક્ત કાગળમાં
લખી એવી છે પરિસ્થિતિ, કુછ દિવસ તો ગુજારો મારા "ગુજરાતમાં"....!
-
કોઈ ગુમશુદા કહાનીમાં બેનામ કિરદાર હતો.
જ્યાંસુધી આ દિલનો મર્જ ન’તો, હું પણ બેરોજગાર હતો.-
જેને કમાવાની ત્રેવડ નથી
એજ બેરોજગાર છે,
બાકી દુર દુર થી આપણા રાજ્યમાં
બધા શું માવા ખાવા આવે છે...? 😁-
વધવા લાગી છે કેવી બેરોજગારી,
ત્રાસ આપે એકસરખી બેરોજગારી.
એક જ વારે નિકાલ કર પ્રભુ,
રોજ આપે છે ઘાવ આ બેરોજગારી.
જ્ઞાન છે રે તને પણ માન નથી,
હાલ કરે છે એવા આ બેરોજગારી.
એકવાર શુ જીતી આવ્યો એ નેતા,
એટલે હવે કાયમ જ થઈ બેરોજગારી.-
કહે આ સમાજ બેરોજગારી ની સમસ્યા બહુ વિકટ
જ્યાં નજર જાય ત્યાં નોકરીની થઇ રહી અછત
રોજગારની કમી માં મન થઇ રહ્યું આકળ વિકળ
અહીં રીતે ચલાવવું ગુજરાન, ગરીબીનું મોજું પ્રબળ
શિક્ષા પ્રાપ્ત કરીને પણ બેકારીમાં ગુજરી રહ્યું જીવન
રોજગાર ના મળતાં શેષ થઇ રહી યુવાનોની લગન
કોશિશ કરવા છતાં ના પામી રહ્યા કોઈ વળતર
કોઈએ નશો અપનાવ્યો તો કોઈએ બરબાદ કર્યું જીવન
બેરોજગારી એ આપણી પેઢીનું જીવન કર્યું બરબાદ
નશાની લતમાં આજે ડૂબી રહ્યો શિક્ષિત સમાજ
ઘરમાં નહીં અનાજ, શી રીતે પ્રગટે આગ ચૂલાની
રોજગારની વ્યાધિમાં ચડી અવળે પાટે ગાડી જીવનની
ગુલ્લક તૂટ્યા, મૂડી તૂટી, બેરોજગારીએ કમર ફોડી
વીજળી પાણી અનાજના ખર્ચે હિંમત નાખી તોડી
રાત આખી કરવટ બદલતો રહ્યો આજનો સમાજ
ક્યારે કિસ્મત જાગશે બસ વિચારતો રહ્યો સમાજ-
સરકારની શિક્ષણવિરોધી નીતિએ કર્યાં હાલ અમારાં બેહાલ.,
વર્ષોથી સ્વનિર્ભર એવા અમે આજે બન્યા બેરોજગાર..!
#claSSeS_ownerS #tuitioN_teacherS
#CHiRAG_vaghela_nD_worDs-
# ગુજરાતી # qbમોટાભાઈ #qb
બેરોજગાર ને રોજગારી ની છે કદર.
રોજગાર મળ્યા પછી છે બે ફીકર.
બેરોજગારી છે એક મોટું કલંક.
કરો કદર રોજગારીની ના વેડફો તક.-